Corona કાળમાં અર્થવ્યવસ્થાને ઝટકો, 2020-21માં GDPમાં 7.3%નો ઘટાડો

નાણાકીય વર્ષ 2020-21ના ચોથા ક્વાર્ટરના આંકડા ત્રીજા ક્વાર્ટર (ઓક્ટોબર-ડિસેમ્બર) થી સારા રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે પાછલા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં દેશના વિકાસ દરમાં 0.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો. 
 

Corona કાળમાં અર્થવ્યવસ્થાને ઝટકો, 2020-21માં GDPમાં 7.3%નો ઘટાડો

નવી દિલ્હીઃ નાણાકીય વર્ષ 2020-21 ના ચોથા ક્વાર્ટરમાં દેશનો વિકાસ દર 1.6 ટકા રહ્યો. પરંતુ નાણાકીય વર્ષ 2020-2021માં ભારતની અર્થવ્યવસ્થામાં 7.3 ટકાનો ઘટાડો નોંધાયો છે. કેન્દ્ર સરકારે સોમવારે ડેટા જાહેર કરી આ માહિતી આપી છે. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય તરફથી જાહેર કરાયેલા આંકડામાં કહેવામાં આવ્યું હતું કે નાણાકીય વર્ષ 2019-20માં દેશનો વિકાસ દર ચાર ટકા રહ્યો હતો. 

સરકાર તરફથી જારી આંકડામાં કહેવામાં આવ્યું કે, નાણાકીય વર્ષ 2020-2021ના ચોથા ક્વાર્ટરમાં GDP 38.96 લાખ કરોડ રૂપિયા પર રહી. નાણાકીય વર્ષ 2019-20ના માર્ચ ક્વાર્ટરમાં GDP 38.33 લાખ કરોડ રૂપિયા પર રહી હતી. આ વાર્ષિક આધાર પર 1.6 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. 

— ANI (@ANI) May 31, 2021

નાણાકીય વર્ષ 2020-21ના ચોથા ક્વાર્ટરના આંકડા ત્રીજા ક્વાર્ટર (ઓક્ટોબર-ડિસેમ્બર) થી સારા રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે પાછલા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં દેશના વિકાસ દરમાં 0.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો. 

સરકારી આંકડા મુજબ નાણાકીય વર્ષ 2019-20ના ચોથા ક્વાર્ટરમાં વૃદ્ધિ દર ત્રણ ટકા હતો.

નાણાકીય વર્ષ 2020-21માં વિકાસ દર
સરકાર દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ, નાણાકીય વર્ષ 2020-21માં દેશની અર્થવ્યવસ્થામાં 7.3 ટકાનો ઘટાડો થયો છે. આ આંકડા દર્શાવે છે કે કોવિડ -19 રોગચાળાની અસર દેશના અર્થતંત્ર પર કેટલી ગંભીર જોવા મળી છે.

આ વર્ષે જાન્યુઆરીમાં, એનએસઓએ નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ અદ્યતન અંદાજમાં અર્થતંત્રમાં 7.7 ટકાના દરે ઘટવાની સંભાવના વ્યક્ત કરી હતી. બીજા એડવાન્સ અંદાજમાં એનએસઓએ 200-21માં અર્થતંત્રમાં આઠ ટકાના ઘટાડાની આગાહી કરી હતી.

દરમિયાન, ચીન પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, જાન્યુઆરી-માર્ચ, 2021 માં, ચીનની અર્થવ્યવસ્થામાં 18.3 ટકાનો વૃદ્ધિ જોવા મળી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news