Money Making Formula: શું છે 72 અને 114નો નિયમ? થોડાક જ વર્ષમાં તમારા રૂપિયા થઈ જશે ડબલ ત્રિપલ!

Money making formula: નિયમ 72 નો ઉપયોગ કરીને તમે એ પણ જાણી શકો છો કે તમારા પૈસા 7 વર્ષમાં કેવી રીતે ડબલ થશે. આજે અમે તમને એવા જ કેટલાક સરળ નિયમો જણાવી રહ્યા છીએ. જેના દ્વારા તમે જાણી શકો છો કે કેટલા વર્ષોમાં તમારું રોકાણ ડબલ-ત્રણ ગણું કે ચાર ગણું વધી શકે છે.

Money Making Formula: શું છે 72 અને 114નો નિયમ? થોડાક જ વર્ષમાં તમારા રૂપિયા થઈ જશે ડબલ ત્રિપલ!

Money Making Formula: મોટાભાગના નિષ્ણાતો કહે છે કે જો તમારે વજન ઘટાડવાનું લક્ષ્ય પ્રાપ્ત કરવું હોય તો ઓછું ખાઓ અને વધુ કસરત કરો. પૈસાનો મામલો પણ એવો જ છે. ખર્ચ ઓછો કરો અને વધુ બચત કરો, તો તમારી પાસે સારું બેંક બેલેન્સ થશે. જેટલી જલ્દી તમે નિવૃત્તિ અથવા અન્ય નાણાંકીય લક્ષ્યો માટે પ્રારંભ કરશો, તમે ધ્યેયની નજીક પહોંચતા જ તમે વધુ ધનવાન થશો. આ માટે એક સરળ નિયમનું પાલન કરવું પડશે.

નિયમ 72 નો ઉપયોગ કરીને તમે એ પણ જાણી શકો છો કે તમારા પૈસા 7 વર્ષમાં કેવી રીતે ડબલ થશે. આજે અમે તમને એવા જ કેટલાક સરળ નિયમો જણાવી રહ્યા છીએ. જેના દ્વારા તમે જાણી શકો છો કે કેટલા વર્ષોમાં તમારું રોકાણ ડબલ-ત્રણ ગણું કે ચાર ગણું વધી શકે છે. તમારે ફક્ત તમારી બચતની સુસંગતતા જાળવવાની છે અને બાકીનું કામ ચક્રવૃદ્ધિ સમયની સાથે કરવાનું છે. ચક્રવૃદ્ધિનો પ્રભાવ તમને લાંબા ગાળે દેખાય છે અને તે તમને ધનવાન બનાવવામાં ઘણી મદદ કરે છે.

કેવી રીતે કામ કરે છે ચક્રવૃદ્ધિ?
ધારો કે તમે ક્યાંક 100 રૂપિયા જમા કરો છો અને તેના પર વાર્ષિક 10 ટકા વ્યાજ મેળવો છો. એક વર્ષ પછી તમારી પાસે 110 રૂપિયા હશે. આગામી વર્ષે ચક્રવૃદ્ધિના કારણે તમને રૂ. 110 રૂપિયા પર 10 ટકાનું વ્યાજ મળશે અને તમારા પૈસા વધીને રૂ. 121 થઇ જશે. પછી આવતા વર્ષે 121 રૂપિયા પર 10 ટકા વ્યાજ મળશે અને આ સિલસિલો વર્ષ-દર-વર્ષ ચાલુ રહેશે. સમય જતાં, તમે તમારા પૈસામાં આશ્ચર્યજનક વધારો જોશો.

ડબલ ક્યારે થશે પૈસા?
તમારા બચતના પૈસા ક્યારે બમણા થશે તેની ગણતરી કરવાનો એક સામાન્ય નિયમ છે. આ નિયમ રૂલ 72 છે. ફાઇનાન્સમાં તેનો વ્યાપક ઉપયોગ થાય છે. રૂલ 72 દ્વારા તમે એવું જાણી શકો છો કે તમારા રોકાણના નાણાં કેટલા સમયમાં બમણા થશે. ચાલો જાણીએ તેની ફોર્મૂલા કેવી રીતે કામ કરે છે.

આવું સમજો...
જો તમે રૂ.100નું રોકાણ કરો છો જેના પર ચક્રવૃદ્ધિ વ્યાજ વાર્ષિક 10% છે, તો નિયમ 72 મુજબ આ રોકાણને બમણું કરવામાં 72/10=7.2 વર્ષ લાગશે. જો તમે મોટી રકમનું રોકાણ કરો છો, માની લો કે તમે એક લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો લગભગ સાત વર્ષમાં તે બે લાખ રૂપિયા થઈ જશે. તેના માટે રોકાણ કરવાનું અને વર્તમાન ફંડમાં વધારો કરવાનું ભૂલશો નહીં, તે તમને ઘણું વધારે વળતર આપશે.

રોકાણની જલ્દી શરૂઆતથી લાભ
જો તમે તમારી નિવૃત્તિ માટે કરોડો રૂપિયા બચાવવા માંગતા હોવ તો શક્ય તેટલી વહેલી તકે શરૂ કરો. જો તમે 25 વર્ષની ઉંમરથી રૂ. 5,000નું રોકાણ કરવાનું શરૂ કરો છો અને તેના પર વાર્ષિક 10 ટકા વળતર મેળવો છો, તો 60 વર્ષની ઉંમર સુધીમાં તમારી પાસે રૂ. 1 કરોડથી વધુનું ભંડોળ હશે.

શું કરે છે 72નો નિયમ?
72 નો નિયમ એ જાણવામાં મદદ કરે છે કે તમારા પૈસા કેટલા વર્ષમાં ડબલ થશે. 10% વાર્ષિક વ્યાજ આપવાનો વિકલ્પ તમારા રોકાણને 72/10=7.2 વર્ષમાં ડબલ કરી નાંખશે.

કેટલા વર્ષોમાં ત્રણ ગણા થશે પૈસા 
નિયમ 114- કેટલા વર્ષોમાં તમારા પૈસા ત્રણ ગણા થઈ શકે છે, તેના માટે તમારે 114 થી મળનાર વ્યાજને ભાગવું પડશે. ધારો કે તમને વાર્ષિક 8 ટકા વ્યાજ મળે છે, તો 114 ને 8 વડે ભાગવું પડશે. 114/8 = 14.25 વર્ષ, એટલે કે, આ સ્કીમમાં તમારા પૈસા 14.28 વર્ષમાં ત્રણ ગણા થશે.

કેટલા વર્ષોમાં ચાર ગણા થશે પૈસા 
નિયમ 144- નિયમ 144 જણાવે છે કે કેટલા વર્ષોમાં તમારા પૈસા ચાર ગણા થઈ જશે. જો તમે વાર્ષિક 8 ટકાના વ્યાજ દરે રોકાણ કર્યું છે, તો 18 વર્ષમાં તમારા પૈસા ચાર ગણા થઈ જશે. 144/8 = 18 વર્ષ.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news