Top Super Stocks: મોદી 3.0માં ધૂમ મચાવશે આ 5 શેર! 1 વર્ષમાં તોડશે કમાણીનો રેકોર્ડ

Sharekhan 5 Top Stocks to Buy: બ્રોકરેજ હાઉસ શેરખાને મજબૂત ફંડામેન્ટલ્સ ધરાવતા 5 શેરોમાં ખરીદવાની સલાહ આપી છે. આ શેરોમાં ડાબર ઈન્ડિયા, મેરિકો, ઈમામી, આઈટીસી, એક્સિસ બેંકનો સમાવેશ થાય છે.

Top Super Stocks: મોદી 3.0માં ધૂમ મચાવશે આ 5 શેર! 1 વર્ષમાં તોડશે કમાણીનો રેકોર્ડ

Sharekhan 5 Top Stocks to Buy: ચૂંટણીના પરિણામોની અસર શેરબજાર પર ચોક્કસ પડતી હોય છે. છેલ્લાં કેટલાંક દિવસોથી બજારમાં થઈ રહેલી ઊથલપાથલ એનું જ ઉદાહરણ હતું. 400 પારનો નારો લઈને નીકળેલી ભાજપના હાથમાં માત્ર 241 સીટો આવી. જોકે, સાથી પક્ષોના સહિયોગથી ફરી મોદી પ્રધાનમંત્રી પદ પર બિરાજમાન થયા. પરિણામ જાહેર થતાંની સાથે જ બજાર તૂટી પડ્યું હતું. જોકે, ફરી મોદીએ પીએમ પદના શપથ લેતા બજાર ફરી બેઠું થયું છે. એવામાં બ્રોકરની એડવાઈઝ માનીએ તો અહીં આપવામાં આવેલાં 5 સ્ટોક આગામી 1 વર્ષમાં તગડી કમાણી કરાવી શકે છે. જોકે, રોકાણ કરતા પહેલાં નિષ્ણાત અને તમારા સલાહકારની સલાહ અચૂક લેવી. ઝી મીડિયા કોઈપણ શેરમાં રોકાણ કરવાની સલાહ આપતું નથી.

પીએમ મોદીની આગેવાની હેઠળની નવી સરકારમાં, મજબૂત ફંડામેન્ટલ્સ ધરાવતા શેરો રોકાણકારોને સારું વળતર આપી શકે છે. મોદી 3.0ના શપથ લીધા બાદ બજારનું સેન્ટિમેન્ટ સારું જોવા મળી રહ્યું છે. બ્રોકરેજ હાઉસ શેરખાને મજબૂત ફંડામેન્ટલ્સ ધરાવતા 5 શેરોમાં ખરીદી કરવાની સલાહ આપી છે. આ શેરોમાં ડાબર ઈન્ડિયા, મેરિકો, ઈમામી, આઈટીસી, એક્સિસ બેંકનો સમાવેશ થાય છે. આ શેરો આગામી 1 વર્ષમાં 18 ટકા સુધીનું ઉત્તમ વળતર આપી શકે છે.

Dabur India:
શેરખાને ડાબર ઈન્ડિયા પર BUY રેટિંગ આપ્યું છે. શેર દીઠ લક્ષ્ય રૂ.715 પ્રતિ શેર છે. 7 જૂન, 2024 ના રોજ, શેર રૂ. 612 પર બંધ થયો હતો. આ ભાવે સ્ટોક વધુ 17 ટકા વળતર આપી શકે છે.

Marico:
શેરખાને મેરિકો પર BUY રેટિંગ આપ્યું છે. શેર દીઠ લક્ષ્ય રૂ. 755 પ્રતિ શેર છે. 7 જૂન 2024ના રોજ શેર રૂ. 653 પર બંધ થયો હતો. આ ભાવે સ્ટોક વધુ 16 ટકા વળતર આપી શકે છે.

Emami:
શેરખાને Emami પર BUY રેટિંગ આપ્યું છે. શેર દીઠ લક્ષ્ય રૂ. 815 પ્રતિ શેર છે. 7 જૂન 2024ના રોજ શેર રૂ.717 પર બંધ થયો હતો. આ ભાવે, સ્ટોક વધુ 14 ટકા વળતર આપી શકે છે.

Axis Bank:
શેરખાને Axis Bank પર BUY રેટિંગ આપ્યું છે. શેર દીઠ લક્ષ્ય રૂ. 1350 પ્રતિ શેર છે. 7 જૂન, 2024 ના રોજ, શેર રૂ. 1188 પર બંધ થયો હતો. આ ભાવે, સ્ટોક વધુ 14 ટકા વળતર આપી શકે છે.

ITC:
શેરખાને ITC પર BUY રેટિંગ આપ્યું છે. શેર દીઠ લક્ષ્ય રૂ. 515 પ્રતિ શેર છે. 7 જૂન, 2024 ના રોજ, શેર રૂ. 438 પર બંધ થયો હતો. આ ભાવે સ્ટોક 18 ટકા વધુ વળતર આપી શકે છે.

(Disclaimer: અહીં સ્ટોકમાં રોકાણ કરવાની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ઝી બિઝનેસના મંતવ્યો નથી. રોકાણ કરતા પહેલા તમારા સલાહકારની સલાહ લો.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news