LIVE : નાણામંત્રી નિર્મલા સીતારમણે રાજ્યસભામાં રજૂ કર્યો આર્થિક સર્વે
દેશની અર્થવ્યવસ્થાના સ્વાસ્થ્યનો ચહેરો તથા પડકારોને દર્શાવનાર આર્થિક સર્વે (Economic Survey) આજે ગુરૂવારે સંસદમાં રજૂ કરવામાં આવ્યો. રાજ્યસભામાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે આ સર્વે રજૂ કર્યો. તમને જણાવી દઇએ કે આ સર્વે મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમએ તૈયાર કર્યો છે.
Trending Photos
નવી દિલ્હી: દેશની અર્થવ્યવસ્થાના સ્વાસ્થ્યનો ચહેરો તથા પડકારોને દર્શાવનાર આર્થિક સર્વે (Economic Survey) આજે ગુરૂવારે સંસદમાં રજૂ કરવામાં આવ્યો. રાજ્યસભામાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે આ સર્વે રજૂ કર્યો. તમને જણાવી દઇએ કે આ સર્વે મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમએ તૈયાર કર્યો છે અને તેમાં દુનિયાની પાંચમી મોટી અર્થવ્યસ્થા બનવાના પડકારને રેખાંકિત કરવાની સંભાવના છે. તેમાં 2024 સુધી દેશની અર્થવ્યવસ્થાનો આકાર બમણા કરતાં વધુ કરીને 5,000 અરબ ડોલર સુધી પહોંચાડવાના વડાપ્રધાન નરેંદ્ર મોદીના લક્ષ્યને પુરો કરવા માટે સુધારાઓની વિસ્તૃત રૂપરેખા રજૂ કરવાની આશા છે.
વાંચો Economic Survey 2019 Live Updates:
Finance Minister Nirmala Sitharaman tables #EconomicSurvey2019 in the Rajya Sabha. pic.twitter.com/B8bh6iwuWN
— ANI (@ANI) July 4, 2019
- નાણામંત્રીએ કહ્યું કે એનબીએફસી સેક્ટરમાં દબાણના ગ્રોથ પર અસર છે. હાલના નાણાકીય વર્ષમાં ઇકોનોમી માટે ઘણા નાણાકીય પડકાર છે. ધીમો ગ્રોથ, GST, કૃષિ યોજનાઓની અસર થશે. નાણાકીય વર્ષ 2021માં 3 નાણાકીય નુકસાનનું લક્ષ્ય રાખ્યો છે. આગામી નાણાકીય વર્ષમાં ગ્રોથ ધીમો રહેવાથી રાજસ્વ પર અસર પડશે.
- નાણામંત્રીએ કહ્યું કે ઓઇલ કિંમતોમાં ઘટાડાથી ખપત વધશે. ગ્લોબલ ટ્રેડ ટેંશનનું એક્સપોર્ટ પર પણ અસર થશે. નિર્મલા સીતારમણે આશા વ્યક્ત કરી કે નાણાકીય વર્ષ 2025 સુધી જીડીપી ગ્રોથ 8 ટકા યથાવત રાખવાની જરૂર છે. સરકારનો 2025 સુધી 5 લાખ કરોડ ડોલરની ઇકોનોમી બનાવવાનો ટાર્ગેટ છે.
- આર્થિક સર્વેમાં કહેવામાં આવ્યું કે વર્ષ 2018થી ગ્રામીણ વિકાસની ગતિ પકડી છે. માંગ વધવાથી અર્થવ્યવસ્થામાં રોકાણમાં તેજી આવશે. ઇકોનોમિક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે પાંચ વર્ષમાં 7.5 ટકાનો સરેરાશ ગ્રોથ નોંધવામાં આવ્યો છે.
- મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમ 1:15 વાગે પ્રેસ કોન્ફ્રેંસ કરશે.
- રાજ્યસભામાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે આર્થિક સર્વે રજૂ કર્યો.
- રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યો આર્થિક સર્વે, મુખ્ય આર્થિક સલાહકારે કર્યો તૈયાર
- મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમે કહ્યું કે અમારી ટીમે ખૂબ સમર્પણની સાથે ખૂબ પ્રયત્નો કર્યા છે. મને આશા છે કે પરિણામ સારા હશે.
Krishnamurthy Subramanian, Chief Economic Adviser (CEA) on Economic Survey: Our team has put in a lot of effort with a lot of dedication, I hope results are good and we are able to contribute to the ideas for the economy. I hope the almighty blesses us. pic.twitter.com/f8V9Il0aS9
— ANI (@ANI) July 4, 2019
- આર્થિક સર્વેક્ષણ પહેલાં રોકાણકારોના સતર્કતા ભરેલું વલણ અપનાવતાં ગુરૂવારે સેંસેક્સ અને નિફ્ટીમાં શરૂઆતી બિઝનેસમાં તેજી જોવા મળી. મુંબઇ શેર બજારના 30 શેરો પર આધારિત સંવેદી ઇન્ડેક્સ શરૂઆતી બિઝનેસમાં 103.37 પોઇન્ટ એટલે કે 0.26 ટકા વધીને 39,942.62 પોઇન્ટ પર પહોંચી ગયો. આ પ્રકારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ શરૂઆતી દૌરમાં 35.40 પોઈન્ટ એટલે કે 0.30 ટકા વધીને 11,952.15 પોઇન્ટ પર પહોંચી ગયો.
- સમીક્ષા બજેટના એક દિવસ પહેલાં આવશે. નાણા મંત્રી નિર્મલા સીતારમણ મોદી સરકારના બીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરશે. મુખ્ય સલાહકારે ટ્વિટર પર લખ્યું, 'મારી અને નવી સરકારની પહેલી આર્થિક સમીક્ષાના સંસદના પટલ પર રાખવાને લઇને ઉત્સાહિત છું.'
- આર્થિક સર્વેમાં નાણાકીય વર્ષ 2019-20માં ગ્રોથ સારો રહેવાની આશા છે. નાણાકીય વર્ષ 2020માં જીડીપી ગ્રોથ 7% રહેવાનો અનુમાન છે. સાથે નવા નાણાકીય વર્ષમાં રોકાણ વધવાની આશા છે. ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઘટાડાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેની અસર આગામી સમયમાં સ્થાનિક બજારમાં જોવા મળશે.
- વર્ષ 2018-19ની આર્થિક સમીક્ષા એવા સમયે રજૂ કરવામાં આવી રહી છે જ્યારે અર્થતંત્ર ઉત્પાદન અને કૃષિ ક્ષેત્રમાં પડકારનો સામનો કરી રહ્યા છે. ગત નાણાકીય વર્ષમાં જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિકમાં આર્થિક વૃદ્ધિ પાંચ વર્ષના ન્યૂનતમ સ્તર 5.8 ટકા પર આવશે.
- આર્થિક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2018થી ગ્રામીણ વિકાસે ગતિ પકડી છે. માંગ વધવાથી અર્થવ્યવસ્થામાં રોકાણમાં તેજી આવશે. ઇકોનોમિક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે ગત પાંચ વર્ષમાં 7.5 ટકાના સરેરાશ GDP ગ્રોથ નોંધાવ્યો છે.
- નાણમંત્રી નિર્મલા સીતારમણે રાજ્યસભામાં આર્થિક સર્વે રજૂ કર્યો છે. આ પહેલો મોકો છે જ્યારે મહિલા નાણા મંત્રીએ આર્થિક સર્વે રજૂ કર્યો છે. 5 જુલાઇએ આજે નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે. નાણા મંત્રીએ કહ્યું કે વર્ષ 2019-20 ઓઇલની કિંમતોમાં ઘટાડો થવાની આશા છે.
- દેશના મુખ્ય આર્થિક સલાહકાર (CEA) કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમે કહ્યું કે અમારી ટીમે પુરી મહેનત સાથે આર્થિક સર્વેક્ષણ પર કામ કર્યું છે. મને આશા છે કે પરિણામ સારા હશે અને ઇકોનોમીને સારી બનાવવા માટેનો આઇડિયા આપશે.
- આ પહેલાં મુખ્ય આર્થિક સલાહકાર કેવી સુબ્રમણ્યમે ટ્વિટ કર્યું. તેમણે પોતાના ટ્વિટમાં લખ્યું, 'પોતાનું પ્રથમ અને નવી સરકારનો પ્રથમ આર્થિક સર્વે સંસદમાં ગુરૂવારે રજૂ કરવાને લઇને એકદમ ઉત્સાહિત છું,' તમને જણાવી દઇએ કે આર્થિક સર્વેક્ષણ રિપોર્ટને બજેટના એક દિવસ પહેલાં સંસદમાં રજૂ કરવામાં આવે છે. આ અર્થવ્યવસ્થા ગત એક વર્ષનો રિપોર્ટ કાર્ડ હોય છે. તેમાં આગામી નાણાકીય વર્ષની નીતિ-નિર્ણયોના સંકેત પણ છુપાયેલા હોય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે