આર્થિક મોરચા પર સપ્ટેમ્બરમાં પણ ઝટકો, કોર સેક્ટરના વિકાસમાં 5.2 ટકાનો ઘટાડો

કેન્દ્ર સરકારને આર્થિક મોરચા પર સપ્ટેમ્બરમાં પણ ઝટકો લાગ્યો છે. આઠ મુખ્ય સેક્ટરના ઉત્પાદન દરમાં 5.2 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. 

આર્થિક મોરચા પર સપ્ટેમ્બરમાં પણ ઝટકો, કોર સેક્ટરના વિકાસમાં 5.2 ટકાનો ઘટાડો

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારને આર્થિક મોરચા પર સપ્ટેમ્બરમાં પણ ઝટકો લાગ્યો છે. આઠ કોચ સેક્ટરના ઉત્પાદન દરમાં 5.2 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. મુખ્ય ક્ષેત્રના આઠ ઉદ્યોગોમાથી 7ના ઉત્પાદનમાં ઘટાડો થયો છે. સૌથી વધુ કોલ માઇનિંગમાં ઘટાડો નોંધાયો છે. 

ગુરૂવારે જાહેર થયેલા આંકડા પ્રમાણે સપ્ટેમ્બર 2018મા મુખ્ય ઉદ્યોગોનું ઉત્પાદન 4.3 ટકા વધ્યું હતું. આ વર્ષે સપ્ટેમ્બર 2019મા આ સૂચકઆંક 120.3 પર પહોંચી ગયો છે, જે સપ્ટેમ્બર 2018ની તુલનામાં 5.2 ટકા ઓછો છે. 

ઉત્પાદન ઘટવાથી વિકાસ પર અસર
આંકડા અનુસાર સમીક્ષા મહિના હેઠળ કોલસા, કાચુ તેલ, પ્રાકૃતિક ગેસ, રિફાઇનરી ઉત્પાદન, સીમેન્ટ, સ્ટીલ અને બિજળી ક્ષેત્રનું ઉત્પાદન ઘટ્યું છે.  જ્યાકે આ દરમિયાન ખાતર ક્ષેત્રનું ઉત્પાદન 5.4 ટકા વધ્યું છે. ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલથી સપ્ટેમ્બરના સમયગાળામાં પાયાના ઉદ્યોગોનો વૃદ્ધિ દર ઘટીને 1.3 ટકા રહી ગયો હતો. તેના પાછલા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં તે 5.5 ટકા રહ્યો હતો. પાછલા મહિને ઓગસ્ટમાં 8 કોસ સેક્ટરના વિકાસમાં 0.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો. હકીકતમાં, તમામ પ્રયત્નો છતાં ઉદ્યોગોના વૃદ્ધિ દરમાં ગતિ પકડી શકાય નથી. 

આઠ મુખ્ય ઉદ્યોગમાં કોલસા, ક્રૂડ, ઓયલ, નેચરલ ગેસ, રિફાઇનરી પ્રોડક્ટ્સ, ફર્ટિલાઇઝર્સ, સ્ટીલ, સિમેન્ટ અને ઇલેક્ટ્રિસિટી આવે છે. તેનું ભારતના કુલ ઈન્ડસ્ટ્રિયલ આઉટપુટ (ઔદ્યોગિત ઉત્પાદન)માં આશરે 40 ટકાની ભાગીદારી હોય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news