શિવાજી મહારાજ પર અભદ્ર ટિપ્પણી કરીને પાટીદાર યુવક ભેરવાયો, બાદમાં માંગવી પડી માફી

Vadodara News : વડોદરાની ઘટના.. છત્રપતિ શિવાજી મહારાજ વિશેની અભદ્ર ટિપ્પણી કરનાર 18 વર્ષીય યુવકની ધરપકડ... બાદમાં માફી માંગી 

શિવાજી મહારાજ પર અભદ્ર ટિપ્પણી કરીને પાટીદાર યુવક ભેરવાયો, બાદમાં માંગવી પડી માફી

Chhatrapati Shivaji Maharaj વડોદરા : જેમ ગુજરાતમાં ગાંધી છે, તે મહારાષ્ટ્રમાં શિવાજી મહારાજ છે. મહારાષ્ટ્રમાં શિવાજી મહારાજ ભગવાનની જેમ પૂજાય છે. ત્યારે વડોદરાના એક યુવકને છત્રપતિ શિવાજી મહારાજ વિશે ટિપ્પણી કરવી ભારે પડી હતી. વડોદરાના વિદ્યાર્થીએ છત્રપતિ શિવાજી મહારાજ પર ટિપ્પણી કરી હતી. એક મિત્ર સાથે થયેલી ચર્ચા બાદ તેણે શિવાજી મહારાજ પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. 

બન્યું એમ હતું કે, વડોદરાના ખંડેરાવ માર્કેટ વિસ્તારમાંર હેતા દિપક પાલકરે તાલુકા પોલી સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. દીપક પાલકરે આરોપ લગાવ્યો કે, આરોપી યુવકે જાહેરમાં છત્રપતિ શિવાજી મહારાજ માટે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો, જેનાથી હિન્દુ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચી છે. આર્યને જાહેરમાં શિવાજી મહારાજ વિશે અભદ્ર ભાષા બોલતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી હિન્દુ ધર્મની લાગણી દુભાય તેવું કૃત્ય કર્યું હતું. આ વીડિયો મારી પાસે આવ્યો  હતો.

આ બાદ પોલીસે આર્યન પટેલ નામની યુવકની ધરપકડ કરી હતી. 18 વર્ષીય યુવક બીબીએમાં અભ્યાસ કરે છે. આર્યન પટેલે તેના મિત્ર સાથે બેસીને મજાક મસ્તીમાં આ વીડિયો બનાવ્યો હતો. 

ફરિયાદીએ કહ્યું કે, તેને વોટ્સએપ પર આ વીડિયો મળ્યો હતો. જેમા યુવક સૌની સામે શિવાજી મહારાજ માટે અભદ્ર ભાષાનો પ્રયોગ કરી રહ્યો છે. આરોપીની વિરુદ્ધ ભારતીય દંડ સંહિત 153(એ) અને 294 બી અંતર્ગત ફરિયાદ દાખલ કરાઈ હતી. 

ધરપકડ બાદ આર્યન પટેલે માફી માંગી હતી. તેણે વીડિયો બનાવીને કહ્યું કે, આ ટિપ્પણી કરવા પાછળ તેનો કોઈ ખરાબ હેતુ ન હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news