રાજકોટમાં ઝાડી જાખરામાંથી એક અઢી વર્ષની બાળકીની લાશ મળી, પિતા પણ રહસ્યમય રીતે ગુમ

રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કોઠારીયા નજીક બાવળના જાડી જાખરામાંથી અઢી વર્ષની બાળકીની લાશ રહસ્યમય સંજોગોમાં મળી આવી છે. ઘટનાની જાણ થતા તાત્કાલિક અસરથી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

રાજકોટમાં ઝાડી જાખરામાંથી એક અઢી વર્ષની બાળકીની લાશ મળી, પિતા પણ રહસ્યમય રીતે ગુમ

ગૌરવ દવે/રાજકોટ: શહેરમાં એક ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. રહસ્યમય સંજોગોમાં એક અઢી વર્ષની બાળકીની લાશ મળી આવી છે. આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કોઠારીયા નજીક બાવળની જાડી જાખરામાંથી એક માસુમ બાળકીની લાશ મળી આવી છે. છેલ્લા ત્રણ દિવસથી બાળકી અને તેના પિતા રહસ્યમય રીતે ગુમ હતા, ત્યારે ત્રણ દિવસ બાદ પિતા હજુ પણ ગુમ છે અને બાળકીની લાશ રહસ્યમય સંજોગોમાં મળી આવતા અનેક તર્કવિતર્ક શરૂ થયા છે.

આ ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કોઠારીયા નજીક બાવળના જાડી જાખરામાંથી અઢી વર્ષની બાળકીની લાશ રહસ્યમય સંજોગોમાં મળી આવી છે. ઘટનાની જાણ થતા તાત્કાલિક અસરથી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. તેમજ જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ બાકીની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં આવેલા પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી. બાળકીનું પીએમ પૂર્ણ થયા બાદ બાળકીની લાશને તેના પરિવારજનોને સોંપવામાં આવી છે. પીએમ રિપોર્ટમાં બાળકીના મૃત્યુ મામલે શું કારણ સામે આવે છે, તે જોવું અતિ મહત્વનું બની રહેશે.

ડીસીપી સજ્જન સિંહ પરમારની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમના પીએસઆઇ ભરત બોરીસાગર અને તેમની ટીમ દ્વારા શકમંદ આરોપીને ગાંધીનગર તરફથી ઝડપી પાડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. શકમંદ આરોપીની પૂછપરછમાં શા માટે તેને આ પ્રકારનું ગુનાહિત કૃત્ય આચર્યું હતું, તે સહિતની તમામ વિગતો મેળવવામાં આવશે. તેમજ પોલીસને યોગ્ય પુરાવા મળતા સમગ્ર મામલે આરોપીની ધરપકડ સહિતની કાર્યવાહી કરવામાં આવશે. 

જાણવા મળતી વિગતો અનુસાર, મૃતક બાળકીનું નામ અનન્યા અમિતકુમાર ગોંડા હોવાનું સામે આવ્યું છે. તેમજ બાળકીનો પિતા શાપર વેરાવળ ખાતે મજુરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોવાનું પણ સામે આવ્યું છે. આ પરિવાર મૂળ ઉત્તર પ્રદેશનો છે અને અમિતકુમાર ગોંડા બાળકીનો સાવકો પિતા હોવાનું પણ સામે આવી રહ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news