Bank ના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા, જાણો કેટલા દિવસ બંધ રહેશે બેન્ક
બેન્ક (Bank) સંબંધિત કામો બે દિવસ માટે ખોરવાઈ શકે છે. તમે જો તમારા કામકાજ માટે આજે બેન્ક જવાનું પ્લાનિંગ કરતા હોવ તો રદ કરજો.
Trending Photos
દિલ્હી: બેન્ક (Bank) સંબંધિત કામો બે દિવસ માટે ખોરવાઈ શકે છે. તમે જો તમારા કામકાજ માટે આજે બેન્ક જવાનું પ્લાનિંગ કરતા હોવ તો રદ કરજો. કારણ કે યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ (UFBU) એ 2 દિવસની હડતાળ જાહેર કરી છે.
સરકારી બેન્કના કર્મચારીઓએ પાડી હડતાળ
ખાનગીકરણ વિરુદ્ધ 15 અને 16 માર્ચના રોજ UFBU એ હડતાળ પર જવાની જાહેરાત કરી છે. જેનો અર્થ એ હશે કે સરકારી અને ગ્રામીણ બેન્કમાં 2 દિવસ કામકાજ ઠપ રહેશે. કુલ 9 બેન્કના યુનિયનના કેન્દ્રીય સંગઠન UFBU એ આ બંધની જાહેરાત કરી છે. બેન્ક કર્મચારીઓ સતત સરકારને અપીલ કરી રહ્યા છે કે કોઈ પણ સરકારી બેન્ક પ્રાઈવેટના હાથમાં ન સોંપવામાં આવે કારણ કે તેનાથી કર્મચારીઓની નોકરી જોખમાશે.
ખાનગીકરણ પર સરકારનો પક્ષ
સરકારનો દાવો છે કે કેટલીક સરકારી સંસ્થાનોને ચાલુ રાખવા માટે તેમનું ખાનગીકરણ ખુબ જરૂરી છે. જો તે સંસ્થાનોનું ખાનગીકરણ ન કરવામાં આવ્યું તો તેમના કર્મચારીઓની સેલરી કાઢવી મુશ્કેલ બની જશે. આવામાં સારું એ જ છે કે તે સંસ્થાનોનું ખાનગીકરણ કરી દેવામાં આવે જેથી કરીને ઓછામાં ઓછું કર્મચારીઓની નોકરી તો ચાલુ રહે. જે 4 બેન્કોના ખાનગીકરણની વાત સામે આવી રહી છે તેમાં કુલ મળીને એક લાખથી વધુ કર્મચારીઓ છે. સરકારનો દાવો છે કે કોઈ પણ કર્મચારીની નોકરીને ખતરો નહીં રહે.
2 દિવસની રજા બાદ 2 દિવસની હડતાળ
આજ અને કાલે પણ સરકારી બેન્કમાં કામ નહીં થાય. શનિવાર અને રવિવારની રજા બાદ લોકો આજે વાટ જોઈ રહ્યા હતા. પરંતુ હડતાળના કારણે હવે બે દિવસ કામ થઈ શકશે નહીં. સરકારી બેન્ક સંબંધિત કામ બુધવારથી શરૂ થશે. તેનો અર્થ એ થશે કે લોકોએ હજુ બે દિવસ રાહ જોવી પડશે. જો સરકાર કર્મચારીઓની માગમી માની લે તો હડતાળ પાછી પણ ખેંચાઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે