Gold Rate Today: નવા વર્ષની શરૂઆતમાં જ સોનું ઉછળ્યું, ઉથલપાથલ વચ્ચે ખાસ જાણો સોના-ચાંદીના લેટેસ્ટ રેટ

એકબાજુ લગ્નગાળો (અમૂક જગ્યાએ કમૂરતા બાદ કરતા) ચાલી રહ્યો છે અને બીજી બાજુ સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. ત્યારે દાગીના લેવા એ લોકો માટે કાઠું થઈ રહ્યું છે. 

Gold Rate Today: નવા વર્ષની શરૂઆતમાં જ સોનું ઉછળ્યું, ઉથલપાથલ વચ્ચે ખાસ જાણો સોના-ચાંદીના લેટેસ્ટ રેટ

ભારતીય શરાફા બજારમાં આજે 2 જાન્યુઆરી 2024ના રોજ સોના અને ચાંદીમાં તેજી જોવા મળી રહી છે. આજે સોનાનો ભાવ 63 હજાર પ્રતિ 10 ગ્રામ જોવા મળી રહ્યો છે. એકબાજુ લગ્નગાળો (અમૂક જગ્યાએ કમૂરતા બાદ કરતા) ચાલી રહ્યો છે અને બીજી બાજુ સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. ત્યારે દાગીના લેવા એ લોકો માટે કાઠું થઈ રહ્યું છે. 

આજનો સોના અને ચાંદીનો ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 192 રૂપિયા ચડીને 63544 રૂપિયાના સ્તરે જોવા મળી રહ્યું છે. જ્યારે 916 પ્યોરિટીવાળું ગોલ્ડ 176 રૂપિયા વધીને 58206 રૂપિયા છે. ચાંદીની વાત કરીએ તો ચાંદી હાલ 437 રૂપિયા પ્રતિ કિલો વધીને 74142 રૂપિયા પર પહોંચી ગયો છે. 

મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો. 

ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news