HDFC-HDFC Bank Merger: 21 લાખ ખાતાધારકોને અસર થશે, સેવિંગ્સ, સેલેરી એકાઉન્ટ અને FDના ઘણા નિયમો બદલાશે
HDFC-HDFC Bank Merger: એચડીએફસી બેંક અને એચડીએફસી હાઉસિંગ ફાઇનાન્સનું મર્જર જૂન સુધીમાં પૂર્ણ થશે. આ મર્જર પછી ગ્રાહકો માટે ઘણું બદલાઈ જશે. આ મર્જર પછી, ખાસ કરીને FD વ્યાજ દરો સંબંધિત ફેરફારો જોઈ શકાય છે. એટલે કે આવનારા દિવસોમાં HDFC બેંકના ગ્રાહકોને ઘણા ફેરફારો જોવા મળશે.
Trending Photos
નવી દિલ્હીઃ ખાનગી ક્ષેત્રની બે સૌથી મોટી બેન્ક એચડીએફસી બેન્ક (HDFC BANK)અને એચડીએફસી હાઉસિંગ ફાઈનાન્સ કંપનીનો વિલય થવા જઈ રહ્યો છે. આશા કરવામાં આવી રહી છે કે આ વિલય જૂન 2023 સુધી પૂરો થઈ જશે. આ મર્જર બાદ HDFC બેન્કમાંથી લોન લેનારા અને ખાતાધારકો સુધી માટે ઘણા ફેરફાર થશે. HDFC બેન્કના 21 લાખથી વધુ જમાધારક છે, જેના પર મર્જરની અસર થવાની છે. આ મર્જર બાદ લોન લેનાર ગ્રાહકોથી લઈને સેવિંગ એકાઉન્ટ, સેલેરી એકાઉન્ટ, ફિક્સ્ડ ડિપોઝિટ કરનાર ગ્રાહકો પર તેની અસર જોવા મળશે. આ વિલય બાદ ઘણા નિયમોમાં ફેરફાર થશે, જેની સીધી અસર ગ્રાહકો પર થવાની છે.
વિલય બાદ બદલાઈ જશે એફડીના વ્યાજદરો
એક સમાચાર મુજબ, જે લોકોએ HDFCમાં (Investment in HDFC) રોકાણ કર્યું છે, તેમના માટે આ મર્જર પછી ઘણું બદલાઈ જશે. વાસ્તવમાં, બંને કંપનીઓના વ્યાજ દરોમાં તફાવતને કારણે, આ મર્જર પછી FDના વ્યાજ દરોમાં ઘણો ફેરફાર થવાનો છે. એટલે કે, HDFC હાઉસિંગ ફાઇનાન્સની તુલનામાં HDFC બેંકમાં FD પરના વ્યાજ દરો ઓછા છે. મર્જર પછી FD વ્યાજ દર બદલાશે. ચાલો તેને એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. ધારો કે તમારી પાસે 66 મહિનાના કાર્યકાળ માટે HDFCમાં રૂ. 2 કરોડથી ઓછી FD છે. ત્યાં તમને 7.45 ટકા વ્યાજ મળી રહ્યું છે. HDFC બેંક સમાન કાર્યકાળ માટે માત્ર 7 ટકા વ્યાજ ઓફર કરે છે. એટલે કે, મર્જર પછી, FD પરના વ્યાજ દરમાં ફેરફાર થશે. FD વ્યાજ દર બેંક દ્વારા નક્કી કરવામાં આવશે.
FD ના વ્યાજદરોમાં ફેરફાર
તેવી જ રીતે, રિટેલ થાપણદારો માટે, HDFC હાઉસિંગ ફાઇનાન્સ 22 મહિનાથી 120 મહિનાની વચ્ચેની FD પર 6.95 ટકાથી 8 ટકા વ્યાજ ઓફર કરે છે, જ્યારે HDFC બેંક સમાન સમયગાળા માટે 3 ટકાથી 7.5 ટકા વ્યાજ ઓફર કરે છે. મર્જર પછી, થાપણદારો કે જેમણે નવીકરણનો વિકલ્પ પસંદ કર્યો છે તેમના FD વ્યાજ દરોમાં સુધારો કરવામાં આવશે. એટલે કે, એચડીએફસી ફાઇનાન્સના થાપણદારોના આ મર્જર પછી, એચડીએફસી બેંક અનુસાર, તેમને FD પર વ્યાજ દરનો વિકલ્પ મળશે. જો કે, જે લોકોએ રિન્યુઅલનો વિકલ્પ પસંદ કર્યો નથી તેમની થાપણો આ મર્જરથી પ્રભાવિત થશે નહીં. તે લોકો માટે કોઈ ફેરફાર થશે નહીં. એફડીના વ્યાજ દરોમાં ફેરફાર ઉપરાંત સમય પહેલા ઉપાડના નિયમોમાં ફેરફાર થઈ શકે છે. તેવી જ રીતે, ફિક્સ્ડ ડિપોઝિટ માટેની વીમા પોલિસીમાં પણ ફેરફાર કરી શકાય છે.
સૌથી મોટુ મર્જર
ઉલ્લેખનીય છે કે એચડીએફસી હાઉસિંગ ફાઇનાન્સ અને એચડીએફસી બેન્કના વિલયને મંજૂરી મળી ચુકી છે. જૂન સુધી આ વિલયને પૂરો કરી લેવામાં આવશે. આ વિલય કોર્પોરેટ જગતના ઈતિહાસનો સૌથી મોટો વિલય હશે. આ લિવયના એચડીએફસીનો કમ્બાઇન્ડ એસેટ બેસ 18 લાખ કરોડથી વધુ હશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે