સક્ષમ-2020 ઝુંબેશનો પ્રારંભ, રાજ્યપાલે ગુજરાતના ઓઈલ ઉદ્યોગની કરી પ્રશંસા

ગુજરાત રાજ્યના રાજ્યપાલે સક્ષમ 2020ની થીમ ‘ઈંધન અધિક ન ખપાએ, આઓ પર્યાવરણ બચાએ’ અંગે વાત કરી હતી અને લોકોને ભવિષ્યની પેઢી માટે તેલ અને ગેસના સંરક્ષણની જરૂરીયાત પર ભાર મૂકવા વિનંતી કરી હતી. પીસીઆરએ દ્વારા ગયા વર્ષે આયોજીત રાષ્ટ્રીય ચિત્ર અને નિબંધ સ્પર્ધાના વિજેતાઓમાંથી ગુજરાતના વિજેતાઓને રાજ્યપાલના હસ્તે ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું.

સક્ષમ-2020 ઝુંબેશનો પ્રારંભ, રાજ્યપાલે ગુજરાતના ઓઈલ ઉદ્યોગની કરી પ્રશંસા

અમદાવાદ: ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના નિર્દેશો મુજબ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ., હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. અને ગેઈલ (ઈન્ડિયા) લિ. જનતામાં ઓઈલ અને ગેસની જાળવણીને પ્રોત્સાહન આપવા માટે પીસીઆરએ (પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ એસોસીએશન)ના સહયોગમાં 16.01.2020થી 15.02.2020 સુધી રાષ્ટ્રવ્યાપી ‘સંરક્ષણ ક્ષમતા મહોત્સવ (સક્ષમ) 2020’ની ઊજવણી હાથ ધરવામાં આવી છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને ગૈઇલ (ઈન્ડિયા) લિમિટેડ તેમજ પીસીઆરએના સહયોગમાં આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

તેલ અને ગેસ સંરક્ષણ ઝુંબેશ 2020 એટલે કે સક્ષમ–સંરક્ષણ ક્ષમતા મહોત્સવ 2020ને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ખૂલ્લી મુકવામાં આવી હતી. આ પ્રસંગે આઈઓસીએલના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર (ગુજરાત) અને ઓઈલ ઈન્ડસ્ટ્રી-ગુજરાતના રાજ્યકક્ષાના કો-ઓડિનેટર એસ એસ લાંબા, તેલ ઉદ્યોગના અધિકારીઓ, ડિલરો, ડિસ્ટ્રીબ્યુટરર્સ અને 350 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતાં.

ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તેમના પ્રાસંગીક ઉદબોધનમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની જાળવણી પર ભાર મૂક્યો હતો અને ગુજરાત રાજ્યમાં વિવિધ પ્રવૃત્તિઓના આયોજન બદલ ઓઈલ ઉદ્યોગની પ્રશંસા કરી હતી. તેમણે ખાતરી આપી હતી કે સરકાર પેટ્રોલિયમ ઉત્પાદનોના ઈષ્ટતમ ઉપયોગ માટે કટીબદ્ધ છે અને તેમણે સૌર અને પવન ઊર્જા જેવા વૈકલ્પિક ઊર્જા વિકસાવવા માટે હાથ ધરવામાં આવેલી વિવિધ પહેલો અંગે પણ વાત કરી હતી. 

ગુજરાત રાજ્યના રાજ્યપાલે સક્ષમ 2020ની થીમ ‘ઈંધન અધિક ન ખપાએ, આઓ પર્યાવરણ બચાએ’ અંગે વાત કરી હતી અને લોકોને ભવિષ્યની પેઢી માટે તેલ અને ગેસના સંરક્ષણની જરૂરીયાત પર ભાર મૂકવા વિનંતી કરી હતી. પીસીઆરએ દ્વારા ગયા વર્ષે આયોજીત રાષ્ટ્રીય ચિત્ર અને નિબંધ સ્પર્ધાના વિજેતાઓમાંથી ગુજરાતના વિજેતાઓને રાજ્યપાલના હસ્તે ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું.

ઓઈલ એન્ડ ગેસની જાળવણીની પહેલ સક્ષમ-2020 અંગે લોકોને જાગૃતિ લાવવા માટે મુખ્ય મહેમાન દ્વારા ઓઈલ અને ગેસ જાળવણીના સંદેશ દર્શાવતી શાળાના બાળકોની રેલીને લીલી ઝંડી આપી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news