Indian Railways: ટ્રેનમાં ભૂલેચૂકે આ 4 વસ્તુઓ સાથે ન રાખવી, નહીં તો પહોંચી જશો સીધા જેલમાં!
Indian Railways Interesting Facts: ટ્રેનની મુસાફરી દરમિયાન આપણે ઘણો સામાન પણ સાથે લઈ જતા હોઈએ છીએ. બસ અને ફ્લાઈટની સરખામણીમાં ટ્રેનથી વધુ સામાન જતો હોય છે. જો કે જો એક મર્યાદા કરતા વધુ સામાન લઈ જઈએ તો ટ્રેનમાં પણ દંડ ભરવો પડી શકે છે. રેલવેમાં મુસાફરી દરમિયાન 3 ચીજો લઈ જવા પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ છે. જો ચેકિંગ દરમિયાન ટીટીઈને તેની ખબર પડી તો સીધા જેલમાં જવું પડી શકે છે અને ભારે ભારખમ દંડ ચૂકવવાનો તો અલગથી.
Trending Photos
Indian Railways Interesting Facts: ટ્રેનની મુસાફરી દરમિયાન આપણે ઘણો સામાન પણ સાથે લઈ જતા હોઈએ છીએ. બસ અને ફ્લાઈટની સરખામણીમાં ટ્રેનથી વધુ સામાન જતો હોય છે. જો કે જો એક મર્યાદા કરતા વધુ સામાન લઈ જઈએ તો ટ્રેનમાં પણ દંડ ભરવો પડી શકે છે. રેલવેમાં મુસાફરી દરમિયાન 3 ચીજો લઈ જવા પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ છે. જો ચેકિંગ દરમિયાન ટીટીઈને તેની ખબર પડી તો સીધા જેલમાં જવું પડી શકે છે અને ભારે ભારખમ દંડ ચૂકવવાનો તો અલગથી. આવો જાણીએ એવી કઈ વસ્તુઓ છે જે ટ્રેનમાં ક્યારેય સાથે રાખવી જોઈએ નહીં.
એસિડ
ટ્રેનમાં એસિડની બોટલ લઈ જવા પર પ્રતિબંધ છે. જો કોઈ મુસાફર યાત્રા દરમિયાન એસિડ સાથે પકડાય તો તેને રેલવે એક્ટની કલમ 164 હેઠળ તરત ધરપકડ કરવામાં આવી શકે છે. આ કલમ હેઠળ એસિડ સાથે રાખનારા પર એક હજાર રૂપિયાનો દંડ કે 3 વર્ષની કેદ પણ થઈ શકે છે. આથી હંમેશા કોશિશ એવી કરવી જોઈએ કે ટ્રેનમાં ભૂલેચૂકે આવી ભૂલ ન કરવી જોઈએ.
ચૂલો કે ગેસ સિલિન્ડર (Stove or Gas Cylinder)
બીજી જગ્યાઓ પર રહીને કામ કરતા લોકો હંમેશા ઘર વાપસી દરમિયાન પોતાનો ચૂલો અને સિલિન્ડર પણ સાથે લઈ જતા હોય છે. રેલવે એક્ટ હેઠળ ટ્રેનમાં ગેસ સિલિન્ડર અને સ્ટવ લઈ જવું ગેરકાયદેસર છે. જો કોઈે એવું લાગે કે તેના માટે આમ કરવું મજબૂરી છે તો રેલવે પાસેથી અગાઉથી મંજૂરી મેળવીને તેઓ ફક્ત ખાલી સિલિન્ડર લઈને જઈ શકે છે. જો સિલિન્ડર ભરેલું નીકળે તો જેલ અને કડક દંડ પણ ભોગવવો પડી શકે છે.
ફટાકડા(Crackers)
ટ્રેનોમાં ફટાકડા લઈને જવા પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ છે. ફટાકડાના વિસ્ફોટથી ટ્રેનમાં આગ લાગી શકે છે અને જાનહાનિ થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ ટ્રેનમાં ફટાકડા લઈને જતો મળી આવે તો તેના પર કડક કાર્યવાહી થઈ શકે છે. તેને ભારે દંડની સાથે સાથે જેલભેગા પણ થવું પડી શકે છે. આથી તમે આવી ભૂલ બિલકુલ ન કરતા અને ફટાકડા ટ્રેનમાં ન લઈ જતા.
હથિયારો (Weapons)
તમે ટ્રેનમાં લાઈસન્સી હથિયારોને બાદ કરતા તલવાર, ચાકૂ, ભાલા, દેશી તમંચો, રાઈફલ કે અન્ય કોઈ પણ ઘાતક હથિયાર સાથે રાખી શકો નહીં. જો રાખ્યા તો તમારા વિરુદ્ધ આમ કરવા બદલ રેલવે એક્ટ અને આર્મ્સ એક્ટ હેઠળ કેસ દાખલ કરીને તરત જ કાર્યવાહી શરૂ થઈ શકે છે. આવામાં હથિયારો ટ્રેનમાં સાથે લઈને ન જવા એમાં જ તમારું હિત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે