'તરુણ ભારત'એ સંજય રાઉત-ઉદ્ધવની જોડીને વિક્રમ વેતાળ ગણાવી, જાણો શિવસેના નેતાએ શું કહ્યું?
Trending Photos
મુંબઈ: મહારાષ્ટ્રમાં પાર્ટી સમર્થક અખબારો વચ્ચે પણ સરકાર બનાવવાને લઈને જાણે જંગ છેડાઈ ગઈ છે. અત્યાર સુધી શિવસેના તરફથી સામના અખબાર ભાજપ પર આકરા પ્રહારો કરતું હતું. હવે જવાબમાં ભાજપ સમર્થક અખબાર તરુણ ભારતે શિવસેના પર પ્રહારો કર્યા છે. પોતાના સંપાદકીયમાં તરુણ ભારતે નામ લીધા વગર જ શિવસેના નેતા અને સામનાના સંપાદક સંજય રાઉતને એક જોકર ગણાવ્યાં છે. આ સાથે જ નામ લીધા વગર ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉતની જોડીને વિક્રમ વેતાળની જોડી ગણાવી છે.
તરુણ ભારતના લેખ પર સંજય રાઉતે કહ્યું કે જો તરુણ ભારતમાં કઈંક આવ્યું છે તો મને તેની જાણકારી નથી. કારણ કે આવા અખબારો હું વાંચતો નથી અને મુખ્યમંત્રી તો કોઈ અખબાર વાંચતા નથી.
પોતાના સંપાદકીયમાં તરુણ ભારતે લખ્યું છે કે પુરાણોમાં આપણે વિક્રમ અને વેતાળની અનેક વાર્તાઓ સાંભળી છે. આજે મહારાષ્ટ્ર ઉદ્ધવ અને 'વેતાળ'ની કહાની જોઈ સાંભળી રહ્યું છે. પરંતુ રાજ્યમાં બે-તૃતિયાંશ ખેડૂતો પ્રાકૃતિક આફતોથી પીડિત છે અને તેમનું દુ:ખ અને દર્દ અહંકારના ઘેરામાં ફસાયેલા છે. મહારાષ્ટ્ર ક્યારેય શિવસેનાને માફ કરશે નહીં. તેઓ દાવો કરે છે કે શિવસેના સાથે હતી એટલે ભાજપને 105 બેઠકો મળી. નહીં તો ભાજપને 70 બેઠકો મળત. કાલે ભાજપે કહ્યું કે ભાજપ તેમની સાથે હતી એટલે શિવસેનાને 56 બેઠકો મળી. નહીં તો તેમને 20 પણ ન મળત, તો શું?
જુઓ LIVE TV
તરુણ ભારતે વધુમાં લખ્યું છે કે તમે (શિવસેના) અપમાનજનક અને અસભ્ય રીતે બોલવામાં સક્ષમ હોવા છતાં 'જૂઠ અને જૂઠ'નું સમર્થન કેવી રીતે કરી શકો છો? તમે તે લોકો પાસેથી કેવી રીતે આશા રાખો છો, જેમની પાસે રોજેરોજ લેખો અને ટ્વીટ લખવા, 9 વાગે ચેનલોને ઈન્ટરવ્યુ આપવા, અને ત્યારબાદ આખો દિવસ ઈન્ટરવ્યુ આપતા રહે છે, આ વિદૂષક રોજ સવારે ઉઠે છે. હિન્દી-શેર શાયરી ટ્વીટ કરે છે, ખબરોને પ્લાન્ટ કરે છે પરંતુ મહારાષ્ટ્ર જેવું રાજ્ય ચલાવવાનો ફરક સમજવાની તેનામાં ક્ષમતા નથી?
આ સાથે જ મહારાષ્ટ્રમાં સરકાર નિર્માણના મુદ્દે રામ મંદિરને પણ ઢસડ્યું છે. ભાજપ કાર્યકરો દ્વારા રામ મંદિર નિર્માણ આંદોલનમાં પોતાનું જીવન લગાવી દેવાયું છે અને હવે ચુકાદો કોર્ટમાં અનામત છે. આવા સમયે રાજ્યમાં એક સ્થિર સરકારની જરૂર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે