પાકિસ્તાનને બ્લેકલિસ્ટ કરવાનું કાઉન્ટડાઉન શરૂ, હાફિઝ સઈદની સજા સહારો


પેરિસમાં FATFની બેઠક શરૂ થવામાં 24 કલાકથી પણ ઓછો સમય બાકી છે. પાકિસ્તાન પર બ્લેકલિસ્ટ થવાની તલવાર લટકી રહી છે. હાફિઝ મોહમ્મદ સઈદની સજા બાદ ઇમરાન ખાનને આશા છે કે તેના દેશને રાહત મળશે. 

પાકિસ્તાનને બ્લેકલિસ્ટ કરવાનું કાઉન્ટડાઉન શરૂ, હાફિઝ સઈદની સજા સહારો

પેરિસઃ આતંકવાદનું પાલન-પોષણ પાકિસ્તાન માટે ગંભીર સાબિત થવાનું છે. ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)માં અત્યાર સુધી બચતા-બચાવતા પાકિસ્તાનની આશા પૂરી થવા જઈ રહી છે. ઇમરાન ખાને આતંકવાદની ફન્ડિંગ રોકવાના કેટલા પૂરાવા એફએટીએફને સોંપ્યા છે, તેના પર શંકા છે. એકમાત્ર આશા મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ મોહમ્મદ સઈદને હાલમાં આપવામાં આવેલી પાંચ વર્ષની સજાથી છે. હાલ પાકિસ્તાન ગ્રે લિસ્ટમાં છે. જો એફએટીએફ પાકિસ્તાની પૂરાવાથી સંતુષ્ટ ન થયું તો તેને બ્લેકલિસ્ટ કરી શકાય છે. 

પરંતુ પાકિસ્તાની મીડિયા એક અમેરિકી થિંક ટેન્કના રિપોર્ટ પર વિશ્વાસ કરી રહ્યું છે. દક્ષિણ એશિયન મામલાના સ્કોલર માઇકલ કુગલમને કહ્યું કે, પાકિસ્તાન ગ્રે લિસ્ટમાંથી બહાર તો ન નિકળી શકે, હા તે થઈ શકે કે તેને બ્લેકલિસ્ટ ન કરવામાં આવે. તો પણ પાકિસ્તાન ગ્રે લિસ્ટમાં યથાવત રહેશે. ફ્રાન્સની રાજધાની પેરિસમાં સોમવારે એફએટીએફની બેઠક શરૂ થઈ ગઈ છે. 

બુધવારે એટલે કે 19 ફેબ્રુઆરીથી પ્લેનરીની બેઠક છે જે પાકિસ્તાનના જવાબ પર ધ્યાન આપશે. કુગલમન કહે છે, પાકિસ્તાન માટે આટલા જલદી ગ્રે લિસ્ટમાંથી નિકળવું તો મુશ્કેલ છે. તે લગભગ આ વર્ષના અંતે યોજનારી બેઠકમાં થઈ શકે છે. પરંતુ તે માટે ઇમરાન ખાન સરકારે મજબૂત પગલા ભરવા પડશે. પાકિસ્તાનની આતંકવાદી વિરોધી કોર્ટે 13 ફેબ્રુઆરીએ હાફિઝ મોહમ્મદ સઈને પાંચ વર્ષની સજા ફટકારી હતી. તેને ઇમરાન સરકાર આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી સાથે જોડીને જોઈ રહી છે. 

હાફિઝથી બચશે પાકિસ્તાન?
આ પહેલા એફએટીએફે 19 પોઈન્ટ પાકિસ્તાનને આપ્યા હતા. પાછલીવાર તેમાંથી માત્ર ત્રણ શરતોને પાકિસ્તાન પૂરી કરી શક્યું હતું. હાફીઝ સઈદની સજા બાદ અમેરિકાએ કહ્યું કે, હજુ પાકિસ્તાને આતંકવાદ વિરુદ્ધ વધુ કામ કરવાની જરૂર છે. બ્રુકિંગ્સ ઇન્સ્ટીટ્યૂટની મદીહા અફઝલે ટ્વીટ કરીને કહ્યું કે, હાફિઝ પર કાર્યવાહી મહત્વનું છે પરંતુ તે જોવાનું રહેશે કે પાકિસ્તાન સરકાર તેની અપીલ પર શું કાર્યવાહી કરે છે. 

પાકિસ્તાનને 2018માં ગ્રે લિસ્ટમાં મુકવામાં આવ્યું હતું. પરંતુ આ પહેલા 2012થી 2015 વચ્ચે પણ પાકિસ્તાન ગ્રે લિસ્ટમાં હતું. 2016માં પાકિસ્તાન સરકારે હવાલા અને આતંકવાદ ધિરાણ વિરુદ્ધ કડક કાયદા બનાવ્યા હતા ત્યારબાદ તેને યાદીમાંથી બહાર કરી દેવામાં આવ્યું હતું. એફએટીએફની છેલ્લી બેઠક ઓક્ટોબર, 2019માં યોજાઇ હતી. 

હાલમાં ચીન એફએટીએફનું ચેરમેન બન્યું છે જે પાકિસ્તાનનું સમર્થક રહ્યું છે. પરંતુ તેણે પણ ઇસ્લામિક સ્ટેટ, અલ કાયદા અને તેની સાથે જોડાયેલા આતંકી સંગઠનો વિરુદ્ધ કાર્યવાહીને મહત્વનું પાસું બનાવ્યું છે. પાછલી બેઠકમાં ચીને ખુલીને પાકિસ્તાનને સાથ આપ્યો હતો. આ વખતે તુર્કી પણ પાકિસ્તાનની સાથે છે. પરંતુ અમેરિકા સહિત બાકી પશ્ચિમી દેશ આતંકવાદ વિરુદ્ધ ઇમરાનની કાર્યવાહીથી ખુશ નથી. 

FATF શું છે?
FATF પેરિસ સ્થિત આંતર સરકારી સંસ્થા છે. તેનું કામ ગેર-કાયદેસર આર્થિક મદદને રોકવા માટે નિયમ બનાવવાનું છે. તેની રચના 1989માં કરવામાં આવી હતી. FATFના ગ્રે કે બ્લેક લિસ્ટમાં નાખવા પર દેશને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાસેથી મળતી લોનમાં ખુબ મુશ્કેલી આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news