કેબલ-DTH ગ્રાહકો માટે મોટા સમાચાર, 130 રૂ.નો ફિક્સ ચાર્જ ચૂકવવો નહી પડે!

ટ્રાઇએ તાજેતરમાં જ ટીવી ઓપરેટરોને ઘણા ટીવી કનેક્શન રાખનારાઓ માટે વિશેષ સ્કીમ અને પ્લાન ઉપલબ્ધ કરાવવાની યોજના ફરીથી પુરી પાડવા માટે કહ્યું હતું. ટ્રાઇએ સ્પષ્ટ કર્યું હતું કે જો ગ્રાહક ઇચ્છે તો ઓપરેટર એક જ ઘરમાં અલગ-અલગ સેટ ટોપ બોક્સ લગાવી શકે છે.

કેબલ-DTH ગ્રાહકો માટે મોટા સમાચાર, 130 રૂ.નો ફિક્સ ચાર્જ ચૂકવવો નહી પડે!

નવી દિલ્હી: કેબલ ટીવી અને DTH માટે નવા નિયમ લાગૂ થઇ ગયા છે, પરંતુ 10 દિવસ બાદ પણ ગ્રાહકોમાં ટેરિફ સ્કીમને લઇને કંફ્યૂજનની સ્થિતિ છે. TRAI એ આ પહેલાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું ન હતું કે જો ગ્રાહકો એકથી વધુ કનેક્શન ધરાવે છે તો બીજા કનેક્શન માટે કેટલી ફી ચૂકવવી પડશે. પરંતુ હવે ટ્રાઇએ આ અંગે સ્પષ્ટતા રજૂ કરી છે. ટ્રાઇના અનુસાર બીજા કનેક્શન અથવા એકથી વધુ કનેક્શન લેતાં નેટવર્ક કેપેસિટી ફીસ (NCF) ફરજિયાત નથી. આ ફક્ત પહેલા કનેક્શન પર જ અનિવાર્ય કરવામાં આવી છે. તમને જણાવી દઇએ કે નેટવર્ક કેપેસિટી ફી તે ફી છે, જે કેબલ ઓપરેટર હાલના સમયે 130 રૂપિયા ફિક્સ્ડ ચાર્જ તરીકે વસૂલ કરે છે.

બીજા કનેક્શન પર ડિસ્કાઉન્ટ
એક પ્રેસ રિલીઝ જાહેર કરી ટ્રાઇએ સ્પષ્ટ કર્યું છે કે શરૂઆતની 100 SD ચેનલ્સ માટે નેટવર્ક કેપેસિટી ફી વધુમાં વધુ 130 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત 25 વધારાની ચેનલ લેતાં 20 રૂપિયા અલગથી ચાર્જ ચૂકવવો પડશે. રેગુલેટરે સ્પષ્ટ કર્યું કે તેમણે સર્વિસ પ્રોવાઇડરને બીજી અથવા મલ્ટીપલ કનેક્શન માટે ડિસ્કાઉન્ટ આપવા માટે રોક્યા નથી. જોકે જો ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે તો તે જગ્યા માટે સમાન હોવું જોઇએ. જોકે તેની જાણકારી વેબસાઇટ પર આપવી પડશે. 

એક જ ઘરમાં અલગ-અલગ સેટ ટોપ બોક્સ
ટ્રાઇએ તાજેતરમાં જ ટીવી ઓપરેટરોને ઘણા ટીવી કનેક્શન રાખનારાઓ માટે વિશેષ સ્કીમ અને પ્લાન ઉપલબ્ધ કરાવવાની યોજના ફરીથી પુરી પાડવા માટે કહ્યું હતું. ટ્રાઇએ સ્પષ્ટ કર્યું હતું કે જો ગ્રાહક ઇચ્છે તો ઓપરેટર એક જ ઘરમાં અલગ-અલગ સેટ ટોપ બોક્સ લગાવી શકે છે.

અત્યાર સુધી 9 કરોડ લોકોને સિલેક્ટ કરી નવી વ્યવસ્થા
ટેલિકોમ નિયામક ટ્રાઇનું કહેવું છે કે કુલ 17 કરોડમાંથી 9 કરોડ કેબલ ટીવી અને DTH ગ્રાહક પોતાની પસંદગીની ચેનલ સિલેક્ટ કરી નવી શુલ્ક વ્યવસ્થામાં આવી ગયા છે. ગ્રાહકોને કોઇપણ પ્રકારની સમસ્યા ન થાય તેના માટે TRAI સતત સ્થિતિ પર નજર રાખી રહી છે. આશા છે કે ટૂંક સમયમાં બાકી લોકો પણ પોતાની પસંદગીની ચેનલ સિલેક્ટ કરી લેશે. જે 9 કરોડ ગ્રાહકોએ પોતાની પસંદગીની ચેનલ સિલેક્ટ કરી છે. તેમાંથી 6.5 કરોડ કેબલ ટીવી ગ્રાહક અને 2.5 ડીટીએચ ગ્રાહક છે.

આગામી ત્રણ મહિનામાં ઓછું થશે બિલ
નવા નિયમથી કેબલ અને ડીટીએચ પ્રાઇસિંગ ઓછું થવાની આશા છે. લો કોર્ટે ચેનલ સિસ્ટમને એટલા માટે લાગૂ કરવામાં આવી છે કે ગ્રાહક ફક્ત તે ચેનલના પૈસા આપે, જેને તે જોવા માંગે છે. જોકે મોટાભાગના ગ્રાહકોનું માનવું છે કે આ નિયમથી તેમનું મંથલી બિલ ઘટવાના બદલે વધી ગયું છે. તો બીજી તરફ TRAIનું માનવું છે કે ડીટીએચની કિંમત આગામી ત્રણ મહિનામાં ઓછી થઇ જશે. કારણ કે મોટાભાગની ચેનલના ભાવ ઓછા થઇ શકે છે.

ક્યારેય પણ બદલી શકો છો પોતાનું પેક
ટ્રાઇએ એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે ગ્રાહકોની પાસે અધિકાર છે કે તે પોતાના પેકને ગમેત્યારે બદલી શકે છે. જો તે એક મહિનો ટીવી જોયા બાદ કોઇ ચેનલ હટાવવા અથવા ઉમેરવા માંગે છે તો તે કોઇપણ સમયે પોતાના કેબલ અથવા ડીટીએચ ઓપરેટરથી સંપર્ક કરી શકે છે. TRAI એ તેના માટે ડીટીએચ કંપની પાસેથી કોલ સેંટર અને હેલ્પલાઇન નંબર જાહેર કરવાનો નિર્દેશ કર્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news