LPG Price Hike: મોંઘવારીની વધુ એક થપાટ, રાંધણ ગેસ સિલિન્ડરના ફરી વધ્યા ભાવ, જાણો લેટેસ્ટ કિંમત
સતત મોંઘવારીનો માર સહન કરી રહેલી જનતા પર વધુ એક મોંઘવારીની થપાટ પડી છે. ગૃહિણીઓના ઘરના બજેટને વધુ ખોરવી નાખે તેવા આ સમાચાર છે. એકવાર ફરીથી રાંધણ ગેસના ભાવમાં વધારો થયો છે. આ ભાવવધારા બાદ હવે ગેસનો ભાવ 1000 રૂપિયાને પાર જતો રહ્યો છે.
Trending Photos
LPG Gas Cylinder Price Hiked: સતત મોંઘવારીનો માર સહન કરી રહેલી જનતા પર વધુ એક મોંઘવારીની થપાટ પડી છે. ગૃહિણીઓના ઘરના બજેટને વધુ ખોરવી નાખે તેવા આ સમાચાર છે. એકવાર ફરીથી રાંધણ ગેસના ભાવમાં વધારો થયો છે. આ ભાવવધારા બાદ હવે ગેસનો ભાવ 1000 રૂપિયાને પાર જતો રહ્યો છે.
ઘરેલુ એલપીજી ગેસમાં આટલો થયો વધારો
ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં 3.50 પૈસાનો વધારો થયો છે. આજે ભાવમાં વધારો થતા હવે ગેસ સિલિન્ડરનો ભાવ 1000ને પાર ગયો છે. સમગ્ર દેશમાં હવે ઘરેલુ એલપીજી સિલિન્ડરનો ભાવ 1000 ઉપર થયો છે. આ સાથે મેટ્રો શહેરોમાં દિલ્હી, મુંબઈમાં 14.2 કિલો રાંધણ ગેસના બાટલાના ભાવ 1003 રૂપિયા, કોલકાતામાં 1029 રૂપિયા તથા ચેન્નાઈમાં 1018.50 રૂપિયા થઈ ગયો છે.
Cooking gas LPG price hiked by Rs 3.50 per cylinder, now costs Rs 1,003 in Delhi: Oil co price notification pic.twitter.com/97fC5ZvBan
— Zee 24 Kalak (@Zee24Kalak) May 19, 2022
કોમર્શિયલ સિલિન્ડર પણ મોંઘો થયો
ઘરેલુ એલપીજી ગેસમાં વધારાની સાથે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં પણ 8 રૂપિયાનો વધારો થયો છે. આજથી 19 કિલોવાળા ગેસ સિલિન્ડરનો ભાવ દિલ્હીમાં 2354 રૂપિયા, કોલકાતામાં 2454 રૂપિયા, મુંબઈમાં 2306 રૂપિયા અને ચેન્નાઈમાં 2507 રૂપિયા હશે.
નોંધનીય છે કે આ અગાઉ 7મી મેના રોજ ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો થયો હતો. ત્યારબાદ ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ 999.50 રૂપિયા સુધી પહોંચી ગયો હતો. આ અગાઉ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 102 રૂપિયાનો વધારો કરાયો હતો. આ વર્ષે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં અનેકવાર વધારો થયો છે. 1 એપ્રિલના રોજ 19 કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 250 રૂપિયાનો વધારો થયો હતો. ત્યારે તેની કિમત 2253 થઈ હતી. તે પહેલા 1 માર્ચના રોજ 105 રૂપિયાનો વધારો થયો હતો. એટલે ગત મહિનાથી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારાનો સિલસિલો સતત ચાલુ છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે