ગજબનો શેર છે ભાઈ! 84 પૈસાથી સીધો 380 રૂપિયાને પાર પહોંચી ગયો, 4 વર્ષમાં 45000% ની તોફાની તેજી

મલ્ટીબેગર કંપનીના શેરોએ આ સમયગાળામાં રોકાણકારોને 45000 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. હઝૂર મલ્ટી પ્રોજેક્ટ્સના શેર છેલ્લા 5 ટ્રેડિંગ સેશનથી અપર સર્કિટ પર છે. કંપનીના શેરો પર વિદેશી રોકાણકારોએ મોટો દાવ લગાવેલો છે. 

ગજબનો શેર છે ભાઈ! 84 પૈસાથી સીધો 380 રૂપિયાને પાર પહોંચી ગયો, 4 વર્ષમાં 45000% ની તોફાની તેજી

પેની સ્ટોક હઝૂર મલ્ટી પ્રોજેક્ટ્સ લિમિટેડ (HMPL) ના શેરોએ 4 જ વર્ષમાં રોકાણકારોને માલામાલ કરી દીધા છે. કંપનીના શેર 4 વર્ષમાં 84 પૈસાથી ઉછળીને 380 રૂપિયા પર પહોંચી ગયો છે. મલ્ટીબેગર કંપનીના શેરોએ આ સમયગાળામાં રોકાણકારોને 45000 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. હઝૂર મલ્ટી પ્રોજેક્ટ્સના શેર છેલ્લા 5 ટ્રેડિંગ સેશનથી અપર સર્કિટ પર છે. કંપનીના શેરો પર વિદેશી રોકાણકારોએ મોટો દાવ લગાવેલો છે. 

4 વર્ષમાં એક લાખના 4.5 કરોડ બની ગયા
હઝૂર મલ્ટી પ્રોજેક્ટ્સ લિમિટેડના શેર 15મી મે 2020ના રોજ 84 પૈસા પર હતા. કંપનીના શેર 6 ફેબ્રુઆરી 2024ના રોજ 370.70 રૂપિયા પર પહોંચી ગયા. અને આજે 387 રૂપિયા પર જોવા મળી રહ્યો છે. કંપનીના શેરોએ છેલ્લા 4 વર્ષથી પણ ઓછા સમયમાં 45015 ટકા રિટર્ન આપ્યું છે. જો કોઈ વ્યક્તિએ 15મી મે 2020ના રોજ હઝૂર મલ્ટી પ્રોજેક્ટ્સના શેરોમાં એક લાખ રૂપિયા લગાવ્યા હોત અને પોતાનું રોકાણ જાળવી રાખ્યું હોત તો હાલના સમયમાં આ શેરોની વેલ્યુ 4.5 કરોડ રૂપિયા હોત. હઝૂર મલ્ટી પ્રોજેક્ટ્સના શેરોનું 52 અઠવાડિયાનું હાઈ લેવલ 393 રૂપિયા છે. જ્યારે કંપનીના શેરોનું 52 અઠવાડિયાનું લો લેવલ 78.01 રૂપિયા છે. 

2 વર્ષમાં 1800ટકા જેટલી તેજી
હઝૂર મલ્ટી પ્રોજેક્ટ્સના શેરોમાં 2 વર્ષમાં તોફાની તેજી આવી છે. કંપનીના શેર 13મી મે 2022ના રોજ 19.66 રૂપિયા પર હતા. હઝૂર મલ્ટી પ્રોજેક્ટ્સના શેર 6 ફેબ્રુઆરી 2024ના રોજ 379.70 રૂપિયા પર પહોંચી ગયા. જ્યારે આજે આ શેરનો ભાવ 387 રૂપિયા જોવા મળી રહ્યો છે. ગત 2 વર્ષમાં કંપનીના શેરોમાં 1813 ટકાનો ઉછાળો આવ્યો છે. જ્યારે ગત એક વર્ષમાં કંપનીના શેર 267 ટકાથી વધુ ચડી ગયા છે. આ સમયગાળામાં કંપનીના શેર 103.35 રૂપિયાથી વધીને 379.70 રૂપિયા પર પહોંચી ગયા છે. છેલ્લા 6 મહિામાં હઝૂર મલ્ટી પ્રોજેક્ટ્સના શેરોમાં 200 ટકાથી વધુની તેજી જોવા મળી છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news