દિવાળી પહેલાં તેલ કંપનીઓએ ભાવમાં કર્યો મોટો ફેરફાર! જાણો હવે લીટર પેટ્રોલ-ડીઝલ માટે કેટલાં ચુકવવા પડશે

Petrol-Diesel Price Today: આજે સવાર પડતાની સાથે જ ફરી એકવાર જાહેર કરવામાં આવ્યો પેટ્રોલ-ડીઝલનો નવો ભાવ. દરેક શહેરોમાં અલગ અલગ ભાવ સામે આવ્યાં. જાણો તમારા શહેરમાં ભાવ ઘટ્યો કે વધ્યો...

દિવાળી પહેલાં તેલ કંપનીઓએ ભાવમાં કર્યો મોટો ફેરફાર! જાણો હવે લીટર પેટ્રોલ-ડીઝલ માટે કેટલાં ચુકવવા પડશે

Petrol-Diesel Price Today: પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને સામાન્ય લોકોને લાંબા સમયથી રાહત મળી નથી. 23 ઓક્ટોબરે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. 23 ઓક્ટોબરે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી અને અહીં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 23 ઓક્ટોબરે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ યથાવત છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લે માર્ચમાં ઘટાડો કરવામાં આવ્યો હતો અને ત્યારથી સામાન્ય લોકોને કોઈ રાહત મળી નથી.

દિલ્હી સહિત આ મહાનગરોમાં શું છે પેટ્રોલ-ડીઝલનો ભાવ? 
દિલ્હીમાં 1 લીટર પેટ્રોલની કિંમતની વાત કરીએ તો તે 94.72 રૂપિયા અને ડીઝલ પ્રતિ લીટર 87.62 રૂપિયા છે. આ સિવાય મુંબઈમાં પ્રતિ લીટર કિંમત 103.94 રૂપિયા અને ડીઝલની પ્રતિ લીટર કિંમત 89.97 રૂપિયા છે. જ્યારે કોલકાતામાં પેટ્રોલની કિંમત 103.94 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 90.76 રૂપિયા છે. છેલ્લે, ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત પ્રતિ લીટર 100.85 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 92.44 રૂપિયા પ્રતિ લીટર છે.

અન્ય શહેરોમાં શું છે પ્રતિ લીટર પેટ્રોલ-ડીઝલનો સ્થિતિઃ
શહેર        પેટ્રોલ        ડીઝલ
બેંગલુરુ         102.86         88.94
લખનઉ         94.65         87.76
નોઇડા         94.66         87.76
ગુરુગ્રામ         94.98         87.85
ચંદીગઢ         94.24         82.40
પટના         105.42         92.27

છેલ્લે માર્ચમાં કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો હતોઃ
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લે માર્ચમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. માર્ચમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 2-2 રૂપિયાનો ફેરફાર કરવામાં આવ્યો હતો પરંતુ ત્યાર બાદ કોઈ મોટી રાહત આપવામાં આવી નથી. જો કે, લોકો કેન્દ્રીય તેલ કંપનીઓ પાસેથી રાહતની અપેક્ષા રાખે છે.

કઈ બાબતોના આધારે નક્કી થાય છે પેટ્રોલ-ડીઝલનો ભાવ?
પેટ્રોલ-ડીઝલનો ભાવ મુખ્ય ચાર બાબતોના આધારે નક્કી કરવામાં આવે છે.
1) કાચા તેલની કિંમત એટલે કે, આંતરરાષ્ટ્રિય બજારોમાં ક્રૂડ ઓઈલનો ભાવ
2) રૂપિયા પ્રમાણે અમેરિકી ડોલરની કિંમત
3) કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વસૂલવામાં આવતો ટેક્સ
4) દેશમાં ફ્યુલની માગ કેટલી છે તેને પણ ધ્યાને લેવાય છે.

તમારા સુધી કેવી રીતે પહોંચે છે પેટ્રોલ-ડીઝલ?
1) ઈમ્પોર્ટઃ વિદેશથી કાચું તેલ ખરીદવામાં આવે છે.
2) રિફાઈનરીઃ કાચા તેલમાંથી પેટ્રોલ-ડીઝલ અલગ કરવામાં આવે છે.
3) કંપનીઓ: તે પોતાનો નફો કમાઈ પેટ્રોલ-ડીઝલ પહોંચાડે છે.
4) ગ્રાહકોઃ કેન્દ્ર અને રાજ્ય સરકારનો ટેક્સ ઉમેરાય પછી ગ્રાહકો ખરીદે છે.

આ રીતે તમે ઘરે બેઠા ભાવ ચેક કરી શકો છો-
તમે તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સરળતાથી જાણી શકો છો. આ માટે ઓઈલ માર્કેટિંગ કંપનીઓની વેબસાઈટ પર જવું પડશે અથવા SMS મોકલવો પડશે. જો તમે ઈન્ડિયન ઓઈલના ગ્રાહક છો તો તમે RSP સાથે 9224992249 નંબર પર SMS મોકલી શકો છો અને જો તમે BPCL ગ્રાહક છો તો RSP લખીને 9223112222 નંબર પર SMS મોકલી શકો છો.

OMCs કિંમતો બહાર પાડે છે-
તમને જણાવી દઈએ કે દરરોજ સવારે 6.30 વાગ્યે દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરે છે. જો કિંમત બદલાય છે તો તે વેબસાઇટ પર અપડેટ થાય છે. વાસ્તવમાં છેલ્લા ઘણા દિવસોથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે. જોકે, 22 મે, 2022થી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા જેવી કંપનીઓ તેમની વેબસાઈટ પર પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે. તમે ઘરે બેઠા પણ તેલની કિંમત ચકાસી શકો છો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news