ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત કોરોના પોઝિટિવ, થયા હોમ આઈસોલેટ
Trending Photos
નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ (Corona Virus) નું સંક્રમણ સતત ફેલાઈ રહ્યું છે. દિન પ્રતિદિન નવા કેસમાં તોતિંગ વધારો થતો જોવા મળે છે. અનેક મોટી હસ્તીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી ચૂકી છે. વધુ એક નામ ઉમેરાયું છે ગોવાના મુખ્યમંત્રીનું. મુખ્યમંત્રી પ્રમોદ સાવંત (Pramod Sawant) કોરોના વાયરસની ઝપેટમાં આવ્યાં છે. તેમણે પોતે ટ્વિટર પર ટ્વિટ કરીને આ અંગે જાણકારી આપી.
ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે પોતાના અધિકૃત ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું કે, 'હું તમને લોકોને જણાવવામાં માંગુ છું કે હું કોરોના પોઝિટિવ આવ્યો છું. હું asymptomatic (લક્ષણો વગર) છું અને આથી મેં હોમ આઈસોલેશનમાં રહેવાનો નિર્ણય લીધો છે. હું મારા તમામ કામ ઘરેથી કરતો રહીશ. જે લોકો મારા સંપર્કમાં આવ્યાં છે તેમને મારી સલાહ છે કે તેઓ પણ જરૂરી સુરક્ષા વર્તે.'
I wish to inform all that I have been detected COVID19 positive. I am asymptomatic and hence have opted for home isolation. I shall continue to discharge my duties working from home. Those who have come in my close contact are advised to take the necessary precautions.
— Dr. Pramod Sawant (@DrPramodPSawant) September 2, 2020
અત્રે જણાવવાનું કે ગોવામાં અત્યાર સુધીમાં કોરોના વાયરસની મહામારીના 18006 કેસ સામે આવ્યાં છે. જ્યારે આ વાયરસથી જીવ ગુમાવનારાઓની સંખ્યા 194 થઈ ગઈ છે. મંગળવારે કોવિડ 19 સંક્રમણના એક જ દિવસમાં સૌથી વધુ 588 નવા દર્દીઓ નોંધાતા રાજ્યની સ્થિતિ ચિંતાજનક જોવા મળી રહી છે.
આ બાજુ ભારતમાં પણ કોરોના વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 78,357 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કોરોનાના કુલ કેસનો આંકડો 37,69,524 પર પહોંચ્યો છે. જેમાંથી 8,01,282 દર્દીઓ હજુ સારવાર હેઠળ છે અને 29,019,09 લોકો કોરોનાને માત આપીને સાજા થઈ ગયા છે. એક જ દિવસમાં 1045 લોકોના મોત થયા છે. આ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 66,333 થયો છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યાં મુજબ દેશમાં 1 સપ્ટેમ્બર સુધીમાં 4,43,37,201 નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. જેમાંથી 10,12,367 નમૂનાનું ગઈ કાલે પરીક્ષણ કરાયું.
વારંવાર રંગરૂપ બદલી રહ્યો છે કોરોના, ટેન્શનમાં એક્સપર્ટ્સ
ભારતમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. આ બધા વચ્ચે બધાની નજર કોરોના વેક્સિન પર છે. કારણ કે એવું માનવું છે કે વેક્સિન આવતા જ લોકોની જિંદગી પાછી પાટા પર દોડશે. પરંતુ એક નવા સ્ટડીમાં વિશેષજ્ઞોએ આ વાયરસને વારંવાર રંગરૂપ બદલતો જોયો છે. જે ખુબ ચિંતાનો વિષય છે. જો વાયરસ વારંવાર રંગરૂપ બદલતો રહે તો પછી વેક્સિનની અસરમાં પણ ફરક પડશે અને શક્ય છે કે વેક્સિન પણ આ વાયરસના સંક્રમણને રોકી ન શકે.
જર્નલ ઓફ લેબોરેટરી ફિઝિશિનનો આ રિપોર્ટ 1325 જીનોમ, 1604 સ્પાઈક પ્રોટીન અને 279 આંશિક સ્પાઈક પ્રોટીનના વિશ્લેષણ પર આધારિત હતો. આ તપાસ નમૂનાને 1 મે સુધી અમેરિકાના નેશનલ સેન્ટર ફોર બાયોટેક્નોલોજી ઈન્ફોર્મેશન (NCBI)માં રાખવામાં આવ્યાં અને ત્યાં તેના પર રિસર્ચ કરાયું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે