ગુજરાતનો કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ આંબશે 100 અબજ ડોલરનો આંક
ગુજરાત ભારતના રસાયણ ઉદ્યોગમાં બે તૃતીયાંશ હિસ્સો ધરાવે છે. આથી સ્વાભાવિક છે કે ગુજરાતના રસાયણ ઉદ્યોગમાં જે કાંઈ ફેરફારો થશે તે નાથી સમગ્ર દેશના કેમિકલ ઉદ્યોગમાં ભારે અસર થશે.
Trending Photos
અમદાવાદ : ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (ફીક્કી) અમદાવાદ દ્વારા ભારત સરકારના રસાયણ અને પેટ્રો રસાયણ વિભાગના સહયોગથી આજે ઈન્ડિયા કેમ 2018ના કર્ટેઈન રેઝર તરીકે 'ઈન્ડસ્ટ્રી મીટ- કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ- એડવાન્ટેજ ઈન્ડિયા' નું આયોજન કર્યું હતું. આ સમારંભમાં થયેલી વ્યાપક ચર્ચામાં આ ક્ષેત્રની વર્તમાન સ્થિતિની સાથે સાથે ભાવિ સંભાવનાઓ અંગે પણ ચર્ચા થઈ હતી અને વૃધ્ધિના માર્ગે કઈ રીતે આગળ ધપવું તેનો પરામર્શ થયો હતો.
આ સમારંભ રાઘવેન્દ્ર રાવ (સચિવ, કેમિકલ અને પેટ્રોકેમિકલ વિભાગ, ભારત સરકાર) ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે જે અન્ય મહાનુભવોએ પ્રવચન આપ્યા હતા તેમાં ડી. થારા (વાઈસ ચેરમેન અને એમડી, જીઆઈડીસી) અને ડી.સી. મહેતા (ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર, દિપક નાઈટ્રેટ), રાજીવ વસ્તુપાલ ( ચેરમેન, ફિક્કી, ગુજરાત સ્ટેટ કાઉન્સિલ) હાજર રહ્યા હતા.
રાઘવેનદ્ર રાવે આ પ્રસંગે જણાવ્યું હતું કે " ભારતમાં કેમિકલ પ્રોડકટસની રૂ. 3 લાખ કરોડ જેટલી આયાત અને નિકાસ થાય છે., જેમાં નિકાસનો હિસ્સે આંદાજે 2 લાખ કરોડ જેટલો છે. આપણે આ ઉણપ પૂરી કરવા અને એશિયામાં કેમિકલ અમને પેટ્રોકેમિકલ ઉદ્યોગનુ હબ બનવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ. આપમે એ બાબતની પણ ખાત્રી રાખવા માગીએ છીએ કે આપણાં રસાયણોનાં ધોરણો આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ મુજબનાં હોય. આમછતાં, હાલના સંજોગોમાં વિકાસની તુલનામાં પર્યાવરણને વિશેષ મહત્વ આપવામાં આવશે "
ગુજરાત દ્વારા જે ભૂમિકા બજાવવામાં આવી રહી છે તેનો ઉલ્લેખ કરતાં ડી.સી, મહેતાએ જણાવ્યું કે " ગુજરાત ભારતના રસાયણ ઉદ્યોગમાં બે તૃતીયાંશ હિસ્સો ધરાવે છે. આથી સ્વાભાવિક છે કે ગુજરાતના રસાયણ ઉદ્યોગમાં જે કાંઈ ફેરફારો થશે તે નાથી સમગ્ર દેશના કેમિકલ ઉદ્યોગમાં ભારે અસર થશે. આંતરરાષ્ટ્રીય સ્તરે ચીન રસાયણ ઉદ્યોગના 40 ટકા હિસ્સાને નિયંત્રિત કરે છે, જ્યારે ભારતનુ યોગદાન માત્ર 3 ટકા છે. ચીનમાં એકમો બંધ થયાં હતાં તે સંદર્ભમાં ભારતમાં છેલ્લાં થોડાં વરસ ઉદ્યોગ માટે મુશ્કેલીનાં હતાં. પરંતુ ભારતની બાબતમાં સ્થિતિ હકારાત્મક છે. ભારતના કેમિકલ સેકટરનુ બજાર 160 અબજ ડોલરનુ ગણવામાં આવે છે જ્યારે ગુજરાતનું બજાર 60 થી 70 અબજ ડોલરનુ ગણાય છે. આગામી થોડાંક વર્ષોમાં ગુજરાત 100 અબજ ડોલરના આંક સુધી પહોંચી જશે. "
ફીક્કી ગુજરાત સ્ટેટ કાઉન્સિલના પ્રેસીડેન્ટ રાજીવ વસ્તુપાલે જણાવ્યું કે "કેમિકલ અને પેટ્રોકેમિકલ ઉદ્યોગે પર્યાવરણની જાળવણી થાય અને વૃધ્ધિ જળવાઈ રહે તેવી ટેકનોલોજીમાં રોકાણ કરીને પર્યાવરણલક્ષી વિકાસને પ્રાધાન્ય આપવુ જોઈએ. આ ઉપરાંત ક્લસ્ટર તરીકે માળખાગત સુવિધાઓની વહેંચણી કરવાથી એકંદર ખર્ચ તો ઘટશે જ પણ સાથે સાથે બહેતર મોનીટરીંગ થઈ શકશે. "
ભારત સરકાર જ્યારે સહયોગ અને પ્રોત્સાહન પૂરૂ પાડી રહી છે ત્યારે ભારતનો કેમિકલ ઉદ્યોગ વ્યાપક વિકાસને ઉંબરે આવીને ઉભો છે. ભારતનો વાયબ્રન્ટ કેમિકલ અને પેટ્રો કેમિકલ ઉદ્યોગ દેશના આર્થિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. કદની દ્રષ્ટિએ વાત કરીએ તો ભારતનો કેમિકલ ઉદ્યોગ વિશ્વમાં 7મા ક્રમે છે અને એશિયામાં ત્રીજુ સ્થાન ધરાવે છે. તેનું કદ 139 અબજ ડોલર જેટલું છે. ગુજરાત કેમિકલ અને પેટ્રો કેમિકલ ક્ષેત્રમાં મોખરાને સ્થાને રહી ઉદ્યોગ માટે પથ પ્રદર્શક બની રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે