રોકેટની ઝડપ! 17 દિવસમાં 1 લાખ રૂપિયા બન્યા 100 કરોડ, જો જો ટાઢાપોળના ગપ્પાં નથી
Crypto Investor Makes Millions : એક ક્રિપ્ટો રોકાણકાર તાજેતરમાં લૉન્ચ થયેલા Moo Deng Memecoinમાં રોકાણ કરીને માત્ર 17 દિવસમાં આટલો નફો કમાયો છે, જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. જોકે, એ તમામ રૂપિયા ઉપાડી શકશે નહીં.
Trending Photos
તમને નવાઈ લાગશે પણ એક વ્યક્તિએ માત્ર 1 લાખ રૂપિયાથી શરૂ થયેલા આ રોકાણને 100 કરોડ રૂપિયામાં ફેરવી દીધું છે. આ ચમત્કાર તેને તાજેતરમાં લૉન્ચ કરાયેલા (Moo Deng memecoin)માંથી કર્યો છે. જો કે, તેણે હજુ સુધી તેની આખી કમાણી રોકડમાં ફેરવી નથી. ક્રિપ્ટોની દુનિયામાં Moo Deng તેની અનોખી શૈલી વડે રોકાણકારોનું ધ્યાન આકર્ષિત કર્યું છે, પરંતુ શું તે માત્ર ટૂંકા ગાળાનો ટ્રેન્ડ છે કે ભવિષ્યમાં ફાયદો કરાવશે એ મામલે હજુ પણ શંકાના દાયરામાં છે. x (Twitter) પર Lookonchain નામના યૂઝર્સે દાવો કર્યો છે કે 17 દિવસમાં તેનું રોકાણ 12 મિલિયન ડોલર એટલે કે અંદાજે 100 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.
કેવી રીતે થયો આ જાદુ?
આ રોકાણકારે 10 સપ્ટેમ્બરે લગભગ $1331માં 3.87 કરોડ મૂ ડેંગ ટોકન્સ ખરીદ્યા હતા. 25 સપ્ટેમ્બર સુધીમાં તેની કિંમત 34 લાખ ડોલર થઈ ગઈ. ત્યારબાદ 27 સપ્ટેમ્બરે તેણે 1.04 લાખ Moo Deng ટોકન્સ વેચ્યા અને $17.9 હજારના મૂલ્યના 112 સોલાના ટોકન મેળવ્યા. તેની પાસે હજુ પણ 38.6 મિલિયન મૂ ડેંગ ટોકન્સ બાકી છે, જેની કિંમત $9.5 મિલિયન છે. એટલે કે એકંદરે 17 દિવસમાં તેની મૂડી 100 કરોડને વટાવી ગઈ છે.
બધા પૈસા ઉપાડી શકશે નહીં
જો કે, કોઈનપેજના અહેવાલ મુજબ આ જંગી નફાને લઈને ઈન્સાઈડર ટ્રેડિંગની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. Moo Dengના પૂલની લિક્વિડીટી માત્ર 1.8 મિલિયન ડોલર સુધી મર્યાદિત છે, તેથી આટલી મોટી રકમ ઉપાડવી સરળ નહીં હોય.
Moo Deng શું છે?
Moo Deng memecoin ક્રિપ્ટોની દુનિયામાં એક નવો ખેલાડી છે. જેમ ડોગેકોઈન બિટકોઈન અને પછી શિબા ઈનુ સિક્કાની મજાક તરીકે આવ્યો, તેવી જ રીતે Moo Deng પણ memecoin છે. તે 2 મહિનાના પિગ્મી હિપ્પોની સ્મૃતિને સમર્પિત છે જે તેની તોફાની અને રમતિયાળ હરકતોને કારણે ઇન્ટરનેટ સેન્સેશન બની ગયું છે. તેનો વીડિયો થાઈલેન્ડના ચોન બુરીના પ્રાણી સંગ્રહાલયમાંથી વાયરલ થયો હતો. થાઈમાં “Moo Deng” નો અર્થ થાય છે “બાઉન્સી પોર્ક”, જે ત્યાંનો લોકપ્રિય નાસ્તો પણ છે. હવે Moo Deng memecoin અજાણતાં પિગ્મી હિપ્પો પ્રચલિત થવા લાગ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે