દેશની બીજી તેજસ એક્સપ્રેસ આજથી અમદાવાદના પાટ પર દોડશે, રેલવે મંત્રી બતાવશે લીલીઝંડી

લખનઉ-દિલ્હી તેજસ એક્સપ્રેસ (Lucknow-Delhi Tejas Express) ના સફળ સંચાલન બાદ આજે એટલે કે 17 જાન્યુઆરીથી અમદાવાદ(Ahmedabad) -મુંબઈ (Mumbai) વચ્ચે બીજી તેજસ ટ્રેન (Tejas Express) દોડશે. તેજસ ટ્રેનના લોન્ચિંગ માટે આજે અમદાવાદ રેલવે સ્ટેશન પર તમામ તૈયારીઓ કરી લેવાઈ છે. ટ્રેન અમદાવાદ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1થી મુંબઈ જવા રવાના થસે. રેલવે મંત્રી પિયુષ ગોયલ અને સીએમ વિજય રૂપાણી ટ્રેનને લીલીઝંડી આપશે. 
દેશની બીજી તેજસ એક્સપ્રેસ આજથી અમદાવાદના પાટ પર દોડશે, રેલવે મંત્રી બતાવશે લીલીઝંડી

અમદાવાદ :લખનઉ-દિલ્હી તેજસ એક્સપ્રેસ (Lucknow-Delhi Tejas Express) ના સફળ સંચાલન બાદ આજે એટલે કે 17 જાન્યુઆરીથી અમદાવાદ(Ahmedabad) -મુંબઈ (Mumbai) વચ્ચે બીજી તેજસ ટ્રેન (Tejas Express) દોડશે. તેજસ ટ્રેનના લોન્ચિંગ માટે આજે અમદાવાદ રેલવે સ્ટેશન પર તમામ તૈયારીઓ કરી લેવાઈ છે. ટ્રેન અમદાવાદ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1થી મુંબઈ જવા રવાના થસે. રેલવે મંત્રી પિયુષ ગોયલ અને સીએમ વિજય રૂપાણી ટ્રેનને લીલીઝંડી આપશે. 

રેલવે ક્ષેત્ર ખૂબ જ ઝડપથી વિકાસ કરી રહ્યું છે
ગુજરાતના પ્રવાસે આવેલા રેલવે મિનિસ્ટર પિયુષ ગોયલ ગાંધીનગર ખાતે ચાલી રહેલ રેલવે પ્રોજેક્ટનું નિરીક્ષણ કરશે અને આજે અમદાવાદમાં અમદાવાદ ડિઝાઈન વિકનું ઇનોગ્રેશન કરશે. અમદાવાદથી ચાલુ થનારી પ્રથમ ખાનગી તેજસ ટ્રેનને પણ હરી ઝંડી બતાવી રવાના કરશે. ગઈકાલે મોડી સાંજે અમદાવાદ પહોંચેલા ગોયલે કહ્યું કે, કેવડિયા ખાતે પણ રેલવેનું કામ ચાલુ છે. ત્યાં જઈને કામનું નિરીક્ષણ કરીશું અને અત્યારે રેલવે ક્ષેત્ર ખૂબ જ ઝડપથી વિકાસ કરી રહ્યું છે.

With state-of-the-art facilities along with the crew’s traditional attire, the new Tejas Express is a symbol of Indian culture blended with modernisation for enhanced passenger comfort. pic.twitter.com/HEvoCkBYKX

— Piyush Goyal (@PiyushGoyal) January 16, 2020

ગુજરાતી અને મરાઠી ફૂડ પિરસાશે 
આ ટ્રેનમાં બે રાજ્યોના નાગરિકોને ધ્યાનમાં રાખીને ખાસ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રેનમાં ગુજરાતી અને મરાઠી ફૂડ પિરસાશે. એટલુ જ નહિ, ટ્રેનમાં જે ટ્રેન હોસ્ટેસ રાખવામાં આવ્યા છે, તેઓને ખાસ ગુજરાતી લૂક આપવામાં આવ્યો છે. તમામ ટ્રેન હોસ્ટેસ કુર્તા અને પાયજામામાં હશે. તેમજ તેઓને કચ્છી વર્કની ટોપી પણ આપવામાં આવી છે. 

2 સ્ટોપ પર રોકાશે ગાડી
બહુચર્ચિત આ ટ્રેનને માત્ર બે જ સ્ટોપ આપવામા આવ્યા છે. અમદાવાદ અને મુંબઈની વચ્ચે માત્ર વડોદરા અને સુરતમાં ગાડી ઉભી રહેશે. દેની આ બીજી ટ્રેન 160 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. આ ટ્રેનનું સંચાલન IRCTC તરફથી જ કરવામાં આવશે. એટલે કે ટિકિટથી લઈને તમામ સુવિધા IRCTC જ આપશે.

તેજસ ટ્રેન શરૂ થવાના પહેલા વિરોધના સૂર
આજે અમદાવાદ મુંબઈ વચ્ચે તેજસ ટ્રેન દોડવાની છે ત્યારે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈ યુનિયન દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. યુનિયન દ્વારા જાહેરાત કરવામાં આવી છે. રિઝર્વેશન સેન્ટર પાસે લાલ વાવટા ફરકાવીને વિરોધ કરાશે. રેલવે યુનિયનથી જોડાયેલા કર્મચારીઓને આ વિરોધમાં જોડાવા આહવાન કરાયું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news