ગુજરાતના ખેડૂતોનું વીજળીનું સપનું રોળાયું, સરકારના જવાબે ચિંતામાં કર્યો વધારો
ગુજરાતના ખેડૂતોની આશા પર પાણી! ખેડૂતોને ૨૪ કલાક તો ઠીક, ૧૫ કલાક પણ વીજળી નહીં મળે; વિધાનસભામાં ખુદ રાજ્ય સરકારે કબૂલાત કરી.
Trending Photos
ગાંધીનગરઃ લગભગ છેલ્લાં 3 દાયકા જેટલાં સમયથી ગુજરાતમાં ભાજપની સરકાર છે. ભાજપ સરકાર હંમેશા ખેડૂતોના હિતની વાત કરીને મત મેળવે છે. જોકે, એમાંથી કેટલાં કામો પુરા થાય છે એ અલગ ચર્ચાનો વિષય છે. પરંતુ અહીં વાત કરવામાં આવી છે ગુજરાત સરકારે ખેડૂતોને આપેલાં સૌથી મોટા વચનની. કયુ વચન...24 કલાક વીજળી આપવાનું વચન.
ગુજરાતના ખેડૂતો 24 કલાક વીજળી મળવાની રાહ જોઈને બેઠાં છે. ચૂંટણી ટાણે આ મુદ્દા પર ભાજપે લોકો પાસે ખાસ કરીને ખેડૂતો પાસે મત માંગ્યા હતાં. હવે તો કેન્દ્રમાં અને ગુજરાતમાં બન્ને જગ્યા લાંબા સમયથી ભાજપ જ સત્તામાં છે. તેમ છતાં ગુજરાતમાં કેમ નથી મળી શકતી ખેડૂતોને વીજળી એ એક મોટો સવાલ છે. ત્યારે ચૂંટણી વખતે ૨૪ કલાક વીજળી આપવાના વાયદા કરીને ખોબલે ખોબલે મત મેળવનાર સરકારે હવે આ મુદે મોં ફેરવી લીધુ છે. વિધાનસભામાં ખુદ સરકારે આ વાતની
કબૂલાત કરી છેકે, હાલ ગુજરાતના ખેડૂતોને ૧૫ કલાક પણ વીજળી આપવાનું કોઈ આયોજન નથી. આ માઠા સમાચારને પગલે ખેડૂતોએ હજુ ખેતી માટે વીજધાંધિયા નો સામનો કરવો પડશે.
ગુજરાત સરકાર ખેડૂતોને વીજળી અંગે પૂછાયેલાં સવાલના જવાબમાં આ અંગેની સ્પષ્ટતા કરી છે. ગુજરાત સરકારે એમ જણાવ્યું છેકે, હાલ ગુજરાતના ખેડૂતોને ૮ કલાકથી વધુ વીજળી આપવાનું આયોજન નથી. સરકારના આ જવાબને પગલે હજુ પણ ગુજરાતના લાખો ખેડૂતોએ હજુ વીજધાંધિયાનો સામનો કરવો પડશે.
ગુજરાતમાં હાલ ખેડૂતોને ૮ કલાકથી વધુ વીજળી મળતી નથી તેવી ફરિયાદો ઉઠી છે. ખુદ સરકારે પણ આ વાતનો સ્વિકાર કરતાં વિધાનસભા ગૃહમાં એવો જવાબ રજૂ કર્યો કે, ઓછા વરસાદને કારણે તા.1 સપ્ટેમ્બરથી તા.21 મી સપ્ટેમ્બર સુધી ખેડૂતોને 2 કલાક વધુ વીજળી અપાઈ હતી. એટેલેકે, ગુજરાતના ખેડૂતોને આ સમયગાળા દરમિયાન 8 કલાકના બદલે બે કલાક વધારે એમ કુલ 10 કલાક વીજળી પુરી પાડવામાં આવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે