કપરા સમયમાં Parle-Gએ નિભાવી મોટી સામાજિક જવાબદારી, સાંભળીને થાબડશો પીઠ
દેશમાં વધી રહેલા કોરોના આતંક સામેની લડાઈમાં વડાપ્રધાને દેશભરમાં 14 એપ્રિલ સુધી 21 દિવસ લોકડાઉનની જાહેરાત કરી છે. આ પરિસ્થિતિમાં કંપનીએ પોતાની સામાજિક જવાબદારી નિભાવવાનો નિર્ણય કર્યો છે.
Trending Photos
નવી દિલ્હી : ભારતની જાણીતી બિસ્કિટની બ્રાન્ડ પારલે (Parle) આગામી ત્રણ લોકડાઉનના અઠવાડિયા દરમિયાન ત્રણ કરોડ Parle-G બિસ્કિટના પેકેટ્સનું વિતરણ કરશે. કંપનીએ જણાવ્યું છે કે, સરકારી એજન્સીઓની મદદથી પેકેટ્સનું વિતરણ ભારતમાં કરવામાં આવશે. દેશમાં વધી રહેલા કોરોના આતંક સામેની લડાઈમાં વડાપ્રધાને દેશભરમાં 14 એપ્રિલ સુધી 21 દિવસ લોકડાઉનની જાહેરાત કરી છે. આ પરિસ્થિતિમાં કંપનીએ પોતાની સામાજિક જવાબદારી નિભાવવાનો નિર્ણય કર્યો છે. કંપની સુનિશ્ચિત કરી રહી છે કે તેની પ્રોડક્ટ્સની બજારમાં કમી ના આવે.
કંપનીનું કહેવું છે કે કોરોના વાયરસના સંક્રમણને ફેલાતો રોકવા માટે સરકારી આદેશ અનુસાર તેમના ઉત્પાદન એકમોમાં 50 ટકા કર્મચારીઓ કામ કરી રહ્યા છે. તેઓ તે વાતનું ખાસ ધ્યાન રાખશે કે બજારમાં તેમના બિસ્કિટનો પૂરતો જથ્થો મળી રહે.
પારલે પ્રોડક્ટ્સના ટોચના અધિકારીએ માહિતી આપી છે કે તેઓ ત્રણ કરોડ બિસ્કિટના પેકેટ્સ જરૂરિયાતમંદ લોકોને મફ્તમાં વહેચવાના છે. આગામી ત્રણ અઠવાડિયા સુધી પ્રત્યેક અઠવાડિયામાં એક કરોડ બિસ્કિટ વહેચવામાં આવશે. બિસ્કિટ ઘણા સમય સુધી બગડતા નથી. તેથી આવા સમયમાં લોકો સુધી બિસ્કિટ પહોંચાડવાનો વિચાર સારો રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે