સોનું રિયલ છે કે નકલી? ઓળખવા માટે ઘરે અજમાવો આ 4 સરળ પદ્ધતિ

સૌથી વધારે જરૂરી આ તથ્યને જાણવું છે કે 24 કેરેટ ગોલ્ડની જ્વલેરી બનતી નથી.કેમકે તે ખબુજ મુલાયમ હોય છે.

સોનું રિયલ છે કે નકલી? ઓળખવા માટે ઘરે અજમાવો આ 4 સરળ પદ્ધતિ

નવી દિલ્હી: દિલ્હી સર્રાફા બજારમાં સોનની કિંમત 32,500 રૂપિયા પ્રતિ દસ ગ્રામ ચાલી રહી છે. સોનાની કિંમત આ રેન્જમાં રહેવાની શક્યતા છે. ધનતેરસ પણ નજીક આવી રહી છે. ભારતમાં ધનતેરસના દિવસે ખરીદારી કરવાનું વિશેષ મહત્વ છે. આમ તો સોનાની ખરીદી આખું વર્ષ થાય છે. પુષ્પ નક્ષત્રમાં તેની ખરીદી ઘણી શુભ માનવામાં આવે છે. એવામાં જરૂરી છે કે દરેક ગ્રાહક સોનું ખરીદે તે રિયલ હોય.

મોટા ભાગના લોકોને સોનની ઓળખની જાણકારી હોતી નથી. સરકારે આમ કો હોલમાર્કની જાહેરાત દ્વારા લોકોને થોડા જાગરૂત કર્યા છે, પરંતુ આ ઉપરાંત કેટલાક લોકો પૈસા બચાવવાના ચક્કરમાં સોનીના શિકાર બની છે અને નકલી સોનું ખરીદી બેસે છે. એટલા માટે તમારી કમાણીને નકલી સોનામાં વેડફ્યાની જગ્યાએ નીચે આપેલી ટિપ્સને વાંચો અને સોનાને સારી રીતે ઓળખો રિયલ છે કે નકલી.

સૌથી વધારે જરૂરી આ તથ્યને જાણવું છે કે 24 કેરેટ ગોલ્ડની જ્વલેરી બનતી નથી. જો કે રિયલ સોનું 24 કેરેટનું જ હોય છે, પરંતું તેની આભૂષણ બનતા નતી. કેમકે તે ખબુજ મુલાયમ હોય છે. સામાન્ય રીતે જ્વેલેરી માટે 22 કેરેટ સોનાનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં 91.66 ટકા સોનું હોય છે. હોલમાર્ક પર પાંચ અંક હોય છે. દરેક કેરેટનો હોલમાર્ક અલગ હોય છે. ઉદાહરણ તરીકે 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 લખ્યું હોય છે. 

સોનું ખરીદતા સમયે જરૂર રાખો આ સાવચેતી
1. ચુંબક ટેસ્ટ

તેના માટે હાર્ડવેરની દુકાનથી ચુંબક લો અને તેને સોનાની જ્વેલેરી પર લગાવો. જો તે ચોંટી જાય તો તમારું સોનું રિયલ નથી અને જો તે ના ચોંટે તો તે રિયલ છે. કેમ કે સોનું ચુમ્બકીય મેટલ નથી. આ રીતે કેટલાક કેમિકલ અને એસિડ હોય છે જેના ઉપયોગથી સોનાની ગુણવત્તા પારખી શકાય છે. સોનાના સંપર્કમાં આવ્યા બાદ તેનાપર કોઇ અસર નથી થતી પરંતુ અશુદ્ધ સોનાના સંપર્કમાં આવતા તે રિએક્ટ કરે છે.

2. સિરામિક થાળી
આ ટેસ્ટને પૂરો કરવા માટે એક સફેદ સિરામિક થાળી લો. હવે સોનાની જ્વેલેરી અથવા સોનાને તે પ્લેટ પર ઘસો. જો આ ખા થાળી પર સોનાના નિશાન પડે તો આ સોનું નકલી છે. અને જો આછા સોનેરી રંગના પડે તો સોનું રિયલ છે.

3. પાણી ટેસ્ટ
વધુ એક સૌથી સરળ પદ્ધતિ છે પાણી ટેસ્ટ, તેના માટે એક ઉંડા વાસણમાં 2 ગ્લાસ પાણી નાખો અને સોનાની જ્વેલેરીને આ પાણીમાં નાખી દો. જો તમારુ સોનું પાણી પર તરે તો તે નકલી છે, ત્યારે તમારી જ્વેલેરી પાણીમાં ડૂબી જાય તો તે રિયલ છે.

4. દાંતોથી કરો ટેસ્ટ
આ બધા ઉપરાંત વધુ એખ પદ્ધતિ છે. જેમાં સોનાને તમારા દાંતો વચ્ચે થોડીવાર દબાવી રાખો. જો સોનું સાચું હશે તો તેના પર તમારા દાંતનાનું નિશન જોવા મળશે. કેમકે સોનું એક ખબુજ નાજુક મેટલ છે. જ્વેલેરી પણ પ્યોર 24 કેરેટની બનતી નથી તેમાં પણ કેટલીક માત્રામાં અન્ય મેટલ ઉમેરવામાં આવે છે. આ ટેસ્ટને આરામથી કરો, વધારે પડતું દબાવાથી તે તુટી જાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news