Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં થયો ઘટાડો, જાણો નવી કિંમત
Gold Price Today: સોનાની વૈશ્વિક વાયદા અને હાજર બંને કિંમતોમાં સોમવારે ઘટાડો જોવા મળ્યો છે. બ્લૂમબર્ગ પ્રમાણે સોનાનો વૈશ્વિક વાયદા ભાવ કોમેક્સ પર સોમવારે શરૂઆતી કારોબારમાં 18.90 ડોલરના ઘટાડા સાથે 1940.90 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરતો જોવા મળ્યો હતો.
Trending Photos
નવી દિલ્હીઃ ઘરેલૂ સોની બજારમાં સોમવારે સોના અને ચાંદી બંનેની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. એમસીએક્સ એક્સચેન્જ પર પાંચ એપ્રિલ 2022ની ડિલિવરીવાળુ સોનું સોમવારે શરૂઆતી કારોબારમાં 0.72 ટકા કે 376 રૂપિયાના ઘટાડા સાથે 51500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરતું જોવા મળ્યું હતું. તો 3 જૂન 2022ની ડિલીવરીવાળુ સોનું આ સમયે 0.78 ટકાના ઘટાડા કે 408 રૂપિયાના ઘટાડા સાથે 51980 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરતું જોવા મળ્યું. આ સિવાય વૈશ્વિક સ્તરની વાત કરીએ તો અહીં સોનાની વૈશ્વિક વાયદા અને હાજર બંને કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો હતો. સાથે ચાંદીની ઘરેલૂ વાયદા કિંમતોમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.
ઘરેલૂ સોની બજારમાં સોમવારે સવારે સોનાની સાથે ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો હતો. એમસીએક્સ પર શરૂઆતી કારોબારમાં 5 મે 2022ની ડિલીવરીવાળી ચાંદીનો ભાવ 694 રૂપિયાના ઘટાડા સાથે 98142 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કરતો જોવા મળ્યો હતો.
આ પણ વાંચોઃ 1 રૂપિયાના સિક્કા લઈને શખ્સ પોતાના સપનાની બાઈક ખરીદવા પહોંચ્યો, સંઘર્ષમય કહાની વાંચીને તમે કહેશો વાહ!!
સોનાનો વૈશ્વિક ભાવ
સોનાની વૈશ્વિક વાયદા અને હાજર બંને કિંમતોમાં સોમવારે સવારે ઘટાડો જોવા મળ્યો છે. બ્લૂમબર્ગ પ્રમાણે સોનાનો વૈશ્વિક વાયદા ભાવ કોમેક્સ પર સોમવાર શરૂઆતી કારોબારમાં 18.90 ડોલરના ઘટાડા સાથે 1940.90 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરતો જોવા મળ્યો હતો. તો સોનાનો વૈશ્વિક હાજર ભાવ આ સમયે 1.10 ટકા કે 21.48 ડોલરના ઘટાડા સાથે 1936.81 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરતો જોવા મળ્યો હતો.
ચાંદીનો વૈશ્વિક ભાવ
સોનાની સાથે ચાંદીની વૈશ્વિક વાયદા અને હાજર કિંમતોમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો છે. બ્લૂમબર્ગ અનુસાર સોમવારે સવારે ચાંદીનો વૈશ્વિક વાયદા ભાવ કોમેક્સ પર 1.54 ટકા કે 0.39 ડોલરના ઘટાડા સાથે 25.22 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરતો જોવા મળ્યો હતો. તો ચાંદીનો વૈશ્વિક હાજર ભાવ આ સમયે 1.67 ટકા કે 0.43 ડોલરના ઘટાડા સાથે 25.10 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરતી જોવા મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે