ગુજરાતના પેટ્રોલ પંપ ડિલર્સે આજે ઉજવ્યો ‘બ્લેક ડે’
રાજ્ય (gujarat news) ના પેટ્રોલ પંપ ડિલર્સ આજે એક દિવસ બ્લેક ડે (black day) ઉજવી રહ્યાં છે. તમામ ડીલર્સે એક દિવસના પ્રતિક ઉપવાસ કર્યો છે. કાળા કપડાં પહેરીને તમામ પેટ્રોલ પંપ ડિલર્સે ઓઇલ કંપનીઓનો વિરોધ કર્યો છે. છેલ્લા ચાર વર્ષથી પેટ્રોલ ડિઝલ (petrol diesel) અને સીએનજી (CNG) નુ માર્જીન ન વધતાં તમામ ડિલર્સ વિરોધ પર ઉતર્યાં છે. પેટ્રોલ પંપ ડિલર દ્વારા ‘નો પરચેઝ’ નું એલાન કરવામાં આવ્યુ છે. બપોરે એક વાગ્યાથી બે વાગ્યા સુધી તમામ ડિલર્સ સીએનજીનું વેચાણ નહિ કરે.
Trending Photos
ગૌરવ પટેલ/અમદાવાદ :રાજ્ય (gujarat news) ના પેટ્રોલ પંપ ડિલર્સ આજે એક દિવસ બ્લેક ડે (black day) ઉજવી રહ્યાં છે. તમામ ડીલર્સે એક દિવસના પ્રતિક ઉપવાસ કર્યો છે. કાળા કપડાં પહેરીને તમામ પેટ્રોલ પંપ ડિલર્સે ઓઇલ કંપનીઓનો વિરોધ કર્યો છે. છેલ્લા ચાર વર્ષથી પેટ્રોલ ડિઝલ (petrol diesel) અને સીએનજી (CNG) નુ માર્જીન ન વધતાં તમામ ડિલર્સ વિરોધ પર ઉતર્યાં છે. પેટ્રોલ પંપ ડિલર દ્વારા ‘નો પરચેઝ’ નું એલાન કરવામાં આવ્યુ છે. બપોરે એક વાગ્યાથી બે વાગ્યા સુધી તમામ ડિલર્સ સીએનજીનું વેચાણ નહિ કરે.
આ પણ વાંચો : અમદાવાદમાં હચમચાવી દે તેવું કૃત્ય : માતા-કાકાને મોતને ઘાટ ઉતારી યુવક બે દિવસ લાશ પાસે બેસી રહ્યો
રાજ્યના 4 હજાર પેટ્રોલ પંપ ‘નો પરચેઝ’ વિરોધમાં જોડાયા છે. પેટ્રોલ પરનું માર્જીન લીટર દીઠ 3 રૂપિયાથી વધારી 6 રૂપિયા કરવા ડિલર્સ દ્વારા માંગ કરાઈ છે. તો ડીઝલ પર માર્જીન પ્રતિ લિટર 2 રૂપિયાથી વધારીને 4 રૂપિયા કરવા માંગ કરાઈ છે. તો સીએનજી પર કિલો દિઠ 1.75 રૂપિયાથી વધારી 3.5 રૂપિયા કરવા માંગ મૂકી છે. પેટ્રોલ ડીઝલનો જથ્થો ન ઉપાડવાના નિર્ણયથી 2.66 કરોડ લીટર જથ્થો ખરીદી થશે નહિ. રાજ્યમાં માસિક 26 કરોડના પેટ્રોલ અને 54 કરોડના ડિઝલનું વેચાણ થાય છે. જે માર્જીન વધારવા અંગે કોઇ ચોક્કસ નિર્ણય નહિ આવે તો આક્રમક આંદોલન કરવાની પેટ્રોલ પંપ ડિલર્સ દ્વારા ચીમકી આપવામાં આવી છે.
આ વિશે ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલીયમ ડિલર્સ એસોસિયેશનના પ્રમઉખ અરવિંદ ઠક્કરે કહ્યું કે, અમે સીએનજીનું માર્જીન 1.75 રૂપિયાથી વધારી 3.5 રૂપિયા કરવા માંગ કરી છે.
તો ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલીયમ ડીલર્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી ધીમંત ગેલાણીએ કહ્યું કે, ટકાવારી મુજબ કમિશન કરવા ફેડરેશનની માંગ છે. સામાન્ય રીતે કમિશન સરકાર પાસેથી લેવાનું હોય છે. જોકે તે કસ્ટમરના માથે મૂકવામાં આવે છે. ગત વર્ષે ઓઇલ કંપનીઓએ 60 હજાર કરોડનો નફો કર્યો હતો. દેશમાં 75 ટકા ડીઝલ અને 25 ટકા પેટ્રોલનું વેચાણ થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતાં અમારૂ મુડી રોકાણ વધ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે