Fuel Price Update: જાણો પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ ભાવ, ક્યાંક વધ્યા તો ક્યાં ઘટ્યા

Petrol Diesel rates Update: દેશની સરકારી ઓઇલ કંપનીએ આ જે (19 ફેબ્રુઆરી 2024 સોમવાર) સવારે પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel) ના નવા ભાવ જાહેર કરી દીધા છે. જેના અનુસાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર થયો નથી. આંકડા પર નજર કરીએ તો લગભગ 2 વર્ષથી વધુ સમયથી કંપનીઓ તરફથી કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. 

Fuel Price Update: જાણો પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ ભાવ, ક્યાંક વધ્યા તો ક્યાં ઘટ્યા

Petrol Diesel Price: જોકે કેન્દ્ર સરકાર 22 મે 2022 ના રોજ આમ જનતાને મોંઘવારીમાંથી રાહત આપવા માટે કિંમતોમાં સુધારો કરવામાં આવ્યો હતો, જ્યારે કેન્દ્ર સરકારે પેટ્રોલ પર ઉત્પાદન શુલ્કમાં ક્રમશ: 8 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 6 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કર્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે, લોકસભા પહેલાં રાહત મળી શકે છે. 

અહીં વધ્યા ભાવ
ગુડ રિટર્ન વેબસાઈટ પર આપવામાં આવેલા ઈંધણના આજના ભાવો પર નજર કરીએ તો આજે મધ્યપ્રદેશના બેતુલમાં પેટ્રોલ 109.03 રૂપિયાથી વધીને 109.66 રૂપિયા અને ડીઝલ 94.26 રૂપિયાથી વધીને 94.83 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે. જ્યારે રાજસ્થાનના અલવરમાં પેટ્રોલની કિંમત 108.94 રૂપિયાથી વધીને 109.12 રૂપિયા અને ડીઝલની કિંમત 94.11 રૂપિયાથી વધીને 94.28 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. જ્યારે પંજાબના ફિરોઝપુરમાં પેટ્રોલ 98.67 રૂપિયાથી વધીને 98.90 રૂપિયા અને ડીઝલ 88.97 રૂપિયાથી વધીને 89.19 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે.

આ શહેરોમાં ઘટ્યા ભાવ
ઉત્તર પ્રદેશના આઝમગઢમાં પેટ્રોલ 97.66 રૂપિયાથી ઘટીને 97.46 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 90.82 રૂપિયાથી ઘટીને 90.62 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે. એ જ રીતે કેરળના ત્રિવેન્દ્રમમાં પેટ્રોલ 109.73 રૂપિયાથી ઘટીને 109.42 રૂપિયા અને ડીઝલ 98.53 રૂપિયાથી ઘટીને 98.24 રૂપિયા પ્રતિ લિટર થયું છે. જ્યારે છત્તીસગઢના ધમતરીમાં પેટ્રોલ 102.78 રૂપિયાથી ઘટીને 102.68 રૂપિયા અને ડીઝલ 95.76 રૂપિયાથી ઘટીને 95.66 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે.

આ રીતે નક્કી થાય છે ભાવ
ઇન્ડીયન ઓઇલ (Indian Oil), ભારત પેટ્રોલિયમ (Bharat Petroleum) અને હિંદુસ્તાન પેટ્રોલિયમ (Hindustan Petroleum) દરરોજ સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરી નવા ભાવ જાહેર કરે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલરનું કમીશન અને અન્ય વસ્તુઓને ઉમેર્યા બાદ ઓઇલના ભાવ બમણા વધી જાય છે. 

પેટ્રોલના નવા ભાવ કેવી રીતે જાણી શકાય-
તમે તમારા ફોનમાંથી નવીનતમ દર સરળતાથી ચકાસી શકો છો. BPCL ગ્રાહક RSP ડીલર કોડ અને 9223112222 પર મેસેજ મોકલો. તે જ સમયે, ઈન્ડિયન ઓઈલના ગ્રાહકોએ ડીલર કોડ RSP ને 92249 92249 પર SMS કરવાનો રહેશે.

તેવી જ રીતે, HPCL ગ્રાહકો HPPRICE ડીલર કોડને 92222 01122 પર SMS કરી શકે છે. આ સિવાય તમે ઈન્ડિયન ઓઈલ એપ દ્વારા પણ લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news