આકાશી આફત સાથે મોંઘવારીનો માર.. ઘરનું બજેટ ડામાડોળ, વરસાદના કારણે શાકભાજીના ભાવ સાતમા આસમાને

Vegetable Price: છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ થઈ રહ્યો છે જેના કારણે હવે જનજીવન પર અસર થવા લાગી છે. વરસાદની અસર હવે સામાન્ય માણસના ખિસ્સા પર જોવા મળી રહી છે. કારણ કે વરસાદના કારણે ફળ અને શાકભાજીના ભાવ સાતમા આસમાને પહોંચ્યા છે. વરસાદના કારણે ટમેટાના ભાવ પહેલાથી જ વધી ચુક્યા છે તેવામાં હવે અન્ય શાકભાજી અને ફળના ભાવ પણ ત્રણ આંકડામાં બોલાઈ રહ્યા છે.  

આકાશી આફત સાથે મોંઘવારીનો માર.. ઘરનું બજેટ ડામાડોળ, વરસાદના કારણે શાકભાજીના ભાવ સાતમા આસમાને

Vegetable Price: દેશના મોટા ભાગના રાજ્યોમાં છેલ્લા 10 દિવસથી સતત વરસાદ થઈ રહ્યો છે જેના કારણે હવે જનજીવન પર અસર થવા લાગી છે. વરસાદની અસર હવે સામાન્ય માણસના ખિસ્સા પર જોવા મળી રહી છે. કારણ કે વરસાદના કારણે ફળ અને શાકભાજીના ભાવ સાતમા આસમાને પહોંચ્યા છે. વરસાદના કારણે ટમેટાના ભાવ પહેલાથી જ વધી ચુક્યા છે તેવામાં હવે અન્ય શાકભાજી અને ફળના ભાવ પણ ત્રણ આંકડામાં બોલાઈ રહ્યા છે.   

આ પણ વાંચો:

દેશના વિવિધ રાજ્યોમાં ભારે વરસાદના કારણે શાકભાજીના ભાવમાં લગભગ 30 થી 40 ટકાનો વધારો જોવા મળ્યો છે. ટમેટાના છૂટક ભાવ 150 પ્રતિ કિલો પહોંચી ગયા છે. સાથે જ  કેટલાક રાજ્યોમાં બટેટાના ભાવ પણ 60 રૂપિયા પ્રતિ કિલો થયા છે. આ સિવાય મરચાં, ભીંડા સહિતના શાક પણ 100 રૂપિયા આસપાસ બોલાઈ રહ્યા છે. આદુના ભાવ પણ ત્રણ આંકડામાં પહોંચ્યા છે. 

નિષ્ણાંતોનું કહેવું છે કે જો આગામી એક સપ્તાહ સુધી આ રીતે જ વરસાદ ચાલુ રહેશે તો શાકભાજી અને ફળોના ભાવમાં હજુ પણ વધારો થશે. પરંતુ જો વરસાદ ઓછો થાય તો થોડા અઠવાડિયામાં ભાવમાં ઘટાડો થવા લાગશે. જ્યાં સુધી ટમેટાના ભાવની વાત છે તો આ મહિનાના અંત સુધીમાં ભાવ ફરીથી સામાન્ય થઈ શકે છે. 
 
ટમેટાના ભાવમાં વધારો થવાનું મુખ્ય કારણ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડનો ભારે વરસાદ છે. ભારે વરસાદના કારણે ટમેટાની સપ્લાય બાધિત થઈ છે જેના કારણે ભાવમાં વધારો થયો છે. જો કે હજુ પણ આ રાજ્યોમાં ભારે વરસાદ યથાવત છે તેથી ટમેટાના ભાવ સામાન્ય થતાં હજુ થોડો સમય લાગશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news