આજથી બદલાઇ જશે આ 5 વસ્તુઓ, તમારી જીંદગી પર પડશે સીધી અસર

ટેક્સપેયર www.incometaxindiaefiling.gov.in પર લોગ ઇન કરીને તે જાણી શકે છે કે તેનું બેંક એકાઉન્ટ પાન સાથે લીંક છે કે નહી. 

આજથી બદલાઇ જશે આ 5 વસ્તુઓ, તમારી જીંદગી પર પડશે સીધી અસર

નવી દિલ્હી: આજે એટલે કે 1 માર્ચથી પાંચ વસ્તુઓ બદલાઇ રહી છે. આ ફેરફારથી તમારા પર પણ અસર પડશે. ઇનકમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા કહેવામાં આવ્યું છે કે રિફંડ બેંક ખાતામાં મોકલી દેવામાં આવશે કારણ કે ઇનકમ ટેક્સ વિભાગ 1 માર્ચ 2019થી કફ્ત ઇ-રિફંડ ઇશ્યૂ કરશે. હવે એલઆઇસી ગ્રાહકો માટે પોતાની પોલિસીને બેંક એકાઉન્ટ સાથે લિંક કરવી જરૂરી રહેશે. એસબીઆઇ બાદ પીએનબીએ 1 માર્ચથી પોતાની હોમ અને કાર લોન સસ્તી કરી દીધી છે. આ ઉપરાંત તમે 1 માર્ચથી ચૂંટણી બોંડ ખરીદી શકશો અને યૂજીસી નેટની અરજી પ્રક્રિયા આજથી શરૂ થઇ રહી છે. 

ઇનકમ ટેક્સ વિભાગ ઇશ્યૂ કરશે ઇ-રિફંડ
ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે કહ્યું કે રિફંડ બેંક એકાઉન્ટમાં મોકલવામાં આવશે કારણ કે વિભાગે 1 માર્ચ 2019થી ફક્ત ઇ-રિફંડ ઇશ્યૂ કરશે. ઇનકમ ટેક્સ વિભાગે સાર્વજનિક ચર્ચા કરીને કહ્યું છે કે પોતાનું રિફંડ સીધુ, સરળ અને સુરક્ષિત રીતે પ્રાપ્ત કરવા માટે બેંક એકાઉન્ટને પોતાના એકાઉન્ટ સાથે PAN સાથે લિંક કરો. જોકે ઇનકમ ટેક્સ વિભાગે આગામી મહિનેથી ફક્ત ઇ-રિફંડ જ ઇશ્યૂ કરશે. આ રિફંડ સીધું ટેક્સપેયરના બેંક એકાઉન્ટમાં મોકલવામાં આવશે. ટેક્સપેયર www.incometaxindiaefiling.gov.in પર લોગ ઇન કરીને તે જાણી શકે છે કે તેનું બેંક એકાઉન્ટ પાન સાથે લીંક છે કે નહી. 

LIC ગ્રાહકો માટે જરૂરી સમાચાર
જો તમારી પાસે પણ એલસાઇસીની પોલિસી છે અને તેમાં મોબાઇલ નંબર અપડેટ નથી તો 1 માર્ચથી તમે મોટી સુવિધાથી વંચિત રહી જશો. LIC એ થોડા સમય પહેલાં પોલિસીને બેંક એકાઉન્ટ સાથે લીંક કરવાની પ્રોસેસ શરૂ કરી છે. તેનાથી પોલિસી મેચ્યોર થતાં ગ્રાહકના પૈસા સીધા ખાતામાં ટ્રાંસફર થઇ જશે. એટલા માટે દરેક ગ્રાહક માટે જરૂરી છે કે તે પોતાની પોલિસીને બેંક એકાઉન્ટ સાથે લિંક કરી દો. બીજું એલઆઇસીએ ગ્રાહકોને એલર્ટ કરવા માટે SMS મોકલી રહી છે. 1 માર્ચથી દરેક ગ્રાહકને ઓટોમેટેડ એસએમએસ દ્વારા પ્રીમિયમ, પોલિસી મેચ્યોરિટી, પોલિસી, હોલ્ડ જેવી સંબંધિત જાણકારી આપવામાં આવશે. જો નંબર રજિસ્ટર્ડ ન હોય તો જલદી રજિસ્ટર કરાવી લો.

PNBની હોમ અને કાર લોન સસ્તી
એસબીઆઇ બાદ પીએનબીની હોમ લોન અને કાર લોન પણ સસ્તી થઇ ગઇ છે. પીએનબી દ્વારા માર્જિનલ ખર્ચ-આધારિત વ્યાજ દર (MCLR) માં 0.10 ટકા પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે. પીએનબી દ્વારા શેર બજારને આપેલી સૂચનામાં કહેવામાં આવ્યું છે કે આ ઘટાડો 1 માર્ચથી લાગૂ થશે. એક વર્ષની લોન પર વ્યાજ દર 8.55 ટકાથી ઘટાડીને 8.45 ટકા કરી દેવામાં આવ્યો છે. તો બીજી તરફ ત્રણ વર્ષના સમયગાળા લોન માટે વ્યાજ દર ઓછા કરી 8.65 ટકા થશે. એક દિવસ/એક મહિનો/ ત્રણ/ છ મહિના માટે એમસીએલઆરને પણ 0.10 ટકા ઓછો કરી ક્રમશ: 8.05 ટકા તથા 8.15 ટકા કરી દેવામાં આવ્યો છે. આધાર દર 9.25 ટકા રહેશે.

ચૂંટણી બોન્ડ ખરીદી શકો
માર્ચમાં ઇલેક્ટ્રોરલ બોન્ડ એટલે કે ચૂંટણી બોન્ડનું વેચાણ શરૂ થઇ જશે. ચૂંટણી બોન્ડનું વેચાણ એસબીઆઇની શાખાઓમાં થશે. એસબીઆઇની જે 29 શાખાઓને આ બોડ્સને ઇશ્યૂ કરવા માટે અધિકૃત કરવામાં આવી છે, તેમાં નવી દિલ્હી, ગાંધીનગર, પટના, ચંદીગઢ, બેગલુરૂ, ભોપાલ, મુંબઇ, જયપુર, લખનઉ, ચેન્નઇ, કલકત્તા અને ગુવાહાટીની શાખાઓ છે. 

યૂજીસી નેટ જૂન 2019નું રજિસ્ટ્રેશન શરૂ
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) જૂનમાં નેટનું આયોજન કરશે. સહાયક પ્રોફેસર અને જેઆરએફ પાત્રતા પરીક્ષા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન 1 માર્ચથી શરૂ થઇ ગયું છે. નેટનું આયોજન 91 સિલેક્ટે શહેરોમાં 84 અલગ-અલગ વિષયો માટે કરવામાં આવશે. જો તમે પણ નેટના ઉમેદવાર છો તો NTA ની ઓફિશિયલ વેબસાઇટ પરથી અરજી કરી શકો છો. પરીક્ષા આયોજન 20, 21, 24, 25, 26, 27 અને 28 જૂન 2019ના રોજ આયોજિત કરવામાં આવશે. રિઝલ્ટ 15 જૂલાઇના રોજ રજૂ થવાની સંભાવના છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news