IRCTC લાવ્યું “Heritage Week” ખાસ ટૂર પેકેજ, ગુજરાતના હેરિટેજ વારસાના કરાવાશે દર્શન

આવતા સપ્તાહે હેરિટેજ વિકની શરૂઆત થઈ રહી છે. ગુજરાતમાં હેરિટેજ વારસો સમુદ્ધ છે અને તે લોકો સુધી પહોંચી તે માટે આઈઆરસીટીસીએ એક ખાસ ટૂર શરૂ કરી છે. 
 

 IRCTC લાવ્યું “Heritage Week” ખાસ ટૂર પેકેજ, ગુજરાતના હેરિટેજ વારસાના કરાવાશે દર્શન

નવી દિલ્હીઃ World Heritage Week 2019 (19th Nov’ 19 to 25th Nov’ 19)ના અવસર પર આઈઆરસીટીસી (Indian Railway Catering and Tourism Corporation Limited)એ “Heritage Week” સ્પેશિયલ ટૂર પેકેજ લોન્ચ કર્યું છે. આ ટૂર પેકેજ 3 દિવસ અને ચાર રાતનું છે. આ પેકેજ હેઠળ યાત્રા મુંબઈથી શરૂ થશે. યાત્રાની શરૂઆત 22 નવેમ્બરથી 25 નવેમ્બર 2019 વચ્ચે કરાવવામાં આવશે. આ પેકેજમાં યાત્રીકોને ગુજરાતની સંસ્કૃતિ અને હેરિટેજ વિશે જાણવાની તક મશશે. 

ગુજરાતમાં આ સ્થળે ફેરવવામાં આવશે
આ ટૂર પેકેજ હેઠળ યાત્રીકોને UNESCOની વર્લ્ડ હેરિટેજ સાઇટ રાણીની વાવ (Rani ki Vav), મોઢેરાનું સૂર્ય મંદિર, અમદાવાદ શહેરના હેરિટેજ સ્થળો, ચાંપાનેર-પાવાગઢ આર્કોલોજીકલ પાર્ક (Champaner-Pavagadh Archaeological Park) અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સામેલ છે. 

આટલું છે ભાડુ
આ સ્પેશિયલ ટૂર પેકેજ માટે તમારે 6449 રૂપિયાનો ખર્ચ કરવો પડશે. આ ટૂર પેકેજ હેઠળ યાત્રીકોને ટ્રેનમાં સ્લીપર ક્લાસમાં યાત્રા કરાવવામાં આવશે. તો રસ્તામાં નોન એસી હોટેલમાં રહેવાની સુવિધા આપવામાં આવશે. 

ટૂર પેકેજમાં મળશે આ સુવિધાઓ
યાત્રીકોને ટૂર દરમિયાન સવારે ચાર, નાશ્તો, બપોરે જમવાનું અને રાત્રે જમવાનું આપવામાં આવશે. રસ્તામાં સાઇટ સીન અને અન્ય ખર્ચ ભાડા સાથે જોડાયેલા છે. વધુ જાણકારી માટે તમે  IRCTCની વેબસાઇટ પરથી માહિતી મેળવી શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news