Shukra Gochar 2023: નવા વર્ષમાં આ 3 રાશિઓને ચાંદી જ ચાંદી, શુક્ર ગોચરથી થશે ધનલાભ

Malavya Rajyog: 15 ફેબ્રુઆરી 2023 ના રોજ શુક્ર ગ્રહ પોતાની ઉચ્ચ રાશિ મીનમાં ગોચર (Venus Transit) કરશે, જેની સીધી અસર 12 રાશિઓ પર થશે.

Shukra Gochar 2023: નવા વર્ષમાં આ 3 રાશિઓને ચાંદી જ ચાંદી, શુક્ર ગોચરથી થશે ધનલાભ

Shukra Gochar Malavya Rajyog: જ્યોતિષ શાસ્ત્ર (Jyotish Shastra) માં ગ્રહો અને નક્ષત્રોના પરિવર્તનનું ખૂબ મહત્વ હોય છે અને તેના લીધે લોકોના જીવનમાં ફેરફાર આવે છે. જ્યોતિષના અનુસાર શુક્ર ગ્રહ 15 ફેબ્રુઆરી 2023 માં પોતાની ઉચ્ચ રાશિ મીનમાં ગોચર (Venus Transit) કરશે. જેની સીધી અસર તમામ 12 રાશિઓ પર થશે. તેની અસર કેટલીક રાશિઓ પર સારી તો કેટલીક રાશિઓ પર ખરાબ થઇ શકે છે. 

શુક્ર ગોચરથી બની રહ્યો છે માલવ્ય રાજયોગ
શુક્ર ગ્રહને વૈભવ, ઐશ્વર્ય, ભૌતિક સુખ, કલા-સંગીત અને વૈવાહિક જીવનનો કારક ગણવામાં આવે છે. 15 જાન્યુઆરીના રોજ શુક્ર ગોચરથી માલવ્ય રાજયોગ બની રહ્યો છે, જેની અસર 3 રાશિઓ પર સીધી થશે અને આ વર્ષે આકસ્મિક ધનલાભ અને પ્રગતિ અપાવી શકે છે. 

મિથુન રાશિને મળશે નવી નોકરીની ઓફર
શુક્ર ગોચર બાદ બની રહેલા માલવ્ય રાજયોગથી મિથુન રાશિના જાતકોને જોરદાર ફાયદો થશે અને આકસ્મિક ધનલાભની સાથે જ નવી જોબનો પ્રસ્તાવ પણ મળી શકે છે. આ ઉપરાંત વર્કપ્લેસ પર પ્રશંસા થશે અને બોસ ખુશ રહેશે. આ ઉપરાંત પ્રમોશન અને ઇંક્રીમેન્ટના યોગ પણ બની રહ્યા છે. અપરણિત લોકોને લગ્નનો પ્રસ્તાવ પણ મળી શકે છે. 

કન્યા રાશિવાળાઓને વૈવાહિક જીવનમાં મળશે સફળતા
માલવ્ય રાજયોગથી કન્યા રાશિના જાતકોને પારિવારિક અને આર્થિક બંને લાભના યોગ બની રહ્યા છે. કન્યા રાશિવાળાઓને વૈવાહિક જીવન અને પાર્ટનરશિપમાં મોટી સફળતા મળી શ્કે છે. શું રાશિના લોકોને વૈવાહિક જીવનમાં સુખ પ્રાપ્ત થશે અને અપરણિત લોકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. આ ઉપરાંત પાર્ટનરશિપમાં કામ શરૂ કરવાનો યોગ બની રહ્યો છે, જે ફાયદાકારક સાબિત થશે.  

ધન રાશિવાળાને મળશે વાહન અને પ્રોપર્ટીનું સુખ
નવા વર્ષમાં ધન રાશિવાળાને વાહન અને પ્રોપર્ટીનું સુખ મળી શકે છે, કારણ કે શુક્ર ગોચર બાદ બની રહેલા માલવ્ય રાજયોગથી સારા દિવસોની શરૂઆત થઇ શકે છે. ધન રાશિવાળાને માતાની મદદ મળશે. નોકરી કરનારાઓને નવી નોકરીના પ્રસ્તાવ મળી શકે છે, તો બીજી તરફ વેપારી અને બિઝનેસનો વિસ્તાર પણ કરી શકે છે. 

(Disclaimer:અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ  અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.) 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news