આ વખતે તમને મળવાનું છે બમ્પર ઇન્ક્રીમેન્ટ, જાણો કયા સેક્ટરમાં વધશે સૌથી વધુ સેલરી

Annual Salary Hike: એશિયા-પેસિફિક ક્ષેત્રમાં આ વર્ષે ભારતીયોના પગારમાં સૌથી વધુ વધારો જોવા મળશે. ભારતની નજીક પણ કોઈ નથી. આ યાદીમાં વિયેતનામ બીજા સ્થાને અને ઈન્ડોનેશિયા ત્રીજા સ્થાને છે.

આ વખતે તમને મળવાનું છે બમ્પર ઇન્ક્રીમેન્ટ, જાણો કયા સેક્ટરમાં વધશે સૌથી વધુ સેલરી

Annual Increment: વિશ્વ મંદીના ભયમાં જીવી રહ્યું છે જ્યારે ભારતનું અર્થતંત્ર તેજીમાં છે. વિશ્વ બેંક સહિત અનેક એજન્સીઓનું કહેવું છે કે આ વખતે પણ ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની રહેશે. જેનો ફાયદો નોકરિયાતોને થવાનો છે. કોર્ન ફેરીના ઈન્ડિયા કોમ્પેન્સેશન સર્વે મુજબ, ભારતીયોને આ વર્ષે એશિયા-પેસિફિકમાં સૌથી વધુ પગાર વધારો મળવાની અપેક્ષા છે. સર્વે અનુસાર આ વખતે ભારતીય કંપનીઓ સરેરાશ 9.7 ટકાનો પગાર વધારો આપી શકે છે જે ગત વખતે 9.5 ટકા હતો. કંપનીઓ તેમના પ્રતિભાશાળી કર્મચારીઓને જાળવી રાખવા માંગે છે અને તેથી જ તેઓ ગયા વખત કરતાં વધુ પગાર વધારો આપવાની તૈયારી કરી રહી છે.

એશિયા-પેસિફિકમાં ભારતની નજીક પણ કોઈ નથી. આ વખતે વિયેતનામમાં સરેરાશ પગાર વધારો 6.7 ટકા રહેવાની ધારણા છે. ઈન્ડોનેશિયામાં આ વર્ષે સરેરાશ પગાર વધારો 6.5 ટકા રહેવાની ધારણા છે. આ વર્ષે જાપાનમાં કર્મચારીઓને સૌથી ઓછો 2.5 ટકાનો પગાર વધારો મળવાની ધારણા છે. કોર્ન ફેરીના પ્રાદેશિક મેનેજિંગ ડિરેક્ટર નવનીત સિંહે જણાવ્યું હતું કે વૈશ્વિક અર્થતંત્રમાં ભારત એક ચમકતો સિતારો છે. વૈશ્વિક મંદી વચ્ચે ભારતના જીડીપીની વૃદ્ધિ મોટા દેશોમાં સૌથી વધુ રહેવાની ધારણા છે. ભારતીય કંપનીઓ સતત વિકાસ કરી રહી છે અને નિર્ણાયક પ્રતિભાની અછત યથાવત છે.

કયા સેક્ટરમાં થશે સૌથી વધુ વધારો 
706 કંપનીઓ વચ્ચે હાથ ધરાયેલા સર્વે મુજબ, ફાયનાન્સિયલ સર્વિસિસ, ગ્લોબલ કૈપેબિલિટી સેન્ટર એન્ડ પ્રોડક્ટ કંપની, કેમિકલ, ઈન્ડસ્ટ્રીયલ ગુડ્સ અને રિટેલ ઈન્ડસ્ટ્રીઝમાં વર્ષ 2024માં સૌથી વધુ 10 ટકાનો પગાર વધારો અપેક્ષિત છે. ઓટોમોટિવ સેક્ટરમાં 9.7 ટકા, કન્સ્ટ્રક્શન અને બિલ્ડિંગ મટિરિયલ્સમાં 9.6 ટકા, લાઇફ સાયન્સ અને હેલ્થ કેરમાં 9.5 ટકા, ઓઇલ એન્ડ ગેસમાં 9.5 ટકા, કન્ઝ્યુમર ગુડ્સમાં 8.7 ટકા અને IT સર્વિસિસ સેક્ટરમાં 7.8 ટકા પગાર વધારો થવાનો અંદાજ છે. કંપનીઓ પ્રતિભાશાળી કર્મચારીઓને ઉચ્ચ પગાર વધારો આપીને જાળવી રાખવા માંગે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news