BCCI વનડે લીગમાં રમશે અર્જુન તેંડુલકર, મુંબઈની ટીમમાં મળ્યું સ્થાન

બીસીસીઆઈની વનડે લીગ બુધવાર (13 ફેબ્રુઆરી)થી રમશે. આ લીગમાં અન્ડર-23 વર્ગની ટીમો ભાગ લેશે. 
 

BCCI વનડે લીગમાં રમશે અર્જુન તેંડુલકર, મુંબઈની ટીમમાં મળ્યું સ્થાન

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ આઈપીએલની જેમ હવે વનડે લીગ પણ શરૂ કરી છે. અન્ડર-23 વર્ગની આ લીગ બુધવાર (13 ફેબ્રુઆરી)થી શરૂ થઈ રહી છે. તેના ઘણા ખેલાડીઓ લીગ શરૂ થયા પહેલા ચર્ચામાં છે. તેમાંથી પ્રથમ નામ અર્જુન તેંડુલકરનું છે. તે પણ આ લીગમાં રમશે. અર્જુન મીડિયર પેસર બોલર છે. 

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના પુત્ર અર્જુને જ્યારથી ક્રિકેટની દુનિયામાં પગ મુક્યો છે, ત્યારથી તે ચર્ચામાં છે. ફાસ્ટ બોલિંગ કરનાર અર્જુન આ પહેલા ભારતની અન્ડર-19 ટીમ માટે પણ રમી ચુક્યો છે. હવે જયપુરમાં શરૂ થતી વનડે લીગ માટે મુંબઈની અન્ડર-23 ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. 

જય બિષ્ટની આગેવાનીવાળી ટીમમાં અર્જુનને 15 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. અર્જુનને ડીવાઈ પાટિલ ટી20 કપ અને આરએફએસ તાલ્યરખાન મેમોરિયલ ઇનવિટેશન ટૂર્નામેન્ટમાં સારૂ પ્રદર્શન કરવાનું ઈનામ મળ્યું છે. 19 વર્ષના ઓલરાઉન્ડર અર્જુને તાલ્યરખાન મેમોરિયલમાં 18 અને 20મી ઓવરમાં માત્ર 5 રન આપ્યા હતા. તેણે યશસ્વી જયસવાલની વિકેટ પણ ઝડપી હતી. તેણે પ્રેક્ટિસ મેચોમાં પણ સારી બોલિંગ કરી અને દરેક મેચમાં બે-બે વિકેટ ઝડપી હતી. 

કોચ અમિત પગનિસે એક અખબારને જણાવ્યું કે, અર્જુનની તાકાસ તેના યોર્કર, બાઉન્સર અને સ્લોઅર છે. અર્જુને વિજય મર્ચન્ટ ટીમ તરફથી રમતા વિજય માંજરેકર ટીમ વિરુદ્ધ કેસી મહિન્દ્રા શીલ્ડ અન્ડર-19 ટૂર્નામેન્ટમાં 70 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. તેણે ગત વર્ષે ઈંગ્લેન્ડના પ્રવાસે ગયેલી ભારતીય ટીમના નેટ પ્રેક્ટિસ સત્ર દરમિયાન પણ બોલિંગ કરી હતી. 

મુંબઈ અન્ડર-23 ટીમઃ જય બિષ્ટ (કેપ્ટન), હાર્દિક તોમરે (વિકેટકીપર), સુદેવ પાર્કર, ચિન્મય સુતાર, સિદ્ધાર્થ અક્રે, કર્શ કોઠારી, તનુષ કોટિયાન, અકિબ કુરૈશી, અંજદીપ લાડ, ક્રુતિક હાનાગવડી, આકાશ આનંદ, અમન ખાન, અવર્થ અંકોલેકર, અર્જુન તેંડુલકર, સૈરાજ પાટિલ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news