ઉત્તરાખંડ-હિમાચલમાં ભારે વરસાદ, 11 મોત, અનેક લાપતા, દિલ્હી પર જોખમ

ઉત્તરાખંડમાં વાદળ ફાટવાના કારણે અસંખ્ય લોકો લાપતા થઈ ગયા છે, જ્યારે હિમાચલમાં અત્યાર સુધી 11 લોકોનાં મોત થયા છે, સૌથી વધુ 7 મોત શિમલામાં થયા છે 
 

ઉત્તરાખંડ-હિમાચલમાં ભારે વરસાદ, 11 મોત, અનેક લાપતા, દિલ્હી પર જોખમ

નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશના અનેક ભાગમાં અને ઉત્તરાખંડમાં પડી રહેલા મૂશળાધાર વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ બંને રાજ્યમાં વરસાદના કારણે અત્યાર સુધી 11નાં મોત થયા છે. ઉત્તરાખંડમાં વાદળ ફાટવાના કારણે અસંખ્ય લોકો લાપતા થઈ ગયા છે. હિમચાલના શિમાલમાં સૌથી વધુ 7 મોત થયા  છે. 

હથનીકુંડ બેરેજમાંથી છોડ્યું 7 લાખ 60 હજાર ક્યુસેક પાણી
યમુનાનગર હથનીકુંટ બેરેજમાંથી 7 લાખ 60 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આ બાજુ પર્વતો પર પડી રહેલા ધોધમાર વરસાદના કારણે યમુનાના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. તંત્રએ યમુના નદીના કિનારે આવેલા વિસ્તારોમાં એલર્ટ જાહેર કર્યું છે. સિંચાઈ વિભાગે ભારે પૂર આવવાની આગાહી કરી છે. યમુનાનું પાણી 72 કલાક પછી દિલ્હી પહોંચશે. એટલે દિલ્હીના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સંભાવના છે. 

હિમાચલના કુલ્લુમાં ખરાબ હવામાનના કારણે તમામ સરકારી અને બિનસરકારી શિક્ષણ સંસ્થાઓ બંધ કરવાના આદેશ અપાયા છે. કુલ્લુમાં વરસાદના કારણે 16 ઘર પડી ગયા છે અને 2 લોકોનાં મોત થયા છે. કુલ્લુ જિલ્લાના 60 રસ્તા અત્યારે સંપૂર્ણ બંધ છે. 

— ANI (@ANI) August 18, 2019

હિમાચલમાં 11નાં મોત
હિમાચલમાં અત્યાર સુધી કુલ 11નાં મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 490 કરોડથી વધુનું નુકસાન થયું છે. મુખ્યમંત્રી જયરામઠાકુરે જણાવ્યું કે, રાહત અને બચાવ કાર્ય યુદ્ધ સ્તરે ચાલી રહ્યા છે. 

જુઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news