Indian Railways: ટ્રેન ટિકિટ બુક કરતી વખતે કેવી રીતે મળી શકે કન્ફર્મ લોઅર બર્થ? IRCTC એ જણાવ્યો નિયમ
Indian Railways: ટ્રેનમાં મુસાફરી કરનારા મુસાફરો માટે મહત્વના સમાચાર છે. ટ્રેનમાં મુસાફરી કરવામાં ટિકિટ અને બર્થને લઈને મોટાભાગે સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. જો તમે પણ મુસાફરી દરમિયાન લોઅર બર્થ ઈચ્છતા હોવ તો તમારા માટે આ સમાચાર ખુબ કામના છે.
Trending Photos
Indian Railways: ટ્રેનમાં મુસાફરી કરનારા મુસાફરો માટે મહત્વના સમાચાર છે. ટ્રેનમાં મુસાફરી કરવામાં ટિકિટ અને બર્થને લઈને મોટાભાગે સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. જો તમે પણ મુસાફરી દરમિયાન લોઅર બર્થ ઈચ્છતા હોવ તો તમારા માટે આ સમાચાર ખુબ કામના છે. વાત જાણે એમ છે કે ઈન્ડિયન રેલવે તરફથી ટ્રેનોમાં મુસાફરી દરમિયાન સિનિયર સિટિઝન્સને લોઅર બર્થને લઈને પ્રાથમિકતા અપાતી હોય છે. પરંતુ અનેકવાર એવું બને છે કે જ્યારે ટિકિટ બુકિંગ દરમિયાન સીનિયર સિટિઝન માટે આગ્રહ કરવા છતાં લોઅર બર્થ મળતું નથી. તેનાથી મુસાફરી કરવામાં મુશ્કેલી ઊભી થાય છે. પરંતુ હવે તમારે લોઅર બર્થ માટે પરેશાન થવાની જરૂર નથી. આઈઆરસીટીસીએ જણાવ્યું છે કે તમને કેવી રીતે કન્ફર્મ બર્થ મળી શકે?
વાત જાણે એમ છે કે ટ્વિટર પર એક મુસાફરે ભારતીય રેલવેને સવાલ પૂછ્યો કે આવું કેમ? આ બરાબર થવું જોઈએ. મુસાફરે રેલવે મંત્રી અશ્વિન વૈષ્ણવને ટેગ કરતા લખ્યું કે સીટ ફાળવણી માટે શું તર્ક છે, મે 3 સિનિયર સિટિઝન્સ માટે લોઅર બર્થ પ્રેફરન્સ સાથે ટિકિટ બૂક કરી હતી ત્યારે 102 બર્થ ઉપલબ્ધ હતા, આમ છતાં તેમને મિડલ બર્થ, અપર બર્થ અને સાઈડ લોઅર બર્થ અપાયા. તમારે તેને સુધારવું જોઈએ. જેના પર રેલવેએ ટ્વીટ કરીને જવાબ પણ આપ્યો.
IRCTC એ આપ્યો આ જવાબ
IRCTC એ ટ્વિટર પર આ સવાલનો જવાબ આપ્યો છે. IRCTC એ જવાબમાં લખ્યું કે મહોદય, લોઅર બર્થ/સિનિયર સિટિઝન કોટા બર્થ ફક્ત 60 વર્ષ અને તેનાથી વધુ ઉંમર, 45 વર્ષ અને તેનાથી વધુ ઉંમરની મહિલાઓ માટે નિર્ધારિત નીચલા બર્થ છે. જ્યારે તેઓ એકલા કે બે મુસાફરો (એક ટિકિટ પર મુસાફરી કરનારા માપદંડો હેઠળ) મુસાફરી કરે છે. IRCTC એ વધુમાં કહ્યું કે જો બે કે વધુ સિનિયર સિટિઝન્સ કે એક વરિષ્ઠ નાગરિક હોય અને અન્ય નાગરિક સિનિયર સિટિઝન ન હોય તો સિસ્ટમ તેના પર વિચાર કરશે નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે