Indian Railways: સસ્તામાં માણો રેલવેમાં મુસાફરીની મજા, આટલું નક્કી થયું AC ક્લાસનું ભાડું
દેશના લોકો હવે સસ્તા ભાવે એસી ક્લાસ કોચમાં રેલવેની મજા માણી શકશે. ભારતીય રેલવે (Indian Railways) એ AC3 ઇકોનોમી કલાસ (AC 3 Economy Class) નું ભાડુ નક્કી કરી દીધું છે.
Trending Photos
નવી દિલ્હી: દેશના લોકો હવે સસ્તા ભાવે એસી ક્લાસ કોચમાં રેલવેની મજા માણી શકશે. ભારતીય રેલવે (Indian Railways) એ AC3 ઇકોનોમી કલાસ (AC 3 Economy Class) નું ભાડુ નક્કી કરી દીધું છે. લોકોની આ સેવા માટે આકર્ષિત કરવા તેનું ભાડું (AC 3 Economy Class Fare) AC3 ડબ્બા કરતાં ઓછું રાખવામાં આવ્યું છે.
AC3 ક્લાસથી ઓછું હશે ભાડું
સરકારે તાજેતરમાં AC3 ઇકોનોમી ક્લાસના ભાડાની જાહેરાત કરી નથી. પરંતુ સૂત્રોનું કહેવું છે કે તેનું ભાડું AC3 ક્લાસના ભાડા કરતાં 8 ટકા ઓછું હશે. જેથી સ્લીપર ક્લાસમાં યાત્રા કરનાર લોકો આ નવી શ્રેણીના કોચની તરફ આકર્ષિત થઇ શકશે.
800 કોચ તૈયાર કરવાની યોજના
જાણકારી અનુસાર પંજાબની કપૂરથલા રેલ કોચ ફેક્ટરીમાં AC3 ઇકોનોમી ક્લાસ (AC 3 Economy Class) ના 50 કોચ તૈયાર કરવામાં આવ્યા છે. આ કોચ દેશભરમાં અલગ-અલગ રેલવે ઝોનમાં મોકલવામાં આવ્યા છે. રેલવેની યોજના આ વર્ષે એવા 800 કોચ તૈયાર કરવાની છે. તેમાંથી 300 કોચ ઇંટિગ્રલ કોચ ફેક્ટરી ચેન્નઇ, 285 કોચ મોર્ડન કોચ ફેક્ટરી રાયબરેલી અને 117 રેલ કોચ ફેક્ટરી કપૂરથલામાં તૈયાર કરવામાં આવશે.
કોચમાં વધારવામાં આવી બર્થની સંખ્યા
AC3 અને સ્લીપ કોચમાં 72 બર્થ હોય છે પરંતુ AC3 ઇકોનોમી (AC 3 Economy Class) માં જગ્યાને એડજસ્ટ કરીને 83 બર્થ લગાવવામાં આવી છે. તેના માટે સાઇડમાં ઉપલબબ્ધ રહેનાર 2 બર્થને 3 બર્થમાં ફેરવવામાં આવ્યા છે. તેનો સીધોફાયદો એ થયો છે કે AC3 ઇકોનોમી ક્લાસમાં બર્થની સંખ્યા 15 ટકા વધુ વધી ગઇ છે. જેથી રેલવેને મોટો ફાયદો થશે. રેલવેએ પોતાના ભાવમાં ઘટાડો કરીને તેનો સીધો ફાયદો મુસાફરોને પરત આપવા માંગે છે.
સ્લીપર ક્લાસના કોચ ઓછા હશે
સૂત્રોના અનુસાર AC3 કોચને છોડીને બાકી તમામ કોચમાં રેલવેને દર વર્ષે 20-25 ટકા સુધી નુકસાન વેઠવું પડે છે. એટલા માટે રેલવે ધીમે ધીમે AC3 કોચમાં સુધારો કરીને ટિકીટના ભાવમાં ઘટાડો કરીને તેને લોકપ્રિય બનાવવા માંગે છે. જેથી સ્લીપર ક્લાસમાં મુસાફરી કરનાર લોકો થોડો વધુ ખર્ચ કરીને AC3 ઇકોનોમી ક્લાસ (AC 3 Economy Class) માં મુસાફરી કરી શકે. સરકારની યોજના ધીમે ધીમે ટ્રેનો વડે સ્લીપર ક્લાસ કોચ ઓછા કરવાના લીધે AC 3 ઇકોનોમી ક્લાસના કોચને વધારવાની છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે