આ છે ભારતમાં સ્થાનિક સ્તરે વિકસેલી બીજા નંબરની સૌથી વધુ ઝડપથી વિકસતી પિઝારીયા ચેઈન

વડોદરા સ્થિત નિઓપોલીટન પિઝાએ જાહેરાત કરી છે કે તેણે ઝડપી વિસ્તરણની પોતાની ખેવના સંતોષવા માટે ગુજરાતની વધુ એક પિઝારીયા, બ્રાન્ડ ‘પિઝારીટો’ હસ્તગત કરવા માટે કરાર કર્યા છે. આ હસ્તાંતરણ સાથે હાલમાં 54 આઉટલેટ ધરાવતી નિઓપોલીટન, કે જે ગુજરાતની સૌથી વધુ ઝડપથી વિકસતી પિઝારીયા ચેઈન છે, અને રાષ્ટ્રીય સ્તરે સીમાચિહ્નરૂપ સિધ્ધિ હાંસલ કરીને હવે પશ્ચિમના બજારોમાં વધુ આગળ ધપવા માંગે છે. ‘પિઝારીટો’ એ ડિઝાયર રેસ્ટોરન્ટસ એલએલપીની માલિકીની ફ્લેગશીપ બ્રાન્ડ છે અને ગુજરાતમાં આવેલા તેના 16 કેન્દ્ર મારફતે પ્રિમિયમ ઈટાલિયન અને મેક્સીકન વાનગીઓ પિરસે છે.

આ છે ભારતમાં સ્થાનિક સ્તરે વિકસેલી બીજા નંબરની સૌથી વધુ ઝડપથી વિકસતી પિઝારીયા ચેઈન

અમદાવાદ: વડોદરા સ્થિત નિઓપોલીટન પિઝાએ જાહેરાત કરી છે કે તેણે ઝડપી વિસ્તરણની પોતાની ખેવના સંતોષવા માટે ગુજરાતની વધુ એક પિઝારીયા, બ્રાન્ડ ‘પિઝારીટો’ હસ્તગત કરવા માટે કરાર કર્યા છે. આ હસ્તાંતરણ સાથે હાલમાં 54 આઉટલેટ ધરાવતી નિઓપોલીટન, કે જે ગુજરાતની સૌથી વધુ ઝડપથી વિકસતી પિઝારીયા ચેઈન છે, અને રાષ્ટ્રીય સ્તરે સીમાચિહ્નરૂપ સિધ્ધિ હાંસલ કરીને હવે પશ્ચિમના બજારોમાં વધુ આગળ ધપવા માંગે છે. ‘પિઝારીટો’ એ ડિઝાયર રેસ્ટોરન્ટસ એલએલપીની માલિકીની ફ્લેગશીપ બ્રાન્ડ છે અને ગુજરાતમાં આવેલા તેના 16 કેન્દ્ર મારફતે પ્રિમિયમ ઈટાલિયન અને મેક્સીકન વાનગીઓ પિરસે છે.

નિઓપોલિટન પિઝા લિમિટેડના સ્થાપક અને સીઈઓ મુકુંદ પુરોહિત જણાવે છે કે “આ કરાર એ વર્ષ 2020ના અંત સુધીમાં 150 થી વધુ આઉટલેટ શરૂ કરવાની અગાઉ કરવામાં આવેલી જાહેરાતનો એક હિસ્સો છે. હાલમાં દેશમાં 54 સ્થળોએ હાજરી ધરાવ્યા પછી અમારૂં વિઝન મુંબઈ, દિલ્હી અને બેંગ્લોર જેવા પ્રથમ વર્ગનાં શહેરોમાં વધુ વ્યાપ વિસ્તારવાનું અને વર્ગ-2 અને વર્ગ-3નાં જયપુર, લખનૌ, કોઈમ્બતુર અને અન્ય શહેરોમાં પ્રવેશ કરવાનો છે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે “’પિઝારીટો’ નો વહિવટી અને ડિરેક્ટોરલ કન્ટ્રોલ પ્રાપ્ત કરવામાં એક કદમ આગળ વધીને સંપૂર્ણપણે અમે અમારા ઉદ્દેશો અનુસાર વતનના રાજ્યમાં સ્થાન મજબૂત કરવાની તક પ્રાપ્ત કરી છે.”

આ સોદા અન્વયે ડિઝાયર ‘પિઝારીટો’ બ્રાન્ડની માલિકી ધરાવતી ડિઝાયર રેસ્ટોરન્ટસ એલએલપીના હાલના કોર્પોરેટ અને ફ્રેન્ચાઈઝી એકમો નીઓપોલિટન પિઝા લિમિટેડની બ્રાન્ડ તરીકે કામ કરતાં થઈ જશે. વધુમાં ડાઈન ઈન અને એક્સપ્રેસ મૉડેલ હેઠળ રેસ્ટોરન્ટના COCO, FOCO અને  FOFO સંચાલન ધરાવતા મૉડલને પણ સંપૂર્ણપણે નિઓપોલિટન પિઝા લિમિટેડની ‘નિઓપોલિટન પિઝા’ બ્રાન્ડ નેમ કેટેગરી હેઠળ લઈ જવાશે.

નિઓપોલીટન પિઝા ગુજરાતની સૌ પ્રથમ ક્યુઆરએસ છે, અને પોસાય તેવી કિંમતે ભોજનની નોંધપાત્ર ગુણવત્તા પૂરી પાડવાનો ગ્રાહકલક્ષી અભિગમ ચાલુ રાખીને તથા ડાઈન-ઈન અને ટેક-અવેની સર્વિસ અને નવતર પ્રકારનું સંચાલન મૉડલ ધરાવે છે. તેણે અત્યાર સુધી 8 મિલિયનથી વધુ ગ્રાહકોને સેવા પૂરી પાડી છે. પોતાની શાખાઓના વધુ વિસ્તરણ મારફતે આ ક્યુએસઆર કંપનીએ તાજેતરમાં ગુજરાત રાજ્યમાં ભરૂચ, ભાવનગર અને પોરબંદરમાં 3 નવા આઉટલેટ શરૂ કર્યા છે. આ ઉપરાંત મહારાષ્ટ્રના પૂના, થાણે અને મુલુંડ ખાતે તેમજ મધ્યપ્રદેશમાં જબલપુર અને ઈંદોર ખાતે ઓપન આઉટલેટ શરૂ કરતાં પહેલાં વડોદરામાં વધુ 2 અને બિલીમોરામાં 1 આઉટલેટ શરૂ કરવામાં આવશે.

ગુજરાત અને ભારતની એનએસઈ-એસએમઈ ઈમર્જ પ્લેટફોર્મ પર નવેમ્બર 2014 થી નોંધણી ધરાવનાર કંપની બનવા બદલ નિઓપોલિટન પિઝા લિમિટેડ અત્યંત ગૌરવ અનુભવે છે. ગયા વર્ષે નિઓપોલિટન પિઝા લિમિટેડને ક્વીક સર્વિસ રેસ્ટોરન્ટ (ક્યુએસઆર) કેટેગરીમાં ઈકોનોમિક ટાઈમ્સનો એસએમઈ ઓફ ધ યર-2018 હાંસલ થયો હતો. company વ્યૂહાત્મક હિલચાલ વડે આ ક્ષેત્રમાં સ્થાનિક બ્રાન્ડઝ માટે ગેમચેન્જર બનીને બહુરાષ્ટ્રિય કંપનીઓને સ્પર્ધા પૂરી પાડવા માંગે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news