SBI ના ગ્રાહકોને મોટી ભેટ, સસ્તી થઇ હોમ-ઓટો-પર્સનલ લોન, ઓછી થશે EMI
Trending Photos
નવી દિલ્હી: દેશની સૌથી મોટી સરકારી બેંક SBI (સ્ટેટ બેંકો ઓફ ઇન્ડીયા)માંથી હોમ, કાર અને ઓટો લોન લેવી વધુ સસ્તી થશે. SBI એ પોતાના ગ્રાહકો માટે લોનના દર ઘટાડી દીધા છે. બેંકના માર્જિનલ રેટ (MCLR) ઘટાડવાની જાહેરાત કરી છે. એમસીએલઆર ઘટાડતાં આમ આદમીને સૌથી મોટો ફાયદો એ થાય છે કે તેની હાલની લોન સસ્તી થઇ જાય છે અને તેને પહેલાંની તુલનામાં ઓછી EMI ચૂકવવી પડશે.
1 મહિનામાં બે વખત સસ્તી થઇ લોન
આ પહેલાં 10 એપ્રિલના રોજ બેંકે 0.10 ટકા સુધે વ્યાજ દર ઘટાડ્યા હતા. 1 મહિનામાં બીજીવાર છે જ્યારે એસબીઆઇએ લોનના દર સસ્તા કર્યા છે. ગત 1 મહિનામાં અત્યાર સુધી હોમ લોન પર દર 15 બેસિસ પોઇન્ટ ઓછી થઇ ચૂકી છે. ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ)ની બેઠકમાં રેપો રેટ 0.25 ઘટાડવાનો નિર્ણય થયો હતો. ત્યારબાદ ઘણી સરકારી બેંક વ્યાજ દર ઘટાડવાની જાહેરાત કરી છે. આરબીઆઇની આગામી બેથક જૂન મહિનામાં થશે.
આટલી સસ્તી થઇ હોમ, ઓટો, પર્સનલ લોનની EMI
SBI એ માર્જિનલ કોસ્ટ ઓફ લેંડિંગ રેટ (MCLR) માં 0.05 ટકાનો ઘટાડો કર્યો છે. એક વર્ષની લોન પર એમસીએલઆર 8.50 ટકાથી ઘટાડીને 8.45 ટકા પર આવી ગઇ છે.
1 મેથી SBI એ બદલ્યા છે આ નિયમ
SBI 1 મેથી લોનને લઇને મોટા ફેરફાર કર્યા છે. બેંકે રેપો રેટને બેંક દરો સાથે જોડી દીધા છે. આ નિર્ણય એક લાખ રૂપિયાથી વધુની લોન પર લાગૂ છે. નવા નિયમ લાગૂ થયા બાદ એક લાખ રૂપિયા સુધીની ડિપોઝિટ પર 3.5 તકા વ્યાજ મળી રહ્યું છે. તો બીજી તરફ 1 લાખથી વધુની ડિપોઝીટ પર આ વ્યાજ દર 3.25 ટકા છે.
જૂનમાં સસ્તી થશે લોન લેવું
આરબીઆઇ હાલના નાણાકીય વર્ષની પ્રથમ છમાસિકમાં રેપો રેટમાં 0.25% નો વધુ ઘટાડો કરવા પર વિચાર કરી રહી છે. કોટક ઇકોનોમિક રિસર્ચમાં આ આશા વ્યક્ત કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર જીડીપીની ચિંતાઓને ધ્યાનમાં રાખતાં રિઝર્વ બેંક આગળ પણ વ્યાજ દર ઘટાડવાનો નિર્ણય લઇ શકે છે. એપ્રિલ મહિનાના પ્રથમ અઠવાડિયામાં થયેલી બેઠકમાં પણ 0.25%નો ઘટાડો કરવામાં આવ્યો હતો. મોટાભાગના એક્સપર્ટ આશા વ્યક્ત કરી રહ્યા છે કે જૂનની પોલિસીમાં વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે