Stock Market: નિફ્ટીએ પહેલીવાર તોડ્યો 18000 નો બેરિયર, સેન્સેક્સ 250 પોઇન્ટ મજબૂત; બેંક-ઓટો શેરમાં તેજી

ઘરેલુ શેર બજારમાં જોરદાર રિકવરી જોવા મળી છે. બજાર નીચા સ્તરથી મજબૂત થયો છે. નિફ્ટીએ આજે પહેલીવાર 18000 નું સ્તર બ્રેક કર્યું છે. ત્યારે સેન્સેક્સમાં પણ 250 પોઈન્ટની શાનદાર તેજી જોવા મળી રહી છે

Stock Market: નિફ્ટીએ પહેલીવાર તોડ્યો 18000 નો બેરિયર, સેન્સેક્સ 250 પોઇન્ટ મજબૂત; બેંક-ઓટો શેરમાં તેજી

Stock Market Update: ઘરેલુ શેર બજારમાં જોરદાર રિકવરી જોવા મળી છે. બજાર નીચા સ્તરથી મજબૂત થયો છે. નિફ્ટીએ આજે પહેલીવાર 18000 નું સ્તર બ્રેક કર્યું છે. ત્યારે સેન્સેક્સમાં પણ 250 પોઈન્ટની શાનદાર તેજી જોવા મળી રહી છે. આ પહેલા સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇન્ડેક્સની શરૂઆત નબળી થઈ હતી. હાલ નિફ્ટીમાં 105 પોઈન્ટની તેજી છે અને તે 17801 ના સ્તર પર જોવા મળી રહ્યો છે. ત્યારે સેન્સેક્સમાં 250 પોઈન્ટની તેજી છે અને તે 60310 ના સ્તર ટ્રેડ કરી રહ્યો છે. આજે કારોબારમાં આઇટી શેરમાં પણ જોરદાર વેચાણ જોવા મળ્યું છે. જો કે, ઓટો, બેંક અને ફાઈનાન્સિયલ શેરોમાં સારી ખરીદી જોવા મળી રહી છે. મેટલ, રિયલ્ટી અને ફાર્મા શેરોમાં પણ ખરીદી જોવા મળી રહી છે. સેન્સેક્સ 30 ના 24 શેરમાં તેજી જોવા મળી રહી છે. TCS, HCLTECH, TECHM, ઇન્પોસિસ, BHARTIARTL અને DRREDDY માં આજે ઘટાડો જોવા મળ્યો છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ખરીદી છે.

ગ્લોબલ સંકેત મિશ્ર
બજાર માટે ગ્લોબલ સંકેત મિશ્ર છે. આજના કારોબારમાં એશિયન બજારોમાં મિક્સ્ડ ટ્રેન્ડ છે. SGX Nifty માં નબળાઈ જોવા મળી રહી છે. તો નિક્કેઈ 225 અને સ્ટ્રેટ ટાઈમ્સ મજબૂતી સાથે કારોબાર કરી રહ્યા છે. ત્યારે આ પહેલા શુક્રવારના અમેરિકન બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકામાં જોબ ડેટા નબળો રહેવાને કારણે બજારના સેન્ટીમેન્ટ પર અસર થઈ. શુક્રવારના Dow Jones લગભગ 9 પોઇન્ટની નબળાઈ સાથે 34,746 ના સ્તર પર બંધ થયો. નેસ્ડેક અને S&P 500 ઇન્ડેક્સમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. યૂએસમાં 10 વર્ષના બોન્ડ યીલ્ડમાં તેજી આવી અને તે 1.5 ટકા પર રહ્યો. વર્ષના અંત સુધી બોન્ડ યીલ્ડમાં વધુ તેજી આવવાના અણસાર જોવા મળી રહ્યા છે. મોંઘવારી અને આગળ વ્યાજ દરોમાં વધારો થવાની આશંકાથી પણ ચિંતા વધી છે.

શુક્રવારના બજારોમાં જોવા મળી તેજી
આ પહેલા શુક્રવારના ઘરેલુ શેર બજારમાં શાનદાર તેજી જોવા મળી હતી. નિફ્ટી 17900 ની નજીક પહોંચ્યું હતું, જ્યારે સેન્સેક્સ પણ 60 હજારને પાર બંધ થયું હતું. સેન્સેક્સમાં 381 પોઇન્ટની તેજી જોવા મળી રહી છે અને તે 60059 ના સ્તર પર બંધ થયો હતો. આઇટી અને પીએસયૂ બેંક શેરોમાં પણ જોરદાર તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 30 ના 15 શેર ગ્રીન સિગ્નલ સાથે બંધ થયા હતા. ટોપ ગેનર્સમાં ઇન્ફોસિસ, TECHM, HCLTECH, TCS, LT,  TATASTEEL અને INDUSINDBK સામેલ રહ્યા.

બજારમાં જોરદાર રિકવરી
શેર બજારમાં જોરદાર રિકવરી જોવા મળી છે. બજાર નીચા સ્તરથી મજબૂત થયો છે. નિફ્ટીએ આજે પહેલીવાર 18000 નું સ્તર બ્રેક કર્યું છે. ત્યારે સેન્સેક્સમાં પણ 250 પોઇન્ટની શાનદાર તેજી જોવા મળી રહી છે. આ પહેલા સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇન્ડેક્સની શરૂઆત નબળાઈ સાથે થઈ હતી. હાલમાં નિફ્ટીમાં 105 પોઇન્ટની તેજી છે અને તે 17801 ના સ્તર પર જોવા મળી રહ્યો છે. ત્યારે સેન્સેક્સમાં 250 પોઇન્ટની તેજી છે અને તે 60310 ના સ્તર આસપાસ ટ્રેડ કરી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news