બાબરા : કપડા ધોવા આવેલી બે સગી બહેનો સહિત 3નાં ડુબી જવાથી મોત

બાબરામાં આવેલા બ્રહ્મકુંડ પાછળ એક પરિવારની બે સગી બહેનો કાકાની દીકરી સાથે કપડા ધોવા માટે આવી હતી

બાબરા : કપડા ધોવા આવેલી બે સગી બહેનો સહિત 3નાં ડુબી જવાથી મોત

બાબરા : બાબરામાં આવેલા બ્રહ્મકુંડ પાછળ એક પરિવારની બે સગી બહેનો કાકાની દીકરી સાથે કપડા ધોવા માટે આવી હતી. જો કે કપડા ધોવાઇ ગયા બાદ આ ત્રણેય બહેનો કુંડવા નહાવા માટે પડી હતી. જો તે તરતા નહી આવડતું હોવા છતા નાવા પડતા ત્રણેયનાં મોત નિપજ્યા હતા. એક જ પરિવારમાં ત્રણ મોત થતા સમગ્ર પરિવારમાં શોકસંતપ્ત બન્યો છે. ઉપરાંત ગામમાં ગમગીનીનો માહોલ છવાયો છે. 

વિજ નિગમના કર્મચારીઓએ સરકાર સામે બાંયો ચડાવી, માંગ નહી સંતોષાય તો હડતાળની ચિમકી
બાબરાના બ્રહ્મકુંડમાં મુસ્લિમ પરિવારની બે સગી બહેનો અને એક કાકાની દીકરી બહેન કપડા ધોવા માટે આવી હતી. એક બહેનને કપડા ધોવાના હોઇ અન્ય બે બહેનો સાથે આવી હતી. જો કે કપડા ધોવાઇ ગયા બાદ ત્રણેય કુંડમાં ન્હાવા પડી હતી. જો કે તરવાનું નહી આવડતું હોવાનાં કારણે ત્રણેયનાં ડુબી જવાથી મોત નિપજ્યા હતા. ઘટના અંગે સ્થાનિક લોકોને જાણ થતા દોડી ગયા હતા. ત્રણેયનાં દેહ બહાર કાઢીને પોલીસને જાણ કરવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ ચાલુ કરી છે. હાલ તો ત્રણેયના મૃતદેહ પીએમ અર્થે બાબરા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news