1 એપ્રિલથી જીએસટીમાં લાગૂ થશે નવી સિસ્ટમ, 1.80 લાખ કંપનીઓને થશે સીધી અસર, જાણો નવા નિયમ
માર્ચ મહિનો હવે ખતમ થવાના આરે છે. ત્યારે 1 એપ્રિલથી નવું નાણાકીય વર્ષ શરૂ થઈ જશે અને તેની સાથે જ કેટલાક નવા નિયમો પણ આવી જશે. 1 એપ્રિલથી બદલાતા નિયમોની સીધી અસર તમારા ખિસ્સાં પર પડવાની છે. ત્યારે શું છે જીએસટીના નવા નિયમો તે જોઈએ. CBICએ કહ્યું કે, 20 કરોડથી વધુ ટર્ન ઓવર વાલી કંપનીને 1 એપ્રિલથી બી2બી લેણદેણ માટે ઈલેકટ્રોનિક ફાઈન્ડ ભરવો પડશે. આ પહેલાં જીએસટીમાં બી2બી લેણદેણ પર 500 કરોડ રૂપિયાથી વધુ ટર્નઓવર વાળી કંપનીઓ માટે 1 ઓક્ટોબર 2020થી ઈ-ચાલાન જરૂરી કરવામાં આવ્યું હતું.
Trending Photos
નવી દિલ્લીઃ માર્ચ મહિનો હવે ખતમ થવાના આરે છે. ત્યારે 1 એપ્રિલથી નવું નાણાકીય વર્ષ શરૂ થઈ જશે અને તેની સાથે જ કેટલાક નવા નિયમો પણ આવી જશે. 1 એપ્રિલથી બદલાતા નિયમોની સીધી અસર તમારા ખિસ્સાં પર પડવાની છે. ત્યારે શું છે જીએસટીના નવા નિયમો તે જોઈએ. CBICએ કહ્યું કે, 20 કરોડથી વધુ ટર્ન ઓવર વાલી કંપનીને 1 એપ્રિલથી બી2બી લેણદેણ માટે ઈલેકટ્રોનિક ફાઈન્ડ ભરવો પડશે. આ પહેલાં જીએસટીમાં બી2બી લેણદેણ પર 500 કરોડ રૂપિયાથી વધુ ટર્નઓવર વાળી કંપનીઓ માટે 1 ઓક્ટોબર 2020થી ઈ-ચાલાન જરૂરી કરવામાં આવ્યું હતું.
50 કરોડ ટર્નઓવરવાળી કંપનીઓ પણ આ લિસ્ટમાં હતીઃ
પહેલાં 1 જાન્યુઆરી 2021થી 100 કરોડ રૂપિયાથી વધુ ટર્નઓવરવાળી કંપનીઓ માટે જરૂરી બનાવ્યું હતું. ગત વર્ષ 1 એપ્રિલથી 50 કરોડ રૂપિયાથી વધુ ટર્નઓવર વાળી કંપનીઓ બી2બી લેણદેણ માટે ઈ-ચાલાન ભરી રહી હતી. પરંતુ આ નાણાકીય વર્ષથી 20 કરોડથી વધુ ટર્નઓવર વાળા વેપારને બી2બી લેણદેણ માટે ઈલેક્ટ્રોનિક ચાલાન ભરવું પડશે.
ટેક્સ નિયમોમાં આવશે પારદર્શિતાઃ
જીએસટી નિયમોમાં થઈ રહેલાં આ બદલાવ બાદ આ લિસ્ટમાં 20 કરોડથી વધુ ટર્નઓવરવાળી કંપનીઓ શામેલ કરવામાં આવશે. ઈવાઈ ઈન્ડિયાના ટેક્સ પાર્ટનર બિપિન સપરાએ કહ્યું કે, આ પગલાં બાદ ટેક્સ સંબંધી નિયમોને લાગૂ કરવાથી પહેલા કરતાં વધુ પારદર્શિતા આવશે. સાથે જ ઈનપુટ ટેક્સ ક્રેડિટ સંબંધી ઠગાઈમાં પણ ઘટાડો થશે. એટલે કે, આ નિયમોને લાગૂ કર્યા બાદ ટેક્સ સંબંધી સમસ્યાઓ ઘટી જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે