Success Story: ઉછીના 80 રૂપિયા લઈને કરી લિજ્જત પાપડની શરૂઆત, જાણો કઈ રીતે થઈ ગયું 800 કરોડ રૂપિયાનું ટર્નઓવર

આ બિઝનેસની શરૂઆત કરનાર 7 મહિલાઓ ગુજરાતી હતી અને તેને મુંબઈના ગિરગામ પાંચ બિલ્ડિંગવાળા લોહાણા નિવાસથી શરૂ કરવામાં આવી હતી. આ બિઝનેસનો મુખ્ય ઉદ્દેશ્ય ભોજન બનાવવા સિવાય પોતાના માટે એક સ્થિર આવકનો સ્ત્રોત ઉભો કરવાનો હતો.

Success Story: ઉછીના 80 રૂપિયા લઈને કરી લિજ્જત પાપડની શરૂઆત, જાણો કઈ રીતે થઈ ગયું 800 કરોડ રૂપિયાનું ટર્નઓવર

જયેશ જોશી, અમદાવાદઃ લિજ્જત પાપડ. બાળપણમાં તમે અવારનવાર ટીવી પર આ એડને જોઈ જ હશે. છેલ્લાં લગભગ 6 દાયકાથી આ બ્રાન્ડ અને તેના બનેલા પાપડે લોકોના કિચનમાં પોતાના ખાસ જગ્યા બનાવી રાખી છે. ભલે નાસ્તો હોય કે ખીચડી, લિજ્જત પાપડ વિના ડાઈનિંગ ટેબલ અને પ્લેટ અધૂરી જ લાગે છે. બજારમાં અનેક પાપડની બ્રાન્ડ આવી ગઈ છે. પરંતુ જે વાત અને જે વિશ્વાસ લિજ્જત પાપડની છે. તે આજ સુધી કોઈ જ બ્રાન્ડ મેળવી શકી નથી.

No description available.

શું હતો બિઝનેસનો ઉદ્દેશ્ય:
આજે કરોડો ભારતીય કિચનમાં પહોંચી ચૂકેલ લિજ્જત પાપડની શરૂઆત માત્ર 80 રૂપિયામાં થઈ હતી. અને તે પણ ઉછીના પૈસા લઈને. 7 મહિલાઓએ આટલી રકમની સાથે એક સપનું જોયું અને તેને સાકાર કર્યું. 15 માર્ચ 1959માં મુંબઈના ભીડભાડવાળા વિસ્તારમાં શ્રી મહિલા ગૃહ ઉદ્યોગે લિજ્જત પાપડનો પાયો નાંખ્યો. આમ તે બિઝનેસની શરૂઆત થઈ હતી. આ બિઝનેસને શરૂ કરનારી 7 મહિલાઓ ગુજરાતી હતી અને તેને મુંબઈના ગિરગામની પાંચ બિલ્ડિંગ્સવાળા લોહાણા નિવાસથી શરૂ કરવામાં આવ્યું હતું. આ બિઝનેસનો મુખ્ય ઉદ્દેશ્ય ભોજન બનાવવા સિવાય પોતાની માટે એક સ્થિર આવકનો સ્ત્રોત ઉભો કરવાનો હતો.

ઉધારના પૈસાથી ખોલ્યો બિઝનેસ:
જે મહિલાઓએ તેને શરૂ કર્યું તેમના નામ હતા જશવંતીબેન જમનાદાસ પોપટ, પાર્વતીબેન રામદાસ થોડાણી, ઉજમાબેન નારાયણદાસ કુંડાલિયા, બાનૂબેન એન તાના, લાગુબેન અમૃતલાલ ગોકાણી, જયાબેન વી વિઠલાણી અને દિવાળીબેન લુક્કા. આ મહિલાઓએ સર્વન્ટ્સ ઓફ ઈન્ડિયા સોસાયટીના સભ્ય અને સોશિયલ વર્કર છગનલાલ કરામ્સી પારેખ પાસેથી 80 રૂપિયા ઉધાર લીધા અને બિઝનેસ શરૂ કર્યો. લક્ષ્મીદાસ ભાઈ પાસેથી ખોટમાં ચાલી રહેલ પાપડ ઉદ્યોગની મદદથી બિઝનેસ શરૂ કર્યો હતો. 80 રૂપિયાથી પાપડ બનાવવાનો જરૂરી સામાન ખરીદવામાં આવ્યો. તેના પછી 15 માર્ચે બિલ્ડિંગની છત પર પાપડ બનાવવાનું કામ શરૂ કર્યું. શરૂઆતમાં માત્ર 4 પેકેટ પાપડ બન્યા હતા.

પહેલાં વર્ષે થઈ 6196 રૂપિયાની કમાણી:
એક જાણીતા વેપારી ભૂલેશ્વરને આ પાપડ વેચવાનું શરૂ કર્યું. શરૂઆતમાં આ મહિલાઓએ નક્કી કર્યું કે ભલે સંગઠન ખોટમાં ચાલે પરંતુ તે કોઈની પાસેથી આર્થિક મદદ કે ડોનેશન જેવું કંઈ નહીં લે. છગનલાલ પારેખ તેમના માર્ગદર્શક બન્યા. મહિલાઓએ જ્યારે કામ શરૂ કર્યું તો બે અલગ-અલગ પ્રકારના પાપડ બનાવ્યા. છગનલાલે સલાહ આપી કે ક્યારેય પણ ક્વોલિટીની સાથે છેડછાડ નહીં કરે. તેમણે મહિલાઓને કહ્યું હતું કે આ કામને એક બિઝનેસ તરીકે શરૂ કરવામાં આવે અને એક પ્રોપર એકાઉન્ટને મેન્ટેન કરવામાં આવે. ત્રણ મહિનાની અંદર 25 મહિલાઓ આ ઉદ્યોગની સાથે જોડાઈ ગઈ હતી. પહેલાં વર્ષમાં સંગઠને 6196 રૂપિયાના પાપડ વેચ્યા. જે પાપડ તૂટ્યા હતા તેને પાડોશીઓમાં વહેંચી દીધા.

વરસાદમાં પણ ચાલતો રહ્યો બિઝનેસ:
જ્યારે બિઝનેસ શરૂ થયો ત્યારે વરસાદના કારણે થોડાક સમય માટે બિઝનેસને રોકવો પડ્યો હતો. પરંતુ આગામી વર્ષે એક ખાટલા અને સ્ટવની મદદથી આ સમસ્યાને દૂર કરી લેવામાં આવી. ખાટલા પર પાપડ પાથરતા ગયા અને તેની નીચે સ્ટવ રાખીને તેને સૂકવવામાં આવતા હતા. બે વર્ષની અંદર આ ઉદ્યોગ સાથે 100થી 150 મહિલાઓ જોડાઈ ગઈ. ત્રીજું વર્ષ પૂરું થતાં-થતાં 300 સભ્ય સંગઠનની સાથે જોડાઈ ગયા. આ સમય સુધી સાત મહિલાઓ માટે બધા સભ્યોને રહેવાની જગ્યા અને પાપડ બનાવવાનો સામાન છત પર રાખવામાં ભારે મુશ્કેલી આવવા લાગી હતી. ત્યારે નક્કી કરવામાં આવ્યું કે પાપડ બનાવવાનો લોટ સભ્યોને આપવામાં આવ્યો. જેથી તે પોતાના ઘરે પાપડ તૈયાર કરી શકે. પાપડને પેકિંગ માટે પાછી જૂની જગ્યાએ લાવવામાં આવતા હતા.

શું છે વર્તમાન સ્થિતિ:
હાલના સમયે તેની 82 શાખાઓ છે. જ્યાં વહેલી સવારે કામકાજ શરૂ થઈ જાય છે. મહિલાઓ ફિનિશ્ડ પ્રોડક્ટ જમા કરી તાજો કાચો માલ લઈને પોતાના ઘરે જાય છે. તેની સાથે જ જ્યારે મહિલાઓનું કામકાજ શિફ્ટ થાય છે તો તે તેના માટે જરૂરી કાચો માલ તૈયાર કરવામાં પોતાનો સમય લગાવે છે. કાચા માલમાં કાળું મરચું અને ઈલાયચીના દાણા તૈયાર કરવા, ત્યારબાદ તેને સૂકવ્યા પછી પાઉડર બનાવવાના કામકાજનો સમાવેશ થાય છે. પાપડ બનાવવો એક પ્રકારનો બિઝનેસ છે. જેમાં કુશળતાની જરૂરિયાત છે. પરંતુ ઔપચારિક શિક્ષણની જરૂરિયાત નથી.

80 રૂપિયાથી લઈ 800 કરોડ સુધી પહોંચ્યું ટર્ન ઓવર:
આજે આ પાપડ ઉદ્યોગ મહિલા સશક્તિકરણનો સૌથી મોટો ઉદાહરણ બની ગયો છે. 80 રૂપિયાથી શરૂ થયેલ બિઝનેસનું ટર્નઓવર 800 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. દેશભરમાં 43,000 મહિલાઓ આ સમયે સંગઠન સાથે જોડાયેલી છે. વર્ષ 2010 સુધી આ સંગઠનની પાસે વાર્ષિક સંપત્તિ તરીકે 290 મિલિયન રૂપિયા હતા. આજે આ ઉદ્યોગને ભારતમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના સૌથી મોટા સ્વરૂપ તરીકે જોવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news