LPG સિલિન્ડરના બુકિંગ પર બમ્પર ઓફર! મળી રહ્યો છે 2700 રૂપિયાનો ફાયદો અને અન્ય લાભ, જલદી કરો

એલપીજીની વધતી જતી મોંઘવારી વચ્ચે તમારા માટે સારા સમાચાર છે. હવે તમે સસ્તામાં એલપીજી સિલિન્ડર મેળવી શકો છો. આ અંતર્ગત, તમને ઘણી વધુ ઓફર અને લાભો મળશે. આ માટે તમારે માત્ર પેટીએમ દ્વારા ગેસ બુક કરાવવો પડશે.

LPG સિલિન્ડરના બુકિંગ પર બમ્પર ઓફર! મળી રહ્યો છે 2700 રૂપિયાનો ફાયદો અને અન્ય લાભ, જલદી કરો

નવી દિલ્હી: LPG Booking Offer: એલપીજીની વધતી જતી મોંઘવારી વચ્ચે તમારા માટે સારા સમાચાર છે. હવે તમે સસ્તામાં એલપીજી સિલિન્ડર મેળવી શકો છો. આ અંતર્ગત, તમને ઘણી વધુ ઓફર અને લાભો મળશે. આ માટે તમારે માત્ર પેટીએમ દ્વારા ગેસ બુક કરાવવો પડશે. તો અમને જણાવી કે તમને કઈ ઓફર મળી રહી છે અને આ ઓફર્સનો લાભ લેવા માટે શું કરવું પડશે.

Paytm થી LPG બુકિંગ પર બમ્પર કેશબેક
આ ખાસ ઓફર હેઠળ, જો તમે Paytm થી LPG સિલિન્ડર બુક કરો છો, તો તમને 2,700 રૂપિયાનો સીધો લાભ મળશે. હકીકતમાં Paytm એ LPG સિલિન્ડર બુકિંગ પર કેશબેક અને અન્ય ઘણા ઈનામોની જાહેરાત કરી છે. Paytm એ 3 Pay 2700 Cashback Offer નામની સ્કીમ શરૂ કરી છે. નવા યુઝર્સ આ ઓફરનો લાભ લઇ શકશે. જેમાં તેમને સતત ત્રણ મહિનાની પ્રથમ બુકિંગ પર 900 રૂપિયા સુધીનું ખાતરીપૂર્વકનું કેશબેક મળશે.

900 રૂપિયા સુધીનું કેશબેક
આ ઓફરમાં નિયમો અને શરતો પણ છે. હકીકતમાં આ કેશબેક ફક્ત તે ગ્રાહકો માટે ઉપલબ્ધ હશે જેમણે પહેલી વખત એલપીજી સિલિન્ડર બુક કરાવ્યા છે. દર મહિને ત્રણ ગેસ સિલિન્ડર બુક કરાવવા પર પ્રથમ બુકિંગ પર તમને 900 રૂપિયા સુધીનું કેશબેક મળશે. આ કેશબેક ત્રણ મહિના માટે મળશે. આ કેશબેક 10 રૂપિયાથી 900 રૂપિયા સુધીની હોઈ શકે છે.

વધુ અન્ય ઓફરો મળશે
આ સિવાય, પેટીએમ દરેક બુકિંગ પર હાલના વપરાશકર્તાઓને નિશ્ચિત પુરસ્કારો અને 5000 સુધીના કેશબેક પોઈન્ટ પણ આપશે જેમાં ટોપ બ્રાન્ડ્સની શાનદાર ડીલ્સ અને ગિફ્ટ વાઉચર્સ માટે રિડીમ કરી શકાય છે. થોડા સમય પહેલા Paytm એ તેની એપમાં એક નવું ફીચર પણ ઉમેર્યું છે. જેમાં યુઝર્સ સિલિન્ડર બુક કરાવ્યા બાદ તેની ડિલિવરીને પણ ટ્રેક કરી શકે છે. આ સિવાય ફોન પર સિલિન્ડર ભરવાનું રિમાઇન્ડર પણ આવશે.

'પેટીએમ પોસ્ટપેડ' પ્લાન
આ '3 Pay 2700 Cashback Offer' તમામ 3 મુખ્ય એલપીજી કંપનીઓ- ઇન્ડેન (Indane), એચપી ગેસ  (HP Gas) અને ભારત ગેસ (Bharat Gas) ના સિલિન્ડર બુકિંગ પર લાગુ છે. ગ્રાહકોની પાસે 'પેટીએમ પોસ્ટપેડ'ના નામથી પ્રખ્યાત 'Paytm Now Pay Later' પ્રોગ્રામમાં રજિસ્ટર કરી સિલિન્ડર બુકિંગનું પેમેન્ટ આગામી મહિને કરવાની તક મળશે.

કેવી રીતે મળશે કેશબેક?
1. આ માટે તમે સૌથી પહેલા Paytm એપ ડાઉનલોડ કરો
2. ત્યારબાદ સિલિન્ડર બુકિંગ પર જાઓ. ત્યાં તમારી ગેસ એજન્સી પસંદ કરો. આમાં, તમે ત્રણ વિકલ્પો જોશો - ભારત ગેસ, ઇન્ડેન ગેસ અને એચપી ગેસ.
3. ત્યારબાદ તમારો રજિસ્ટર્ડ નંબર અથવા LPG ID અથવા ગ્રાહક નંબર દાખલ કરો.
4. આ માહિતી ભર્યા પછી, તમે Proceed નું બટન દબાવીને ચુકવણી કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news