MP Kaushal Kishore ની પુત્રવધુએ પહેલા VIDEO બનાવ્યો અને પછી હાથની નસ કાપી આત્મહત્યાની કોશિશ કરી
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના મોહનલાલગંજ લોકસભા સીટથી ભાજપ (BJP) ના સાંસદ કૌશલ કિશોર (Kaushal Kishore) ના ઘરનો હાઈવોલ્ટેજ ડ્રામા ચાલુ છે. સાંસદ કૌશલ કિશોરની પુત્રવધુ અંકિતાએ આત્મહત્યાની ધમકી આપ્યા બાદ પોતાના હાથની નસ કાપી લીધી છે. ત્યારબાદ અફરાતફરીમાં તેને લખનઉની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. અહીં તે સારવાર હેઠળ છે.
Trending Photos
પવન સેંગર, લખનઉ: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના મોહનલાલગંજ લોકસભા સીટથી ભાજપ (BJP) ના સાંસદ કૌશલ કિશોર (Kaushal Kishore) ના ઘરનો હાઈવોલ્ટેજ ડ્રામા ચાલુ છે. સાંસદ કૌશલ કિશોરની પુત્રવધુ અંકિતાએ આત્મહત્યાની ધમકી આપ્યા બાદ પોતાના હાથની નસ કાપી લીધી છે. ત્યારબાદ અફરાતફરીમાં તેને લખનઉની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. અહીં તે સારવાર હેઠળ છે.
સાંસદની વહુએ કરી આત્મહત્યાની કોશિશ
અત્રે જણાવવાનું કે સાંસદ કૌશલ કિશોર (Kaushal Kishore) ની વહુ અંકિતાએ રવિવારે મોડી રાતે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો જેમાં તેણે પતિ આયુષ પર ગંભીર આરોપ લગાવ્યા. આ સાથે જ આત્મહત્યાની વાત પણ કરી. સિવિલ હોસ્પિટલમાં અંકિતા સારવાર હેઠળ છે. ડોક્ટરોએ કહ્યું કે તેની હાલાત હવે ઠીક છે. તેના જીવને કોઈ જોખમ નથી.
વહુ અંકિતાએ સાંસદના પરિવાર પર લગાવ્યો આ આરોપ
ભાજપ (BJP) ના સાંસદ કૌશલ કિશારની પુત્રવધુ અંકિતા (Ankita) એ પતિ આયુષના ઘરવાળા પર ગંભીર આરોપ લગાવ્યા છે. અંકિતાએ કહ્યું કે બધુ બર્બાદ થઈ ગયા બાદ જીવ આપી દીધા સિવાય કોઈ વિકલ્પ નથી. પોલીસ સ્ટેશનની લઈને મોટા અધિકારીઓ સુધી કોઈ મારી વાત સાંભળવા તૈયાર નથી. આયુષ (Ayush) ના પરિવારજનોએ મારો નંબર બ્લોક કરી દીધો છે. કોઈ સંસ્થા મારી મદદ માટે આગળ આવતી નથી.
(અંકિતાનો પતિ આયુષ)
નોંધનીય છે કે અનેક દિવસથી ફરાર સાંસદ કૌશલ કિશોરનો પુત્ર આયુષ રવિવારે પોતાનું નિવેદન નોંધાવવા માટે લખનઉના મડિયાવ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. નિવેદન નોંધાવ્યા બાદ આયુષ પોલીસ સ્ટેશનથી જતો રહ્યો.
સાંસદ કૌશલ કિશોરની પુત્રવધુએ શું કહ્યું વીડિયોમાં?
આ બધા વચ્ચે આયુષની પત્ની અંકિતાને ખબર પડી કે તેનો પતિ મડિયાંવ પોલીસ સ્ટેશન ગયો છે તો તે પણ ત્યાં પહોંચી ગઈ. પરંતુ આયુષ ત્યાંથી જતો રહ્યો હતો. મડિયાંવ પોલીસ સ્ટેશનમાં આયુષને ન જોઈને અંકિતા રડવા લાગી અને તેણે વીડિયો પણ બનાવ્યો. વીડિયોમાં કહ્યું કે આયુ। હું તને ખુબ પ્રેમ કરતી હતી. તે મારું દિલ તોડી નાખ્યું. તે મારી સાથે મારપીટ કરી. જ્યારે તુ નાનો હતો ત્યારે પણ હું તારી સાથે હતી. તુ કહેતો હતો કે તારા પરિવારવાળા તને પ્રેમ કરતા નથી. આજે તું તેમની પાસે જતો રહ્યો. તમને મારી અને તારી બાળકીની યાદ પણ ન આવી. હવે હું આ દુનિયામાં રહેવા માંગતી નથી.
જુઓ VIDEO
હું લડતા લડતા હારી ગઈ-અંકિતા
અંકિતાએ વધુમાં કહ્યું કે હું તારી સાથે લડતા લડતા હારી ગઈ છું. હવે ખુબ મોડું થઈ ગયું છે. હું દુનિયાથી જઈ રહી છું અને મારા મોત માટે તારા પપ્પા, તારી માતા અને તારો ભાઈ વિકાસ જવાબદાર છે.
PHOTOS: BJP સાંસદની પુત્રવધુએ પતિ અને સસરા પર લગાવ્યાં ગંભીર આરોપ, જાણો શું છે મામલો
Mamata Banerjee નો આ એક નિર્ણય માસ્ટર સ્ટ્રોક સાબિત થશે!, જાણો કેવી રીતે BJP ને થઈ શકે છે નુકસાન
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે