સાથે કામ કરતી યુવતી સાથે રિલેશનમાં હતાં મેકડોનાલ્ડના CEO, કંપનીએ કાઢી મૂક્યા

મેકડોનાલ્ડ કોર્પએ પોતાના સીઈઓ સ્ટીવ ઈસ્ટરબ્રુકને હટાવી દીધા છે. હકીકતમાં તેઓ એક કર્મચારી સાથે રિલેશનશીપમાં હતાં.

સાથે કામ કરતી યુવતી સાથે રિલેશનમાં હતાં મેકડોનાલ્ડના CEO, કંપનીએ કાઢી મૂક્યા

ન્યૂયોર્ક: મેકડોનાલ્ડ કોર્પએ પોતાના સીઈઓ સ્ટીવ ઈસ્ટરબ્રુકને હટાવી દીધા છે. હકીકતમાં તેઓ એક મહિલા કર્મચારી સાથે રિલેશનશીપમાં હતાં. બોર્ડે નક્કી કર્યું કે આ બધુ કંપનીની પોલીસી વિરુદ્ધ છે અને આથી તેમના પર કાર્યવાહી કરવામાં આવી. 52 વર્ષના ઈસ્ટરબ્રુક વર્ષ 2-15થી કંપનીના સીઈઓ હતાં. 

બોર્ડે  કહ્યું કે કર્મચારી સાથે રિલેશનશીપમાં હોવાના કારણે તેમણે કેટલાક ખોટા નિર્ણયો લીધા. તેમણે બોર્ડના સભ્યપદેથી પણ રાજીનામું આપી દીધુ છે. ઈસ્ટરબ્રુકે કહ્યું કે મેં ભૂલ કરી. તેમણે રવિવારે કર્મચારીઓને એક ઈમેઈલ મોકલ્યો જેમાં લખ્યું કે તેમણે કંપનીને હંમેશા મહત્વ આપ્યું પરંતુ બોર્ડનો નિર્ણય યોગ્ય છે અને હવે તેમના જવાનો સમય છે. અમેરિકાના કોર્પોરેટ જગતમાં એવી કેટલીય ઘટનાઓ સામે આવી છે જેમાં રિલેશનશીપના કારણે મોટા અધિકારીઓએ રાજીનામું આપવું પડ્યું હોય. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે સોશિયલ મીડિયા પર ચાલેલા #MeToo કેમ્પેઈનના દરમિયાન અનેક કંપનીઓના અધિકારીઓ અને કર્મચારીઓની છટણી થઈ હતી. જૂન 2018માં ઈન્ટેલ કોર્પોરેશનના સીઈઓ બ્રાયને પણ પદ છોડવું પડ્યું હતું. તેઓ તેમની એક કર્મચારી સાથે રિલેશનશીપમાં હતાં. ઈસ્ટરબ્રુક બાદ ક્રિસ કેમ્પિજિસ્કીને મેકડોનાલ્ડ યુએસએના સીઈઓ બનાવવામાં આવ્યાં છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news