લક્ષ્મી વિલાસ બેન્ક પર એક મહિનાનું મોરેટોરિયમ, ગ્રાહક માત્ર ઉપાડી શકશે 25000 રૂપિયા
કેન્દ્ર સરકારે તમિલનાડુના પ્રાઇવેટ સેક્ટરની લક્ષ્મી વિલાસ બેન્ક (Lakshmi Vilas Bank)માં પૈસા ઉપાડવાની મર્યાદા (Withdrawal Limit) નક્કી કરી દીધી છે. ગ્રાહક હવે 16 ડિસેમ્બર સુધી દરરોજ વધુમાં વધુ 25 હજાર રૂપિયા ઉપાડી શકશે.
Trending Photos
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે તમિલનાડુના પ્રાઇવેટ સેક્ટરની લક્ષ્મી વિલાસ બેન્ક (Lakshmi Vilas Bank)માં પૈસા ઉપાડવાની મર્યાદા (Withdrawal Limit) નક્કી કરી દીધી છે. ગ્રાહક હવે 16 ડિસેમ્બર સુધી દરરોજ વધુમાં વધુ 25 હજાર રૂપિયા ઉપાડી શકશે. નાણા મંત્રાલયે એક નિવેદનમાં આ જાણકારી આપી છે.
નાણા મંત્રાલય અનુસાર, કેટલીક શરતો જેમ કે સારવાર, ઉચ્ચ શિક્ષણ માટે ફી ભરવા અને લગ્ન વગેરે માટે જમાકર્તા રિઝર્વ બેન્કની મંજૂરીથી 25 હજારથી વધુનો ઉપાડ કરી શકશે. આ પહેલા આરબીઆઈએ યસ બેન્ક અને પીએમસી બેન્કને લઈને પણ આ પ્રકારના પગલા ભર્યા હતા. તેનાથી ગ્રાહકોએ ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
નાણા મંત્રાલય તરફથી જારી આદેશ પ્રમાણે લક્ષ્મી વિલાસ બેન્ક પર એક મહિનાનું મોરેટોરિયમ લગાવવામાં આવ્યું છે. આ 17 નવેમ્બરથી 16 ડિસેમ્બર સુધી લાગૂ કરવામાં આવ્યું છે. આ આદેશ આરબીઆઈ અધિનિયમની ધારા 45 હેઠળ લેવામાં આવ્યો છે.
Gold Rate Today: સોના-ચાંદીના ભાવમાં આજે સામાન્ય વધારો, જાણો નવી કિંમત
પહેલા કરતા સ્થિતિ ખરાબ
31 માર્ચ, 2019ને પીસીએ થ્રેસહોલ્ડના ઉલ્લંઘનને જોતા બેન્કને સપ્ટેમ્બર 2019મા પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન (પીસીએ) ફ્રેમવર્ક હેઠળ રાખવામાં આવી હતી. બેન્કે 30 સપ્ટેમ્બરે સપ્તાહ ક્વાર્ટર માટે 396.99 કરોડ રૂપિયાની શુદ્ધ ખોટ કરી હતી, જે બિન-પરફોર્મિંગ સંપત્તિના ટકા 24.45 હતા. LVBએ પાછલા વર્ષના આ ક્વાર્ટરમાં 357.17 કરોડ રૂપિયાની ખોટ વહન કરી હતી.
લક્ષ્મી વિલાસ બેન્ક માટે મુશ્કેલી 2019મા શરૂ થઈ હતી, જ્યારે રિઝર્વ બેન્કે ઈન્ડિયા બુલ્સ હાઉસિંગ ફાઇનાન્સની સાથે મર્જરના તેના પ્રસ્તાવને નકારી દીધો હતો. સપ્ટેમ્બરમાં શેરહોલ્ડરો તરફથી સાત ડાયરેક્ટર્સ વિરુદ્ધ વોટિંગ બાદ રિઝર્વ બેન્કે રોકડ સંકટનો સામનો કરી રહેલી ખાનગી બેન્કને ચલાવવા માટે મીતા માખનની આગેવાનીમાં ત્રણ સભ્યોની કમિટીની રચના કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે