યુ.એસ અને કેનેડામાં પણ વેચાય છે આ શહેરના મઠીયા, 1 દિમાં 5ટનનું ઉત્પાદન

ગુજરાતમાં સૌથી સારા મઠીયા એન.આર.આઇના હબ ગણાતા ચરોતરના ઉતસંડામાં મળે છે. જ્યાં દિવાળીની સિઝનમાં રોજ 5 ટન જેટલા મઠીયાનું ઉત્પાદન કરવામાં આવે છે. 

યુ.એસ અને કેનેડામાં પણ વેચાય છે આ શહેરના મઠીયા, 1 દિમાં 5ટનનું ઉત્પાદન

યોજીન દરજી/ ખેડા: દિવાળીનો તહેવાર આવે એટલે ગુજરાતી પરિવારની થાળીમાં મઠીયા ચોળાફળી જરૂર જોવા મળે. અને મઠીયા ચોળાફળીની વાતો આવે એટલે એન.આર.આઇ હબ ચરોતરના વિશ્ર્વ પ્રખ્યાત પાપડ ઉધોગમાં દિવાળી દરમ્યાન ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીમાં વિપુલ માત્રામાં મઠીયા ચોળાફળીનું વેચાણ થતુ હોય છે.

રોજ બને છે 5 ટન મઠીયા
ખેડાના ઉતરસંડા ગામના માઠીયા સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે. ઉત્તરસંડા ગામે મઠીયાનો વ્યવસાય કરતા ઉત્પાદકોનું કહેવું છેકે આખા વર્ષ દરમ્યાન થતા વ્યવસાયનો 40 ટકાથી વધારે વ્યવસાય તેઓ દિવાળીના સમયમાં કરે છે. તે સિવાય 60 ટકા જેટલો વ્યવસાય વર્ષ દરમ્યાન મઠીયા ચોળાફળીનો હોય છે. ગામમાં આવેલી 12 જેટલી ફેક્ટરીઓ આ દિવસોમાં પાંચ ટનથી વધારે મઠીયા, ચોળાફળીનું દરરોજ ઉત્પાદન કરે છે. સમયની સાથે મોઘવારીમાં વધારો જરૂર થાય છે, પરંતુ મઠીયા અને ચોળાફળીનું વેચાણ આ જે પણ અકબંધ છે.

Nadiad-1
 
દેશ વિદેશમાં પણ છે ડિમાન્ડ
સ્થાનિક વેપારીઓના જણાવ્યા મુંજબ અત્યારે ઘણું સારૂ માર્કેટ છે, દિવાળીના એક મહિના પહલાથી જ દિવાળીની તૈયારીઓ શરૂ થઇ કરી દેવામાં આવે છે, અમે ઘણી સારી દિવાળીની આશા રાખીયે છે. 200 કી.મીના વિસ્તારમાં અમે દિવાળીના દિવસોમાં દરરોજ ડિલીવરી પુરી પાડીયે છે. આખા ઉતરસંડામાં 50થી 60 ટન જેટલા મઠીયા દરરોજ ગુજરાત ભરમાં જાય છે. ચરોતરના મઠીયાની ડિમાન્ડ યુ.એસ, ઓસ્ટ્રેલીયા, અને કેનેડામાં પણ છે.

Nadiad-2
 
મઠીયાના વેપારીઓને પણ મોઘવારીની અસર 
પહેલા મઠીયા લોકોના ઘરે બનતા હતા, પરંતુ પ્રોસેસ વધારે લેન્ધી હોવાથી લોકો હવે તૈયાર મઠીયાજ ખરીદે છે. અહી જેટલી પણ ફેક્ટરી છે, તેઓ દિવાળીના સમયમાં 4 થી 5 ટન જેટલા મઠીયા દરરોજ ઉત્પાદન કરે છે. દર વર્ષે જેટલા ગ્રાહકો હોય છે, તેટલા આ વર્ષે છે. પણ થોડી ઘણી મોઘવારીનો પણ માર રહ્યો છે. દિવાળી નજીક આવી રહી છે, તેમ તેમ મઠીયા, ચોળાફળીના વેચાણમાં વધારો થઇ રહ્યો છે. સ્વાદ પ્રેમીઓ પણ ખરીદી માટે દુકાનો પર ભીડ લગાવી રહ્યા છે. ત્યારે તહેવારોના આ દિવસોમાં વિશ્વના વિખ્યાત મઠીયા અને ચોળાફળી એકવાર ઉતરસંડા ગામમાં આવીને ખાવા જેવા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news