Kisan Vikas Patraમા ડબલ થઈ જાય છે તમારા પૈસા, રોકાણ પહેલા જાણો જરૂરી વાતો
આ યોજના હેઠળ તમે KVP પ્રમાણપત્ર ખરીદવા માટે ઓછામાં ઓછું 1 હજાર રૂપિયાનું રોકાણ કરી શકો છે.
Trending Photos
નવી દિલ્હીઃ કિસાન વિકાસ પત્ર (KVP) પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી નાની બચત યોજનાઓમાંથી એક છે. એવા રોકાણકાર જે જોખમથી બચવા ઈચ્છે છે તે આ નાની બચત યોજનાઓમાં રોકાણ કરીને પૈસાને ડબલ કરી શકે છે. આ સ્કીમનો દાવો છે કે તેમાં 10 વર્ષ અને 4 મહિના (124 મહિના) રોકાણ કરવા પર તમારા પૈસા ડબલ થઈ જશે.
પરંતુ જેમ નામ સ્પષ્ટ છે કે આ યોજના કિસાનો માટે છે, છતાં પણ તેમાં કોઈપણ રોકાણ કરી શકે છે. આ યોજના હેઠળ તમે KVP પ્રમાણપત્ર ખરીદવા માટે ઓછામાં ઓછું 1 હજાર રૂપિયાનું રોકાણ કરી શકો છે. તેમાં રોકાણ માત્ર એક હજાર રૂપિયાના ગુણાંકમાં થઈ શકે છે અને રોકાણની કોઈ મર્યાદા નથી. એટલે કે તમે ઈચ્છો એટલા પૈસા રોકી શકો છો. 50,000 રૂપિયાથી વધુના કોઈપણ રોકામ માટે તમારે તમારા પાનકાર્ડની માહિતી આપવી પડે છે.
KVPમા રોકાણ પહેલા જાણી લો મહત્વની વાતો
કેવીપી વ્યાજ અને રિટર્નઃ કેવીપી પર મળનાર હાલનું વ્યાજ 6.9 ટકા છે, આ વાર્ષિક ચક્રવૃદ્ધિ છે. જો તમે આ યોજનામાં એક ચોક્કસ રકમનું રોકાણ કરો છો, તો 124 મહિનાના અંતમાં તમારૂ રોકાણ ડબલ થઈ જશે. આવો કિસાન વિકાસ પત્રનો દાવો છે.
એલિજિબિલિટીઃ કોઈપણ ભારતીય નાગરિક જેની ઉંમર 18 વર્ષથી ઉપર છે, આ યોજનામાં રોકાણ કરી શકે છે. આ યોજના માટે કોઈ ઉપરી વયમર્યાદા નથી. આ યોજનામાં સગીર પણ કેવીપી પ્રમાણપત્ર ખરીદી શકે છે. પરંતુ તેનું ખાતુ વયસ્કની પાસે હોવું જોઈએ. માત્ર ભારતમાં રહેતા લોકો કેવીપી પ્રમાણપત્ર ખરીદવા માટે પાત્ર છે. બિન નિવાસી ભારતીયને આ યોજનામાં રોકાણની મંજૂરી નથી.
ઉપાડઃ કોઈ અન્ય લાંબા ગાળાની બચત યોજનાઓની તુલનામાં કેવીપીથી રોકાણકાર સમયની પહેલા ઉપાડ કરી શકે છે. પરંતુ તમે પ્રમાણપત્ર ખરીદવાના એક વર્ષની અંદર ઉપાડ કરો તો તમને વ્યાજ મળશે નહીં અને દંડ પણ આપવો પડશે. જો તમે પ્રમાણપત્ર ખરીદવાના એક વર્ષથી અઢી વર્ષની અંદર ઉપાડ કરો તો કોઈ દંડ ભરવાનો થતો નથી.
ન્યૂનતમ અને મહત્તમ રોકાણ મર્યાદાઃ આ યોજનામાં રોકાણ કરવામાં આવેલી રકમ માટે પ્રમાણપત્ર જારી કરવામાં આવે છે. આ યોજનામાં ઓછામાં ઓછા 1 હજાર રૂપિયાથી રોકાણ કરી શકો છો. 50 હજારથી વધુનો રોકાણ માટે પાનકાર્ડ ફરજીયાત છે. કેવીપી પ્રમાણપત્રમાં રોકાણ પર વ્યાજ નાણા મંત્રાલય દ્વારા નક્કી કરવામાં આવે છે અને તે સીધા બજારના જોખમથી સંબંધિત નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે