ભારત માટે સૌથી ખરાબ સમાચારઃ તાલિબાનીઓના પાપે ડુંગળી અને સૂકા મેવા થશે મોંઘા! આ છે કારણ

India Afghanistan: ભારતને લઈને તાલિબાને પોતાનું વલણ સ્પષ્ટ કર્યું. Afghanistan પર કબજા બાદ તાલિબાને ભારત વિરુદ્ધ કર્યો મોટો નિર્ણય લીધો. તાલિબાનના આ નિર્ણયને કારણે ભારતને મોટું નુકસાન થશે. અફઘાનિસ્તાન અને ભારત વચ્ચે વર્ષોથી મોટાપાયે વ્યાપારિક સંબંધો રહ્યાં છે. જોકે, અફઘાનમાં તખ્તાપલટ બાદ હવે જ્યારે તાલિબાન રાજ આવી ગયું છે ત્યારે તાલિબાને ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેના ઇમ્પોર્ટ-એક્સપોર્ટ બિઝનેસ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકી દીધો છે. જેનો સીધો અસર ભારતના બજારો પર પણ જોવા મળશે. 

  • તાલિબાને ભારત-અફઘાનના ઇમ્પોર્ટ-એક્સપોર્ટ પર લગાવી રોક

    તાલિબાનના પાપે હવે ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી થશે મોંઘી

    ઇમ્પોર્ટ-એક્સપોર્ટ પર રોકને લીધે વધશે સૂકા મેવાનો ભાવ

    અફઘાનિસ્તાનથી આયાત પાકિસ્તાનના પરિવહન માર્ગ દ્વારા થતી હતી

Trending Photos

ભારત માટે સૌથી ખરાબ સમાચારઃ તાલિબાનીઓના પાપે ડુંગળી અને સૂકા મેવા થશે મોંઘા! આ છે કારણ

નવી દિલ્લીઃ ભારતને લઈને તાલિબાને પોતાનું વલણ સ્પષ્ટ કર્યું. Afghanistan પર કબજા બાદ તાલિબાને ભારત વિરુદ્ધ કર્યો મોટો નિર્ણય લીધો. તાલિબાનના આ નિર્ણયને કારણે ભારતને મોટું નુકસાન થશે. અફઘાનિસ્તાન અને ભારત વચ્ચે વર્ષોથી મોટાપાયે વ્યાપારિક સંબંધો રહ્યાં છે. જોકે, અફઘાનમાં તખ્તાપલટ બાદ હવે જ્યારે તાલિબાન રાજ આવી ગયું છે ત્યારે તાલિબાને ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેના ઇમ્પોર્ટ-એક્સપોર્ટ બિઝનેસ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકી દીધો છે. જેનો સીધો અસર ભારતના બજારો પર પણ જોવા મળશે. અફઘાનિસ્તાન પર તાલિબાન શાસનની સ્થાપના પછી, ત્યાંની નીતિ ખૂબ જ ઝડપથી બદલાઈ રહી છે. ભારત હજુ પણ તાલિબાનને લગતી પોતાની વિદેશ નીતિને લઈને મૂંઝવણમાં છે, પરંતુ તાલિબાનનો દૃષ્ટિકોણ ખૂબ જ સ્પષ્ટ થઈ ગયો છે. તાલિબાને ભારત સાથેની તમામ આયાત અને નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે.

No description available.

ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન (FIEO) ના ડાયરેક્ટર જનરલ ડો. અજય સહાયે મીડિયાને જણાવ્યું કે તાલિબાનોએ કાર્ગોની અવર જવર બંધ કરી દીધી છે. આ વેપાર પાકિસ્તાના પરિવહન માર્ગ દ્વારા કરવામાં આવતો હતો. ટ્રાન્ઝિટ રૂટ મૂવમેન્ટ પર પ્રતિબંધને કારણે, અફઘાનિસ્તાનથી આયાત-નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અજય સહાયે જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનથી આયાત પાકિસ્તાનના પરિવહન માર્ગ દ્વારા થતી હતી. અત્યારે તાલિબાનોએ પાકિસ્તાનમાં કાર્ગોની અવર જવર પર પ્રતિબંધ મૂક્યો છે. અમે જોઈ રહ્યા છીએ કે તાલિબાન શાસકો કેવા નિર્ણયો લઈ રહ્યા છે.

ભારત-અફઘાન વચ્ચે છે વર્ષો જૂના વ્યાપારિક સંબંધોઃ
અફઘાનિસ્તાન ભારતનો ખૂબ નજીકનો મિત્ર રહ્યો છે. બંને દેશો વચ્ચે ઘેરા વેપાર સંબંધો પણ છે. ભારતે ત્યાં હજારો કરોડનું રોકાણ પણ કર્યું છે, પરંતુ તાલિબાનના કબ્જા બાદ પરિસ્થિતિ નાજુક છે. તાજેતરમાં, જ્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણને આ સંદર્ભે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે માત્ર એટલું જ કહ્યું કે આ બાબતે કંઈ પણ કહેવું વહેલું છે.

આ વર્ષે અત્યાર સુધીમાં 835 મિલિયન ડોલરની નિકાસ:
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેના વેપાર સંબંધોની વાત કરીએ તો, 2021 માં અત્યાર સુધી ભારતે અફઘાનિસ્તાનને 835 મિલિયન ડોલરની નિકાસ કરી છે. આ સમયગાળા દરમિયાન, ભારતે અફઘાનિસ્તાનથી 510 મિલિયન ડોલરની આયાત પણ કરી છે. સહાયે કહ્યું કે વેપાર સિવાય ભારતે 3 અબજ ડોલર એટલે કે લગભગ 22 હજાર કરોડ રૂપિયાનું વિશાળ રોકાણ કર્યું છે. અફઘાનિસ્તાનમાં આવા લગભગ 400 પ્રોજેક્ટ છે, જ્યાં ભારતનું રોકાણ કરવામાં આવ્યું છે.

No description available.

ભારત અફઘાનિસ્તાનથી 85% સૂકા મેવા ખરીદે છે:
નિકાસની વાત કરીએ તો, ભારત અફઘાનિસ્તાનમાં ખાંડ, દવાઓ, ચા, કોફી, મસાલા અને કપડાંની નિકાસ કરે છે. સૂકા મેવા મુખ્યત્વે અફઘાનિસ્તાનથી આયાત કરવામાં આવે છે. આ સિવાય ગમ અને ડુંગળી પણ અફઘાનિસ્તાનથી આયાત કરવામાં આવે છે. સહાયે કહ્યું કે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે તાલિબાન શાસકો જલ્દીથી સમજી જશે કે વેપાર વિકાસનો માર્ગ છે. તેનાથી બંને દેશો વચ્ચે ફરી વેપારના દરવાજા ખુલશે. FIEO એ કહ્યું કે આગામી દિવસોમાં દેશમાં ડ્રાય ફ્રુટ્સના દરમાં વધારો થશે. ભારત 85 ટકા ડ્રાયફ્રુટ્સ માત્ર અફઘાનિસ્તાનથી આયાત કરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news